Book Title: Jain Dharm Jain Samaj Hindu Dharm Hindu Samaj Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 2
________________ જૈન ધર્મ જૈન સમાજ: હિંદુ ધર્મ –હિંદુ સમાજ [ ૧૧૫ વસ્તુસ્થિતિને પણ આધાર છે. તેથી હું આ જ અર્થ સ્વીકારું છું અને કોઈ પણ ખરી અભ્યાસી ભાગ્યે જ આથી જુદું કહેશે. જો જૈન ધર્માં એ વિશાળ હિંદુ ધર્મોની એક શાખા કે કાં જ છે તે પછી હિંદુ સમાજથી જૈન સમાજ જુદો છે. એમ માનવાને કો જ આધાર રહેતા નથી. કયારેક દેશના નામથી, કયારેક શાસ્ત્રના નામથી તે! કયારેક ધર્મપ્રવત ક પુરુષ કે તેના વિશેષ ગુણથી એમ અનેક રીતે એક સમાજથી ખીજા સમાજના ભેદ ઓળખાવવામાં આવે છે. હિંદુ સમાજ એ વ્યવહાર દેશસાપેક્ષ છે, જ્યારે વૈદિક, બૌદ્ધ કે જૈન એ વ્યવહાર વસ્તુસાપેક્ષ છે. હિંદુ શબ્દ મૂળે તો સિંધુ નદીને સૂચક છે. જે પરદેશી લેાકેા શરૂઆતમાં સિંધના પ્રદેશ સુધી આવ્યા તેમણે ત્યાં સુધીના કે તેની આસપાસના લોકેાને પણ હિંદુ શબ્દથી વ્યવહાર્યો. જેમ અંગ લડે છે' એ વાકયમાં અંગ 'તે અર્થે ભગવાસી છે. તેમ જ " * C હિંદુ ’ એટલે અમુક પ્રદેશના નિવાસીએ એ અથ પણ છે. આગળ જતાં દેશાંતરમાં એ જ હિંદુ રાખ્ત વિશાળ અર્થમાં વ્યવહત થયા. મુસલમાન સિધુી આગળ વધી શરૂઆતમાં દરિયા કિનારે કિનારે અને પછી અંદરના ભાગમાં જેમ જેમ આગળ વધતા ગયા તેમ તેમ તેમણે એ હિંદુ શબ્દ બધા જ પ્રદેશ માટે વાપર્યાં અને આગળ જતાં અરખી-ફારસી સાહિત્યમાં હિંદુના વિશાળ અમાં ઉપયોગ થયા છે. આžવતની સીમા પણ હમેશાં એકસરખી નથી રહી. કયારેક અફધાનીસ્તાનમાં પણ આર્યો હતા. મુસલમાનોએ એ દેશના કબજો લીધે અને એ દેશ મુસ્લિમ થઈ ગયા; અને કાલની જ વાત છે કે જે સિધ્ ઉપરથી આપણે હિંદુ હોવાના દાવેા કરીએ છીએ તે સિંધુને પ્રદેશ પણ હવે હિંદુસ્તાનમાં નથી. આ વસ્તુ એ સૂચવે છે કે નામ એ જ રહે છે, પણ એની અર્થ મર્યાદા વધે અને ધરે છે. ‘હિંદુ' શબ્દથી કે પૂમાં આસામ અને ઉત્તરમાં હિમાલય તેમ જ દક્ષિણમાં કન્યાકુમારી એ બધા પ્રદેશ સમજાય છે; તે હિંદુસ્તાન પણ કહેવાય છે. આ પ્રદેશમાં જે ઋષિ અને ધમ પ્રવત ક થયા, તેમણે જે શાસ્ત્રો લખ્યાં કે વિચાર્યાં, જે તીર્થી બધાયાં, તે બધાંને એક શબ્દમાં કહેવાં હોય તા ‘હિંદુ ધર્મ ’ શબ્દથી જ કહી શકાય. હા, એ માટે બીજો પ્રાચીન શબ્દ છે અને તે છે આ ધર્મ એ શબ્દ, હિંદુ ધર્મને અનુસરનારી સેફડા જાતિ હતી અને છે. તેના પેટા ભેદો પણ તેટલા જ છે. તે બધા ભલે પેાતાને જુદા જુદા નામથી ઓળખાવે; તેમ છતાં તે બધા જ મૂળે એક હિંદુ ધર્મના વર્તુળમાં આવે છે. અંદાઅંદર તેમના આચાર કે વિચાર ગમે તેટલા ક્ટાતા હોય તેમ છતાં તેમની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5