Book Title: Jain Dharm Jain Samaj Hindu Dharm Hindu Samaj
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Catalog link: https://jainqq.org/explore/249168/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ-જૈન સમાજ : હિંદુ ધર્મ-હિંદુ સમાજ [ ૧૭ ] હિંદુ સમાજ અને હિંદુ ધર્મ અને અર્થ “વૈદિક સમાજ અને વૈદિક ધર્મ” એ જે હોય તે જૈન સમાજ અને જૈન ધર્મ તેમાં સમાવેશ પામી શકે નહિ, પણ વસ્તુતઃ તેને એવો અર્થ છે જ નહિ. ટૂંકી દૃષ્ટિવાળા અને અણસમજી લેકે ભલે વ્યવહારમાં ક્યારેક ક્યારેક એ અર્થ માની લે અને તેથી જૈન લેકે એ અર્થથી ભઠ્ઠી પિતાને જુદા કહે, પણ તે કાંઈ વાસ્તવિક સ્થિતિ નથી. અણસમજ કે ભ્રમથી જે ધારણાઓ બંધાય છે કે પ્રચલિત થાય છે તેને આધારે વસ્તુસ્થિતિનું નિરૂપણ થઈ શકે નહિ. ત્યારે હિંદુ સમાજ અને હિંદુ ધર્મને ખરે, ઈતિહાસસિદ્ધ, પરંપરાપ્રાપ્ત છે અર્થ છે એ તપાસવું રહ્યું. હિંદુ સમાજને અર્થ એટલે જ છે કે હિંદુ ધર્મને અનુસરે તે હિંદુ સમાજ અને હિંદુ ધર્મ છે કે જેના સ્થાપક તેમ જ મૂળ પર આ દેશમાં–હિંદમાં થયા હોય, જેનાં અસલી તીર્થસ્થાને આ જ દેશમાં હોય અને જેનાં મૂળ શાસ્ત્રો તેમ જ પ્રમાણભૂત શાસ્ત્રો આ દેશની જાની કે પછીની કોઈ પણ સંસ્કૃત, પ્રાકૃત, પાલિ, દ્રવિડ આદિ ભાષાઓમાં લખાયાં તેમ જ વિચારાયાં હોય, અને તે જ કારણે જે ધર્મ અને ઉત ભાષાઓ પવિત્ર તેમ જ સર્વશ્રેષ્ઠ માનવાની ફરજ પડતી હોય. આ દષ્ટિએ જોતાં વૈદિક પરંપરાના બધા જ ધર્મો, તેમ જ અવૈદિક પરંપરાના એટલે કે શ્રમણ આદિ પરંપરાઓના બધા જ ધર્મો, જેના પ્રવર્તકે, તીર્થો અને શાસ્ત્રોનાં મૂળ આ દેશમાં જ છે તે બધા, હિંદુ ધર્મમાં જ આવી જાય છે. એટલે બૌદ્ધ અને જૈન ધર્મ પણ હિંદુ ધર્મને એક પેટા ભેદ છે, જેવી રીતે વૈદિક ધર્મ. આ જ કારણથી જ્યારે શ્રી. આનંદશંકર ધ્રુવે હિંદુ ધર્મની બાળથી લખી ત્યારે વૈદિક, બૌદ્ધ અને જૈન એ ત્રણ ધર્મો વિષે લખ્યું અને પછી હિંદુ વેદધર્મ એ નામનું સ્વતંત્ર પુસ્તક લખ્યું, જેમાં હિંદુ ધર્મની એક વેદ શાખાને લઈ ધર્મ નિરૂપ્યો. તેમને વિચાર આ પછી હિંદુ બદ્ધધર્મ અને હિંદુ જૈનધર્મ એવા બે સ્વતંત્ર પુસ્તક લખવાને હતો, જે અમલમાં આવી શક્યો નથી. યુવછની એ દષ્ટિ બહુ વિચારપૂત છે. એને જેટલ ઇતિહાસનો આધાર છે એટલે જ ધર્મની આંતરિક ને