Book Title: Jain Dharmno Parichay
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 12
________________ ભગવાન મહાવીરના ૧૧ ગણધરે અને તે પછીના ધુરંધર જૈનાચાર્યો થયા છે તે મોટા ભાગે વૈદિક શાસ્ત્રોના વિદ્વાન બ્રાહ્મણે જ હતા, જેમણે પોતાના જ્ઞાનની અપૂર્ણતાથી અસંતુષ્ટ થઈને જૈન ધર્મની દીક્ષા અંગીકાર કરી હતી. આ હકીકત જૈનધર્મ પ્રતિ ગમે તેની શ્રદ્ધા દઢ કરે એવી છે.” આ પુસ્તકમાં જૈન ધર્મની પ્રાચીનતા પુરવાર કરવાને પ્રયત્ન કરાય છે, અને એ માટે પાશ્ચાત્ય તેમજ પરરત્ય વિદ્વાનોના અભિપ્રાયોને સંગ્રહ કરવામાં આવ્યું છે. અભિપ્રાય આપનારા વિદ્વાને સામાન્ય કેટિના નથી. અનેક દર્શનેના તુલનાત્મક અધ્યયન કર્યા પછી જ આ અભિપ્રાયે ઉચ્ચારેલા હેય, એમ લાગ્યા વિના રહેતું નથી. એ જ જેન ધર્મ અને એની પ્રાચીનતા નામના પુસ્તકમાં તેના વિદ્વાન લેખક – સંપાદક પં. શ્રી સુશીલવિજયજી ગણિવર્ય (હાલ આ, શ્રી વિજયસુશીલસૂરિજી) લખે છે કે – જગતમાં અનેક ધર્મો પ્રચલિત છે; તેમાં જેનધર્મનું સ્થાન અનેખું છે. તેની પ્રાચીનતા–સનાતનતા અનાદિની છે. સંસાર જેમ અનાદિ અનંત છે, તેમ જૈનધર્મ પણ અનાદિ અનંત છે. જગતના વિવિધ કમે તે તે મુખ્ય વ્યક્તિના નામથી જગજાહેર થયેલા છે. બૌદ્ધધર્મ ગૌતમબુદ્ધ નામની વ્યક્તિથી, ખ્રિસ્તી ધર્મ ઈસુ ખ્રિસ્ત નામની વ્યક્તિથી, શૈવધર્મ શિવ નામની વ્યક્તિથી, વૈષ્ણવધર્મ વિષ્ણુ નામની વ્યક્તિથી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 362