________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રીજી ગુજરાતી સાહિત્ય પરિપત્ર કરી ત્રિકરણ શુધે તેનું આરાધન કરી આ દુખથી ભરેલા સંસાર સમુદ્રના પારને પામી જાય છે.
जीजी गुजराती साहित्य परिषद्.
રાજકોટ તા. ર૮-ર૯-૩૦ અકટોબરઆ પરિષદને મેળાવડો રાજકેટ મુકામે આ શુદિ ૧૫, વદિ ૧ ને વદિ ૨ એ ત્રણ દિવસે દીવાનબહાદુર અંબાલાલ સાકરલાલદેશાઈના પ્રમુખપણ નીચે મળ્યો હતો. તેની અંદર કેટલાક રાજવંશીઓ, દીવાને, વિદ્વાને, વ્યાપારીઓ અને સજારીઓએ ભાગ લીધો હતે.. તેની અંદર સત્કાર કમીટીના પ્રમુખ તરીકે માંડળના રાણીસાહેબ શ્રી નંદકુંવરબાની નીમનેક કરવામાં આવી હતી. એમણે સત્કાર કમીટીના પ્રમુખ તરીકે જે ભાષણ આપ્યું છે તે ખાસ વાંચવા લાયક છે. તેની અંદર ચારે પુરૂષાર્થ સંબધી સાહિત્યને , ભાષાદેવીના પૃથક્ પૃથફ અંગના આભૂષણ તરીકે કંપવામાં આવેલ છે, તેમાં ચેથા પુરૂષાર્થ સબંધી તેઓ લખે છે કે—
ભાષાના નાકનું આભૂષણ મુક્તિ છે. મુક્તિ એટલે સંસારબંધનથી છૂટી અશેષ દુઃખની નિવૃત્તિ ને પરમ સુખની પ્રાપ્તિરૂપ એક દશા છે. એ સ્થિતિને અનુભવ એજ મનુષ્યમાત્રને પરમ પુરૂષાર્થ છે. સઘળા પુરૂષાર્થનું એ નાક છે. માણસ આકાશ પાતાળના ભેદની માહિતગારી મેળવે, મહાસાગરની ઉંડાઈ માપે, તરેહ તરેહની શોધખોળ કરે, પુસ્તકશાળાના અનેક ગ્રંથના અભિપ્રાયથી મગજને ઠસોઠસ ભરે, પરંતુ જ્યાં સુધી પિતે કોણ છે તે જાણતા નથી તે તેણે શું જાણ્યું ? તમામ ઉત્પન્ન થતી વસ્તુ અસ્થિર છે, કાળાધીન છે, તે સ્થિર ને કાળાતીત વસ્તુ કઈ છે તેની શોધ કરવી ઘણું જરૂરની છે. પ્રાણી માત્ર સુખની ઈચ્છા રાખે છે. વિષયના ભેગથી સુખ મળતું લાગે છે, પણ પરિણામે તે દુઃખને હેતુ જ સમજ્યામાં આવે છે. જેના વેગથી સુખ તેના વિયેગથી દુઃખ, એ વાત કેને અજાણું છે? તે એવાં મિશ્રિત સુખને ઠેકાણે કેવળ શુદ્ધ સુખની પ્રાપ્તિની અભિલાષા સહુને હોવી જોઈએ. એ સુખશાંતિ ત્યારે જ મળે–ત્યારે જ સુખરૂપ થવાય-કે જ્યારે આ જગતનું યથાર્થ સ્વરૂપ સમજ્યામાં આવે, જીવ ચેતનને ને ઈશ્વર ચેતનને શું સંબંધ છે, માણસનું શરીર પડ્યા પછી તેના જીવ ચેતનની શી દશા થાય છે, પુનર્જન્મ છે કે નહિ, અનાદિ કાળથી ચાલતા આવેલા સંસારને અંત છે કે નહિ, છે તો શી રીતે; એવા એવા સવાલનું બુદ્ધિ કબુલ કરે એવું સમાધાન જેમાં કીધું હોય એવા ક્ષશાસ્ત્ર સંબંધી સાહિત્યથી ભાષા મુખ્યત્વે કરીને સુશોભિત થવી જોઈએ. આ અપૂર્વ ને અધ્યાત્મિક વિષય ઉપર પ્રાચીન રાષિમુનિઓએ જોઈતું અજવાળું પાડયું છે.
For Private And Personal Use Only