________________
ત્રણ વિશિષ્ટ પ્રકાશનો વિરલ વિદ્વત્યંતિભા અને મનુષ્ય પ્રતિભા કા.પૃ.૧૨+૨૭૨ કિં. રૂ. ૬૦ (શ્રી મોહનલાલ દલીચંદ દેશાઈનું જીવનચરિત્ર અને એમની ગ્રંથસૂચિ-લેખસૂચિ) સંપા. જયંત કોઠારી, કાન્તિભાઈ બી. શાહ • આવો એક સમૃદ્ધ દસ્તાવેજી ઈતિહાસ જેવો ગ્રંથ આપવા બદલ જેટલાં
અભિનંદન આપું એટલાં ઓછાં છે. બુદ્ધિપ્રકાશ, ડિસેમ્બર ૧૯૯૨)
માવજી કે. સાવલા આ ગ્રંથનું સૌથી મહત્ત્વનું પાસું તો ૧૩૦ પાનાંમાં વિસ્તરેલી, સૂઝ ને શ્રમપૂર્વક તૈયાર કરેલી, વર્ગીકૃત લેખસૂચિ ને વિષયસૂચિ છે, જે સંપાદનને સંશોધનપદ્ધતિના એક નમૂનેદાર આલેખનરૂપ બનાવે છે. (પ્રત્યક્ષ. જાન્યુ–માર્ચ ૧૯૯૩)
રમણ સોની ગુજરાતી સાહિત્યના એક અદના અભ્યાસી તરીકે શ્રી દેસાઈના નામ અને કામથી લગભગ અર્ધી સદીથી હું પરિચિત, પણ આ ચરિત્ર વાંચ્યા પછી મને મારી મર્યાદાનો અને શ્રી દેશાઈની બહુમુખી પ્રતિભા અને પ્રકાંડ વિદ્વત્તાનો સાચો ખ્યાલ આવ્યો.
(પ્રબુદ્ધ જીવન, તા. ૧૬-૨-૧૯૯૩) રણજિત પટેલ (અનામી) મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય ડિ. પૃ.૧૨+૩૪૦ કિં. રૂ. ૧૨૦ સંપા. જયંત કોઠારી, કાન્તિભાઈ બી. શાહ
ગુજરાતની કોઈ યુનિવર્સિટીએ પ્રગટ કર્યું હોત તો તેની પણ પ્રતિષ્ઠામાં વધારો થાત એવું આ પ્રકાશન છે. (મુંબઈ સમાચાર, તા. ૧૬-૧૧-૧૯૯૩)
દીપક મહેતા • આ આખો ઉપક્રમ ગુજરાતી સાહિત્ય માટે મૂલ્યવાન છે. મધ્યકાલીન
ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ હવે આ સંપાદનને અતિક્રમી નહીં શકે. * (ગુજરાતમિત્ર, ૭-૨-૧૯૯૪)
- શિરીષ પંચાલ . Iઉપાધ્યાય યશોવિજય સ્વાધ્યાય ગ્રંથ ડિ. પૃ.૨૦૧૩૪૪ કિં. રૂ. ૧૫૦ સંપા. પ્રદ્યુમ્નવિજયગણી, જયંત કોઠારી, કાન્તિભાઈ બી. શાહ
સંસ્કૃત સાહિત્યના તથા મધ્યકાલીન સાહિત્યના સૌ સંશોધકઅભ્યાસીઓએ કરેલી દ્યોતક વિચારણાને સંપાદકોએ પૂરાં સૂઝશ્રમપૂર્વક એ રીતે આયોજિત કરી છે કે એથી આ સંગ્રહ યશોવિજયજી વિશેના એક સર્વલક્ષી સળંગ ગ્રંથનું રૂપ પામ્યો છે. (પ્રત્યક્ષ, જુલાઈ-સપ્ટેમ્બર ૧૯૯૩)
રમણ સોની માત્ર જૈન ધર્મના તત્ત્વચિંતનના રસ લેનારને જ નહીં પણ કોઈપણ અધ્યાત્મમાર્ગીને, સાહિત્યરસિકને કે તત્ત્વચિંતનના રસિયા અભ્યાસીને આનંદપ્રદ અને પ્રેરક બની શકે તેવા લેખો એમાં છે. (ગુજરાત સાહિત્ય સભા કાર્યવાહી)
મધુસૂદન પારેખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org