Book Title: Jain Dharm Jain Samaj Hindu Dharm Hindu Samaj Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 4
________________ જૈન ધર્મ જૈન સમાજ: હિંદુ ધર્મહિંદુ સમાજ [૧૧૭ એ જ સાચા રસ્તા છે. જો જૈન ધર્મ હિંદુ ધમતા એક ભાગ છે તો પછી જૈન સમાજ હિંદુ સમાજથી જુદ્દો નથી જ, એ ઉપરનું વિધાન ફરીથી કરવાપણ રહેતું નથી. પહેલાં કયારેય બીજા હિંદુએ જૈતાને અહિંદુ કથા હોય તો તે હું નથી જાણતા, અને જૈનાએ પણ પોતાને અહિંદુ તરીકે પ્રથમ ગણાવ્યા હોય તો એ વાત પણ અજ્ઞાત છે. અત્યારે હિંદુ સમાજ અને હિંદુ ધર્મથી જુદા રહેવાની ભાવના દેખાય છે તે નવી જ છે અને તેનું મૂળ કેટલાક નવા ધડાતા કાર્યદાને લીધે પોતાની ચાલુ રૂઢિઓ પર તરાપ પડવાના ભયમાં રહેલું છે. માની લઈ એ કે જૈનો પેાતાને જુદા ગણાવવાને આગ્રહ રાખે અને પોતાને અનિષ્ટ હાય એવા કાયદાના ફેરફારોથી બચી જાય, તાપણુ લાંબી નજરે આ વસ્તુ જૈનેાના પાતાના જ ગેરલાભમાં છે. નવા કાલ્પનિક લાભ માટે તેમણે અનેક સ્થાયી લાભ ગુમાવવા પડશે અને તે એવી એક લઘુમતી થઈ જશે કે જેને હમેશા આશિયાળા રહેવું પડશે. હવે કાંઈ પરરાજ્યના અમલ નથી કે જે લઘુમતીને પ ́પાળે અને વિશેષ અધિકાર આપે. હું પાતે રૂપરના વિચાર ધરાવતા હોવા છતાં હિંદુ મહાસભાના સભ્યપ૬ની કાઈ પણ જૈન ઇચ્છા રાખે અગર તેના સભ્ય અને એની સાવ વિરુદ્ધ ત્યું. એનું કારણ એ છે કે હિંદુ મહાસભાના મૂળમાં જાતિની ઊંચનીચ ભાવના જ રાજકારણના રૂપમાં કામ કરી રહી છે. હિંદુ મહાસભાના જય એટલે બ્રાહ્મણના જય, એટલે વણુ ભેદ તેમ જ ઊંચનીચ ભાવનાને જય અને છેવટે બ્રાહ્મણના સત્તાશાહી ગુરુપદને જય. આ વસ્તુ મૂળે જ શ્રમણ ભાવનાથી અને જૈન ભાવનાથી સાવ વિરુદ્ધ છે; અત્યારની વિકસતી માનવતાની દૃષ્ટિએ પણ વિરુદ્ધ છે. એટલે હું જ્યારે જૈનોને હિંદુ માનવા-મનાવવાની વાત કરું છું ત્યારે હિંદુ મહાસભા સાથે કરશે! જ સબંધ ન રાખવા પણ કહું છું. પ્રસંગે એક વાત યાદ આવે છે; હિંદુ યુનિવર્સિટીની હિલચાલ શરૂ થઈ અને બધા જ હિંદુ ધર્મી હિંદુ યુનિવર્સિટીમાં પ્રતિનિધિત્વ ધરાવે એ વિચાર આગળ આવ્યા ત્યારે જેને, શીખો અને બૌદ્દો કાઈ પાછળ ન રહ્યા. બધાએ જ પોતાને હિંદુ માની હિંદુ સમાજના એક ભાગ લેખે એ હિલચાલને વધાવી લીધી. હવે જ્યારે જ્યારે હિંદુ ધર્મ કે હિંદુ સમાજને કાઈ પણ જાતની મદદ યા કોઈ પણ જાતના કાયદાના લાભ સરકાર આપશે ત્યારે સહેજે જ જૈને એના ભાગીદાર થશે. એમને પછી માગણી ખુલ્લે ચોકી કરવાની જરૂર નહિ રહે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5