બાહ્ય બધી જ Page #2 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ જૈન સમાજ: હિંદુ ધર્મ –હિંદુ સમાજ [ ૧૧૫ વસ્તુસ્થિતિને પણ આધાર છે. તેથી હું આ જ અર્થ સ્વીકારું છું અને કોઈ પણ ખરી અભ્યાસી ભાગ્યે જ આથી જુદું કહેશે. જો જૈન ધર્માં એ વિશાળ હિંદુ ધર્મોની એક શાખા કે કાં જ છે તે પછી હિંદુ સમાજથી જૈન સમાજ જુદો છે. એમ માનવાને કો જ આધાર રહેતા નથી. કયારેક દેશના નામથી, કયારેક શાસ્ત્રના નામથી તે! કયારેક ધર્મપ્રવત ક પુરુષ કે તેના વિશેષ ગુણથી એમ અનેક રીતે એક સમાજથી ખીજા સમાજના ભેદ ઓળખાવવામાં આવે છે. હિંદુ સમાજ એ વ્યવહાર દેશસાપેક્ષ છે, જ્યારે વૈદિક, બૌદ્ધ કે જૈન એ વ્યવહાર વસ્તુસાપેક્ષ છે. હિંદુ શબ્દ મૂળે તો સિંધુ નદીને સૂચક છે. જે પરદેશી લેાકેા શરૂઆતમાં સિંધના પ્રદેશ સુધી આવ્યા તેમણે ત્યાં સુધીના કે તેની આસપાસના લોકેાને પણ હિંદુ શબ્દથી વ્યવહાર્યો. જેમ અંગ લડે છે' એ વાકયમાં અંગ 'તે અર્થે ભગવાસી છે. તેમ જ " * C હિંદુ ’ એટલે અમુક પ્રદેશના નિવાસીએ એ અથ પણ છે. આગળ જતાં દેશાંતરમાં એ જ હિંદુ રાખ્ત વિશાળ અર્થમાં વ્યવહત થયા. મુસલમાન સિધુી આગળ વધી શરૂઆતમાં દરિયા કિનારે કિનારે અને પછી અંદરના ભાગમાં જેમ જેમ આગળ વધતા ગયા તેમ તેમ તેમણે એ હિંદુ શબ્દ બધા જ પ્રદેશ માટે વાપર્યાં અને આગળ જતાં અરખી-ફારસી સાહિત્યમાં હિંદુના વિશાળ અમાં ઉપયોગ થયા છે. આžવતની સીમા પણ હમેશાં એકસરખી નથી રહી. કયારેક અફધાનીસ્તાનમાં પણ આર્યો હતા. મુસલમાનોએ એ દેશના કબજો લીધે અને એ દેશ મુસ્લિમ થઈ ગયા; અને કાલની જ વાત છે કે જે સિધ્ ઉપરથી આપણે હિંદુ હોવાના દાવેા કરીએ છીએ તે સિંધુને પ્રદેશ પણ હવે હિંદુસ્તાનમાં નથી. આ વસ્તુ એ સૂચવે છે કે નામ એ જ રહે છે, પણ એની અર્થ મર્યાદા વધે અને ધરે છે. ‘હિંદુ' શબ્દથી કે પૂમાં આસામ અને ઉત્તરમાં હિમાલય તેમ જ દક્ષિણમાં કન્યાકુમારી એ બધા પ્રદેશ સમજાય છે; તે હિંદુસ્તાન પણ કહેવાય છે. આ પ્રદેશમાં જે ઋષિ અને ધમ પ્રવત ક થયા, તેમણે જે શાસ્ત્રો લખ્યાં કે વિચાર્યાં, જે તીર્થી બધાયાં, તે બધાંને એક શબ્દમાં કહેવાં હોય તા ‘હિંદુ ધર્મ ’ શબ્દથી જ કહી શકાય. હા, એ માટે બીજો પ્રાચીન શબ્દ છે અને તે છે આ ધર્મ એ શબ્દ, હિંદુ ધર્મને અનુસરનારી સેફડા જાતિ હતી અને છે. તેના પેટા ભેદો પણ તેટલા જ છે. તે બધા ભલે પેાતાને જુદા જુદા નામથી ઓળખાવે; તેમ છતાં તે બધા જ મૂળે એક હિંદુ ધર્મના વર્તુળમાં આવે છે. અંદાઅંદર તેમના આચાર કે વિચાર ગમે તેટલા ક્ટાતા હોય તેમ છતાં તેમની Page #3 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬] દર્શન અને ચિંતન અંદર એક અખંડ સંવાદિતાને મૂર છે. તે સૂર તેમને ખ્રિસ્તી, ઈસ્લામ અને જરાસ્તી ધર્મથી જુદા પાડે છે. આ જ કારણે જ્યારે આપણે હિંદુ ધર્મ કહીએ છીએ ત્યારે હિંદુસ્તાનમાં જ અત્યારે લાંબા કાળથી રહેલા ખ્રિસ્તી, ઈસ્લામ કે જરથોસ્તી ધર્મને જુદા સમજીએ છીએ. આ દેશની અનેક જાતિઓ ખ્રિસ્તી થઈ. મુસલમાન થઈ, પણ તેમનું મુખ આર્યાવર્તાને તીર્થ માનવા તરફ કે આર્ય ઋષિઓ અને શાસ્ત્રોને સત્કારવા તરફ છે જ નહિ. તે જ કારણે બધા હિંદુધર્મીઓ ખ્રિસ્તી ધર્મ અને ઈસ્લામ ધર્મથી ભડકે છે અને ખ્રિસ્તી, ધર્મ તેમ જ ઈસ્લામ ધર્મ પણ હિંદુ ધર્મને ભક્ષ્ય લેખે છે. આ કારણથી આમની વચ્ચે સર્ષ-નકુળ જેવું સ્વાભાવિક વેરનું માનસ ઘડાયેલું છે. હવે સમાજની દૃષ્ટિએ વિચાર કરીએ. સમાજ અને ધર્મની મર્યાદા ક્યાંથી જુદી પડે છે એ એક પ્રશ્ન છે. મને લાગે છે કે જે જે આચાર અને વિચાર માત્ર અહિક જીવનમાં સમાતે હેય તે બધો સામાજિક વ્યવહારની મર્યાદામાં ગણાવી શકાય, અને જે આચાર કે વિચાર ઐહિક તેમ જ પારલૌકિક હિતની દૃષ્ટિએ પ્રચલિત થયો હોય કે પળાતે હોય તે બધે ધાર્મિક મર્યાદામાં આવે જોઈએ. સામાજિક વ્યવહારમાં જૈન સમાજને વૈદિક અને બૌદ્ધ સમાજ સાથે હંમેશાં નિકટને સંબધ રહ્યો છે; હજી પણ સાવ તૂટયો નથી. સામાજિક કાયદાઓ અને વારસાહક કાંઈ જૈન સમાજના જુદા નથી. જૈન ધર્મના કેઈ પણ પ્રવર્તકે પિતાને અનુસરનાર સમાજ માટે કોઈ પણ જાતના સામાજિક નિયમે ધડ્યા જ નથી. વ્યવહારમાં જેમ બીજા પડોશીઓ રહેતા અને કરતા તેમ પિતાના અનુયાયીઓ ફાવે તેમ કરી લે એ જ ધર્મપ્રવર્તકોની દષ્ટિ હતી. તેમણે ધાર્મિક આચાર-વિચાર પૂરતું પિતાનું સ્વતંત્ર દૃષ્ટિબિંદ સાચવવા અને સમજાવવા પ્રયત્ન કર્યો છે. પાછલી થોડીક શતાબ્દી માં પંથની ધર્મ દષ્ટિએ જૈન પરંપરા માટે સામાજિક વિધાને સૂચવતા કેટલાક ગ્રંથ રચાયા છે, પણ વ્યવહારમાં તે વિધાનો અમલ ખરી રીતે છે જ નહિ. ખાનપાન, લગ્ન, વારસાહક એ બધું બીજા હિંદુઓથી જૈનોનું કાંઈ જુદું નથી, અને કોઈ સહેજ ભેદ બતાવે છે