________________
જૈન ધર્મ-જૈન સમાજ : હિંદુ ધર્મ-હિંદુ સમાજ
[ ૧૭ ]
હિંદુ સમાજ અને હિંદુ ધર્મ અને અર્થ “વૈદિક સમાજ અને વૈદિક ધર્મ” એ જે હોય તે જૈન સમાજ અને જૈન ધર્મ તેમાં સમાવેશ પામી શકે નહિ, પણ વસ્તુતઃ તેને એવો અર્થ છે જ નહિ. ટૂંકી દૃષ્ટિવાળા અને અણસમજી લેકે ભલે વ્યવહારમાં ક્યારેક ક્યારેક એ અર્થ માની લે અને તેથી જૈન લેકે એ અર્થથી ભઠ્ઠી પિતાને જુદા કહે, પણ તે કાંઈ વાસ્તવિક સ્થિતિ નથી. અણસમજ કે ભ્રમથી જે ધારણાઓ બંધાય છે કે પ્રચલિત થાય છે તેને આધારે વસ્તુસ્થિતિનું નિરૂપણ થઈ શકે નહિ. ત્યારે હિંદુ સમાજ અને હિંદુ ધર્મને ખરે, ઈતિહાસસિદ્ધ, પરંપરાપ્રાપ્ત છે અર્થ છે એ તપાસવું રહ્યું. હિંદુ સમાજને અર્થ એટલે જ છે કે હિંદુ ધર્મને અનુસરે તે હિંદુ સમાજ અને હિંદુ ધર્મ છે કે જેના સ્થાપક તેમ જ મૂળ પર આ દેશમાં–હિંદમાં થયા હોય, જેનાં અસલી તીર્થસ્થાને આ જ દેશમાં હોય અને જેનાં મૂળ શાસ્ત્રો તેમ જ પ્રમાણભૂત શાસ્ત્રો આ દેશની જાની કે પછીની કોઈ પણ સંસ્કૃત, પ્રાકૃત, પાલિ, દ્રવિડ આદિ ભાષાઓમાં લખાયાં તેમ જ વિચારાયાં હોય, અને તે જ કારણે જે ધર્મ અને ઉત ભાષાઓ પવિત્ર તેમ જ સર્વશ્રેષ્ઠ માનવાની ફરજ પડતી હોય. આ દષ્ટિએ જોતાં વૈદિક પરંપરાના બધા જ ધર્મો, તેમ જ અવૈદિક પરંપરાના એટલે કે શ્રમણ આદિ પરંપરાઓના બધા જ ધર્મો, જેના પ્રવર્તકે, તીર્થો અને શાસ્ત્રોનાં મૂળ આ દેશમાં જ છે તે બધા, હિંદુ ધર્મમાં જ આવી જાય છે. એટલે બૌદ્ધ અને જૈન ધર્મ પણ હિંદુ ધર્મને એક પેટા ભેદ છે, જેવી રીતે વૈદિક ધર્મ. આ જ કારણથી જ્યારે શ્રી. આનંદશંકર ધ્રુવે હિંદુ ધર્મની બાળથી લખી ત્યારે વૈદિક, બૌદ્ધ અને જૈન એ ત્રણ ધર્મો વિષે લખ્યું અને પછી હિંદુ વેદધર્મ એ નામનું સ્વતંત્ર પુસ્તક લખ્યું, જેમાં હિંદુ ધર્મની એક વેદ શાખાને લઈ ધર્મ નિરૂપ્યો. તેમને વિચાર આ પછી હિંદુ બદ્ધધર્મ અને હિંદુ જૈનધર્મ એવા બે સ્વતંત્ર પુસ્તક લખવાને હતો, જે અમલમાં આવી શક્યો નથી. યુવછની એ દષ્ટિ બહુ વિચારપૂત છે. એને જેટલ ઇતિહાસનો આધાર છે એટલે જ ધર્મની આંતરિક ને બાહ્ય બધી જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org