________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નેમિદૂતમ્
૧૭૧ यः कामीव क्षणमपि सरितकामिनीनां न शक्तो मोघीकर्तुं चटुलशफरोद्वर्तनप्रेक्षितानि ॥४४ ।।
જોતાં કાંઠે જલનિધિ તણું પાણિ બેસી રથે તે, ઊલાસે જ્યાં મકર વલિ જે સ્વચ્છ ને કાચમુંજે; મીન કેરા સ્કૃતિ નયને જે નદી સુંદરીના, કામી પેઠે અફલ કરવા શક્ય છે તે જરી ના. ૪૪ तां वेलाङ्के विमलसलिलामागतां द्रक्ष्यसि त्वं पूर्वोद्दिष्टं सरित मसकद्वारिभिर्वीचिहस्तैः । यामालिङ्गयोपरमति पिबन्यन्मुखं न क्षणार्धं ज्ञातास्वादो विपुलजघना को विहातुं समर्थः॥ ४५ ॥ વેળા પાસે નિરમળ જળા દેખશે તે નદીને, જેને આલિંગન બહુ કરી વીચિ હસ્તે ફરીને; પીને જેનું મુખ ન વિરમે જે સમુદ્ર ક્ષણાર્ક,
સ્વાદે જાણી વિપુલ જઘના છોડવા કે સમર્થ. तस्मिन्नुच्चलित लहरीसीकरासारहारी वारां राशे स्तटजविकसत्केतकामोदरम्यः । खेदं मार्गक्रमणजनितं ते हरिष्यत्यजत्रं शीतो वायुः परिणमायता काननोदुम्बराणाम् ॥४६॥ ૪૪ તે પછી જેમાં ભસ્ય ઊછલી રહ્યાં છે અને કાચની કાંતિના જેવું જે સમુદ્રનું સ્વચ્છ પાણિ છે તેને તમે રથમાં બેસી જોતા જોતા તેના કાંઠા ઉપર ચાલતા જજે જે સમુદ્ર કામો પુરૂષની પેઠે નદીરૂપી નારીઓના ચપળ માછલાના ફરકવારૂપી નેત્રોને નિષ્ફલ કરવાને ક્ષણવાર પણ સમર્થ નથી.
૪૫ પૂર્વે કહેલી અને નિર્મળ જલવાળી તે નદીને તમે સમુદ્રને કાંઠે જોશો કે જે નદીને પોતાના તરંગરૂપી હાથ વડે કરીને આલિંગન કરી જે. મુખપાન કરતા સમુદ્ર અર્ધ ક્ષણ પણ વિરામ પામતો નથી. સ્વાદ જાણનારે કયે પુરૂષ વિશાળ જનવાળી સ્ત્રીને છેડવા સમયે થાય?
For Private And Personal Use Only