તે આગતું, અને પાછળ છે. ધર્મની બાબતમાં જ્યાં સુધી સામાન્ય લેકધર્મ અને નીતિધર્મને સંબંધ છે ત્યાં સુધી બધા જ સરખા છે. જ્યાંથી સાંપ્રદાયિક આચાર-વિચાર શરૂ થાય છે ત્યાંથી જ જુદાપણું શરૂ થાય છે. પણ આવું જુદાપણું તે જૈન જૈનમાં ક્યાં નથી ? દિક પરંપરાઓમાં આવી જુદાઈને ક્યાં અંત છે ? તેથી મારી દષ્ટિએ હિંદુ ધર્મનો વિશાળ અર્થ સમજવા અને સમજાવવાનો આગ્રહ સેવ અને સાથે સાથે હિંદુ ધર્મના જ એક ભાગ લેખે જૈન ધર્મને ગણવે Page #4 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ જૈન સમાજ: હિંદુ ધર્મહિંદુ સમાજ [૧૧૭ એ જ સાચા રસ્તા છે. જો જૈન ધર્મ હિંદુ ધમતા એક ભાગ છે તો પછી જૈન સમાજ હિંદુ સમાજથી જુદ્દો નથી જ, એ ઉપરનું વિધાન ફરીથી કરવાપણ રહેતું નથી. પહેલાં કયારેય બીજા હિંદુએ જૈતાને અહિંદુ કથા હોય તો તે હું નથી જાણતા, અને જૈનાએ પણ પોતાને અહિંદુ તરીકે પ્રથમ ગણાવ્યા હોય તો એ વાત પણ અજ્ઞાત છે. અત્યારે હિંદુ સમાજ અને હિંદુ ધર્મથી જુદા રહેવાની ભાવના દેખાય છે તે નવી જ છે અને તેનું મૂળ કેટલાક નવા ધડાતા કાર્યદાને લીધે પોતાની ચાલુ રૂઢિઓ પર તરાપ પડવાના ભયમાં રહેલું છે. માની લઈ એ કે જૈનો પેાતાને જુદા ગણાવવાને આગ્રહ રાખે અને પોતાને અનિષ્ટ હાય એવા કાયદાના ફેરફારોથી બચી જાય, તાપણુ લાંબી નજરે આ વસ્તુ જૈનેાના પાતાના જ ગેરલાભમાં છે. નવા કાલ્પનિક લાભ માટે તેમણે અનેક સ્થાયી લાભ ગુમાવવા પડશે અને તે એવી એક લઘુમતી થઈ જશે કે જેને હમેશા આશિયાળા રહેવું પડશે. હવે કાંઈ પરરાજ્યના અમલ નથી કે જે લઘુમતીને પ ́પાળે અને વિશેષ અધિકાર આપે. હું પાતે રૂપરના વિચાર ધરાવતા હોવા છતાં હિંદુ મહાસભાના સભ્યપ૬ની કાઈ પણ જૈન ઇચ્છા રાખે અગર તેના સભ્ય અને એની સાવ વિરુદ્ધ ત્યું. એનું કારણ એ છે કે હિંદુ મહાસભાના મૂળમાં જાતિની ઊંચનીચ ભાવના જ રાજકારણના રૂપમાં કામ કરી રહી છે. હિંદુ મહાસભાના જય એટલે બ્રાહ્મણના જય, એટલે વણુ ભેદ તેમ જ ઊંચનીચ ભાવનાને જય અને છેવટે બ્રાહ્મણના સત્તાશાહી ગુરુપદને જય. આ વસ્તુ મૂળે જ શ્રમણ ભાવનાથી અને જૈન ભાવનાથી સાવ વિરુદ્ધ છે; અત્યારની વિકસતી માનવતાની દૃષ્ટિએ પણ વિરુદ્ધ છે. એટલે હું જ્યારે જૈનોને હિંદુ માનવા-મનાવવાની વાત કરું છું ત્યારે હિંદુ મહાસભા સાથે કરશે! જ સબંધ ન રાખવા પણ કહું