Book Title: Jain Dharm Jain Samaj Hindu Dharm Hindu Samaj Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 3
________________ ૧૧૬] દર્શન અને ચિંતન અંદર એક અખંડ સંવાદિતાને મૂર છે. તે સૂર તેમને ખ્રિસ્તી, ઈસ્લામ અને જરાસ્તી ધર્મથી જુદા પાડે છે. આ જ કારણે જ્યારે આપણે હિંદુ ધર્મ કહીએ છીએ ત્યારે હિંદુસ્તાનમાં જ અત્યારે લાંબા કાળથી રહેલા ખ્રિસ્તી, ઈસ્લામ કે જરથોસ્તી ધર્મને જુદા સમજીએ છીએ. આ દેશની અનેક જાતિઓ ખ્રિસ્તી થઈ. મુસલમાન થઈ, પણ તેમનું મુખ આર્યાવર્તાને તીર્થ માનવા તરફ કે આર્ય ઋષિઓ અને શાસ્ત્રોને સત્કારવા તરફ છે જ નહિ. તે જ કારણે બધા હિંદુધર્મીઓ ખ્રિસ્તી ધર્મ અને ઈસ્લામ ધર્મથી ભડકે છે અને ખ્રિસ્તી, ધર્મ તેમ જ ઈસ્લામ ધર્મ પણ હિંદુ ધર્મને ભક્ષ્ય લેખે છે. આ કારણથી આમની વચ્ચે સર્ષ-નકુળ જેવું સ્વાભાવિક વેરનું માનસ ઘડાયેલું છે. હવે સમાજની દૃષ્ટિએ વિચાર કરીએ. સમાજ અને ધર્મની મર્યાદા ક્યાંથી જુદી પડે છે એ એક પ્રશ્ન છે. મને લાગે છે કે જે જે આચાર અને વિચાર માત્ર અહિક જીવનમાં સમાતે હેય તે બધો સામાજિક વ્યવહારની મર્યાદામાં ગણાવી શકાય, અને જે આચાર કે વિચાર ઐહિક તેમ જ પારલૌકિક હિતની દૃષ્ટિએ પ્રચલિત થયો હોય કે પળાતે હોય તે બધે ધાર્મિક મર્યાદામાં આવે જોઈએ. સામાજિક વ્યવહારમાં જૈન સમાજને વૈદિક અને બૌદ્ધ સમાજ સાથે હંમેશાં નિકટને સંબધ રહ્યો છે; હજી પણ સાવ તૂટયો નથી. સામાજિક કાયદાઓ અને વારસાહક કાંઈ જૈન સમાજના જુદા નથી. જૈન ધર્મના કેઈ પણ પ્રવર્તકે પિતાને અનુસરનાર સમાજ માટે કોઈ પણ જાતના સામાજિક નિયમે ધડ્યા જ નથી. વ્યવહારમાં જેમ બીજા પડોશીઓ રહેતા અને કરતા તેમ પિતાના અનુયાયીઓ ફાવે તેમ કરી લે એ જ ધર્મપ્રવર્તકોની દષ્ટિ હતી. તેમણે ધાર્મિક આચાર-વિચાર પૂરતું પિતાનું સ્વતંત્ર દૃષ્ટિબિંદ સાચવવા અને સમજાવવા પ્રયત્ન કર્યો છે. પાછલી થોડીક શતાબ્દી માં પંથની ધર્મ દષ્ટિએ જૈન પરંપરા માટે સામાજિક વિધાને સૂચવતા કેટલાક ગ્રંથ રચાયા છે, પણ વ્યવહારમાં તે વિધાનો અમલ ખરી રીતે છે જ નહિ. ખાનપાન, લગ્ન, વારસાહક એ બધું બીજા હિંદુઓથી જૈનોનું કાંઈ જુદું નથી, અને કોઈ સહેજ ભેદ બતાવે છે તે આગતું, અને પાછળ છે. ધર્મની બાબતમાં જ્યાં સુધી સામાન્ય લેકધર્મ અને નીતિધર્મને સંબંધ છે ત્યાં સુધી બધા જ સરખા છે. જ્યાંથી સાંપ્રદાયિક આચાર-વિચાર શરૂ થાય છે ત્યાંથી જ જુદાપણું શરૂ થાય છે. પણ આવું જુદાપણું તે જૈન જૈનમાં ક્યાં નથી ? દિક પરંપરાઓમાં આવી જુદાઈને ક્યાં અંત છે ? તેથી મારી દષ્ટિએ હિંદુ ધર્મનો વિશાળ અર્થ સમજવા અને સમજાવવાનો આગ્રહ સેવ અને સાથે સાથે હિંદુ ધર્મના જ એક ભાગ લેખે જૈન ધર્મને ગણવે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5