________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્થાઓમાં તેઓ પર તેમજ અધ્યક્ષપણે કામ કરનારા હોવાથી નિરંતર પ્રવૃતિપરાયણ રહેતા હતા. શ્રી મેતશિખર ઉપર થયેલું સુરની ચર પીનું કારખાનું કઢાવવામાં તેમજ તે તીર્થસ્થાન પર યુરોપીયનને હવા ખાવા માટે બંધાતા બંગલાઓ અટકાવવામાં એમણે તન, મન, ધનથી પ્રયાસ કરી ફત્તેહુદો મેળવી હતી. સમેતશિખરજી તીર્થ પર રહેલા આપણા હકે સંભાળવાને માટે એઓ જીંદગીના પ્રાંત ભાગ સુધી પ્રયનશીલ રહ્યા હતા. એ કાર્યપરત્વે તો એમના જવાથી મોટી ખામી પડી છે, પરંતુ એમના સુપુત્ર બાબુસાહેબ રાયકુમારસિંહજી અને રાજકુમારસિંહજી પિતાના પિતાશ્રીને પગલે ચાલી એ ખામી જણાવા નહીં આપે એવી આશા બાંધી શકાય છે. જીવતા જનાવરેપર ડાકટરી અજમાયસ કરી તેને નિર્દયતાથી મારવાની વીવીત સોસાઈટી કલકત્તામાં સ્થપાવાની હતી, તેને બંધ રખાવવા માટે તેમણે અત્યંત પરિશ્રમ કર્યો હતો અને તેને પરિણામે તેની સ્થાપના બંધ રહી હતી. હાલમાં ચાલતા મહાન વિગ્રહની અંદર ઘવાઈને આવેલા મનુષ્યોની સહાય કરવા માટે તેમના પ્રમુખપણ નીચેજ બડા બજારમાં મોટી સભા મળી હતી અને સારી રકમની સહાયતા આપવામાં આવી હતી. એમની પાસેથી ઝવેરાતની કળા શીખીને સુમારે સો જૈન બંધુઓ સારા પ્ર ખ્યાત ઝવેરીઓ થયા છે અને અત્યારે મોટી કમાણી કરે છે. પારમાર્થિક કાર્યોમાં એમણે પિતાની જીદગીમાં પુષ્કળ દ્રવ્યને વ્યય કર્યો છે. તેની એકંદર સંખ્યા મળી શકી નથી. અંત સમયે પણ એમણે એકલાખ રૂપિઆની રકમ જ્ઞાતિહિતના કાર્યોમાં તેમજ ધાર્મિક કાર્યોમાં વ્યય કરવા માટે અલગ કાઢેલી છે. અંત સમયે તેમના બે પુત્રો, છ પત્ર અને ર ત્રિીઓ તેમજ 1 પ્રત્રિી વિગેરે સર્વે કુટુંબ તેમની સમિ પેજ રહેલું હતું અને તેમની અખંડ સેવા કરતું હતું. તેમણે દેહ છોડ્યા પછી તેમના દેહને સુંદરવિમાન (માંડવી)માં બેસાડી બેન્ડ વાજા વિગેરે ધામધુમ સાથે તેમજ અનાજ, પુ અને દ્રવ્યની વૃષ્ટિ કરતાં સરકારની ખાસ મહેરબાનીથી તેમના બાગની નજીકમાં શહેરના મધ્યમાં ઘમાન સાથે અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમના માનમાં કલકત્તાના અનેક બારે બંધ રહ્યા હતા. બહારગામ તારકારે તે ખબર ફેલાતાં ઘણી દિલગી ફેલાઈ હતી અને અનેક ગામે તેમજ શહેરમાં તેમના માનની ખાતર બજારે બંધ રાખવા વિગેરે હકીકત બની હતી અને કેટલાક ધર્મકાર્યો કરવામાં આવ્યા હતા. અનેક જૈન સંસ્થાઓએ તેમના માનમાં એકત્ર થઈ દદર્શક તાર કર્યા હતા. નામદાર સરાય તેમ For Private And Personal Use Only