છું. પ્રસંગે એક વાત યાદ આવે છે; હિંદુ યુનિવર્સિટીની હિલચાલ શરૂ થઈ અને બધા જ હિંદુ ધર્મી હિંદુ યુનિવર્સિટીમાં પ્રતિનિધિત્વ ધરાવે એ વિચાર આગળ આવ્યા ત્યારે જેને, શીખો અને બૌદ્દો કાઈ પાછળ ન રહ્યા. બધાએ જ પોતાને હિંદુ માની હિંદુ સમાજના એક ભાગ લેખે એ હિલચાલને વધાવી લીધી. હવે જ્યારે જ્યારે હિંદુ ધર્મ કે હિંદુ સમાજને કાઈ પણ જાતની મદદ યા કોઈ પણ જાતના કાયદાના લાભ સરકાર આપશે ત્યારે સહેજે જ જૈને એના ભાગીદાર થશે. એમને પછી માગણી ખુલ્લે ચોકી કરવાની જરૂર નહિ રહે. Page #5 -------------------------------------------------------------------------- ________________ 158 ]. દર્શન અને ચિંતન તેદુંલકર કમિટી સામે કેઈએ એ વિચાર રજૂ કર્યાનું મને ઝાંખું સ્મરણ છે કે જેને સમાજદષ્ટિએ હિંદુ સમાજથી જુદા નથી, પણ ધમંદષ્ટિએ હિંદુ ધર્મથી તેઓ જુદા છે. જે મારું સ્મરણ સાચું હોય તે આ પ્રસંગે મારે એ કહેવું જોઈએ કે તે કથન સાવ ખોટું છે. જૈન ધર્મ બીજા હિંદુ ધર્મથી એટલે બધે મૂળ રૂપમાં અભિન્ન છે કે એમ જ કહેવું જોઈએ કે ખરી રીતે જૈન ધર્મ હિંદુ ધર્મથી અભિન્ન છે. જૈન ધર્મનો મૂળ આધાર આત્મતત્ત્વની માન્યતા, મેક્ષરૂપ અંતિમ પુરુષાર્થ અને તેને લક્ષને ચાગાવલંબી જીવનચર્યા–આ જ છે. આ વસ્તુ હિંદુ ધર્મની બધી શાખાઓમાં લગભગ એક જેવી જ છે. જે કાંઈ પરિભાષાને, વર્ગીકરણ અને ક્યાંઈક ક્યાંઈક કલ્પનાને ભેદ છે તે તે જૈન ધર્મના અનેક ફિરકાઓ વચ્ચે પણ ક્યાં નથી ? એવા ભેદને લીધે એ ધર્મ બીજા ધર્મથી સાવ ભિન્ન છે એમ કહેવું એ ધર્મના રહસ્યને ન સમજવા બરાબર છે. જ્યારથી આવી ભેદદષ્ટિ પરંપરાઓમાં દાખલ થઈ ત્યારથી કેટલીક વિકૃતિઓ વારંવાર સમાજ સામે ઉપદેશકો દ્વારા રજૂ થાય છે અને સમાજ ગેરસમજની ઘરે માં વધારે ને વધારે ઘસડાતું જાય છે. તેથી એ નથી સમજી શકતો કે જે રામ અને કૃષ્ણ વૈદિક પુરાણ ધર્મના માન્ય દેવે છે તે જૈન પરંપરામાં શા માટે આવ્યા અને એ જ રીતે ઋષભદેવ જૈન પરંપરાના માન્ય છે તે પુરાણ-સાહિત્યમાં કેમ નિર્દેશાયેલા છે? ક્યારેક હરિભદ્ર અને યશોવિજયજી જેવા આ વસ્તુ પામી ગયા અને તેમણે પિતાના છેલ્લા સાહિત્યમાં આવી અભેદ ધર્મદષ્ટિને સ્પષ્ટ કરી છે. તેથી, ધર્મની દૃષ્ટિએ જૈન ધર્મ હિંદુ ધર્મથી જુદો છે એ વિચાર પણ વજૂદ વિનાને છે. –પ્રબુદ્ધ જૈન, 15-1-9.