Book Title: Jain Dharm Prakash 1961 Pustak 077 Ank 01
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * શ્રી જૈન ધર્મ પ્રકાશ [ કારતક સામાન્યજ્ઞાન આપવું કે જેથી ધાર્મિક અભ્યાસ કરવામાં વિદ્યાથીઓ પર નકામે બીજે પડે નહિ ચૈત્યવંદન વિધિ, અમુક સ્તવનો વગેરે જરૂર શીખવવા જોઈએ. અત્યારે વ્યવહારિક શિક્ષણમાં પરીક્ષારૂપી રાક્ષસીને કેમ તીલાંજલિ આપવી તેને માટે યોજના વિચારાય છે ત્યારે અફસની વાત છે કે અમુક પરીક્ષા લેતી- ધાર્મિક સંસ્થાઓ તેને વધારે પડતા ભાર આપવા પ્રયત્ન કરે છે. ધાર્મિક અભ્યાસ કરનારાઓને ઉત્તેજન અર્થે સ્કોલરશીપ આપવાની ખાસ જરૂર છે. બે વર્ષથી નવકાર મહામંત્રને એક લાખ જપ કરવાની અને નવકાર મહામંત્ર પર સુંદર લેખે માસિકમાં આપવાની પ્રવૃત્તિ શરૂ થયેલ છે તે પ્રશંસવા ગ્ય છે, જાપ વગેરે કરનારા તેમના અનુભવે લેખ દ્વારા રજુ કરશે તે સમાજને લાભ થશે. ધાર્મિક અનુષ્ઠાનમાં વધારે પડતો ખર્ચ કરવાની જાણે હરીફાઈ ચાલી રહી હોય તેમ જણાય છે અને સમાજના હારે રૂપિયા આવા અનુષ્ઠાને ભપકાથી ઉજવવામાં ખર્ચાય છે, રાવા અને ઓછા ભપકાથી અને ઓછા ખર્ચ થી ઉજવવામાં આવે તે ઈચ્છવા જોગ છે. આ વર્ષે કેન્ફરન્સનું એકવીસમું અધિવેશન પંજાબમાં લુધિયાણ શહેરમાં ભરાયેલ હતું; તેમાં પંજાબના પ્રતિનિધિઓ સિવાય બીજા પ્રાંતના પ્રતિનિધિઓની સંખ્યા બહુ જ ઓછી હતી. કેન્ફરન્સમાં સારી સંખ્યામાં પ્રતિનિધિઓ હાજર રહે તો જ કોન્ફરન્સ ભરી કહેવાય, શ્રીમંત વર્ગ આવા અધિવેશનમાં હાજરી આપવાની ફરજ સમજે અને જેમ પિતાના સગાવહાલાંઓના લગ્ન જેવા સામાજિક પ્રસંગમાં હાજરી આપે છે તેમ કેન્ફરન્સમાં હાજરી આપે અને સમાજની ઉન્નતી કેમ કરવી તેની વિચારણામાં રસ લે. કેન્ફરન્સમાં એમ પણ જણાતું હતું કે સમાજમાં કાર્ય કરનારાઓની ખોટ છે. કાર્ય કરવાની ધગશવાળા યુવાનને તેમના કુટુંબના ભરણપોષણની ચિંતામાંથી મુક્ત કરવામાં આવે તે આ માટે સહજમાં પુરાય તેવી છે. આ કાર્ય માટે કેન્ફરન્સ એક સારૂં એવું ફંડ ભેગું કરવાની જરૂર છે 1. ભાવનગરમાં દાદાવાડીમાં એક સેનેટેરીઅમનું મકાન બંધાવવા શેઠશ્રી હીરાલાલ અમૃતલાલે રૂપિયા સવા લાખની રકમ અત્રેના જેન સંધને આપેલ છે, અને શ્રી સંઘે અત્રેની સુંદર સ્થાન તરીકે ગણાતી દાદાવાડીમાં સુંદર અને સગવડતાવાળા લેકે બંધાવવાનું શરૂ કરેલ છે અને આ વર્ષની શરૂઆતમાં બ્લેક બંધાઈ જશે, જેથી જેમને આરોગ્યની પ્રાપ્તિ માટે બે ચાર મહિનાને આરામ લેવાની જરૂર હશે તેમને આછા ખર્ચે રહેવાની સગવડ મળશે, જેને શહાએ હવે જુદે જુદે સ્થળે સેનેટેરીયમો બંધાવવાની જરૂર છે કે જેથી મધ્યમ વર્ગના લોકો પોતાનું વાચ્ય ઓછા ખર્ચે સુધારી શકે. * ભાવનગરમાં શેઠશ્રી આણંદજી પરશોત્તમના વારસ તરફથી મળેલ ચેરીટીની રકમમાંથી એક સાર્વજનિક ડીસ્પેન્સરીનું ઉદ્દઘાટન અત્રેના શ્રી સંઘે કરેલ છે, તેને જૈન અને જૈનેતર સારી સંખ્યામાં લાભ લે છે. અત્યારે દવાદારૂમાં એટલે બધે ખર્ચ થાય છે કે મધ્યમ વર્ગને તે ખર્ચે પિસાય તેમ નથી, માટે ફક્ત નજીવી કિંમતે દવા વગેરે મળી શકે તેવી વ્યવસ્થા ઈચ્છવાજોગ છે. ' ભાવનગરમાં વસતા આશરે પંદરસે જૈન કુટુંબેમાંથી લગભગ પચાસ ટકા કુટુંબ મુશ્કેલીથી જીવન નિર્વાહ કરે છે. આ વર્ષે પૂજ્ય પન્યાસજી સુધસાગરજી અને મુનિ મહારાજશ્રી ભાનવિજયજીના ઉપદેશથી સાધામીક ભાઈઓને મદદ કરવા માટે ફંડ કરવામાં આવેલ છે, પણ જોઈએ તેવું સારૂ ફંડ ભેગું થયેલ નથી. અત્યારે. હાઈસ્કૂલમાં અને કેલેજોમાં ભણતા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20