Book Title: Jain Dharmno Parichay
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 4
________________ ૯ પ્રકાશકીય-નિવેદન જીવનમાં સ્વચ્છ અને સ્વસ્થ બુદ્ધિ તથા અધ્યાત્મિક પ્રવૃત્તિ ઉપર સ્વ–પરના કલ્યાણના અને જીવનની સફળતાને આધાર છે. મહાન પુણ્યોદયે જૈનકુળમાં જન્મ પામ્યા છતાં શાળા કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓને મોટે ભાગે મહાપવિત્ર ધાર્મિક-આધ્યાત્મિક શિક્ષણ ન મળવાને લીધે આજે પીરસાતા ભૌતિકવાદી જ્ઞાન વિજ્ઞાન અને કેળવણી બુદ્ધિને તૃષ્ણઅસંતોષ-વિષયવિલાસ અને તામસભાથી રંગાયેલા રાખે છે. પછી એમ વિકૃત બનેલા માનસથી પ્રવૃત્તિ કે પાપભરી રહ્યા કરે એમાં નવાઈ નથી. ધર્મી માતા-પિતાને આ દશ્ય જોઈ ભારે ભ અને કરુણુ ઉપજે છે એ જાણવા સાંભળવા મળે છે. નવી પ્રજાને માટે કોઈ વ્યવસ્થિત જના વિના એમાંથી નીપજનાર ભાવી જૈન સંઘ કે બને, એની કલ્પના પણ હૃદયને ક્ષુબ્ધ કરી દે છે. એવા જડ, વિજ્ઞાન, ભૌતિક વાતાવરણ અને વિલાસી જીવનની વિષમયતાના નિવારણાર્થે તત્ત્વજ્ઞાન અને સન્માર્ગ– સેવનની જરૂર છે. આમાં તત્ત્વજ્ઞાન પણ અંતરાત્મામાં પરિણમન પામે એવું તત્ત્વપરિણતિરૂપ પ્રાપ્ત કરવું એ કોઈપણ મેદષ્ટિ ભવ્યાત્મા માટે અતિ આવશ્યક છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 362