________________ 158 ]. દર્શન અને ચિંતન તેદુંલકર કમિટી સામે કેઈએ એ વિચાર રજૂ કર્યાનું મને ઝાંખું સ્મરણ છે કે જેને સમાજદષ્ટિએ હિંદુ સમાજથી જુદા નથી, પણ ધમંદષ્ટિએ હિંદુ ધર્મથી તેઓ જુદા છે. જે મારું સ્મરણ સાચું હોય તે આ પ્રસંગે મારે એ કહેવું જોઈએ કે તે કથન સાવ ખોટું છે. જૈન ધર્મ બીજા હિંદુ ધર્મથી એટલે બધે મૂળ રૂપમાં અભિન્ન છે કે એમ જ કહેવું જોઈએ કે ખરી રીતે જૈન ધર્મ હિંદુ ધર્મથી અભિન્ન છે. જૈન ધર્મનો મૂળ આધાર આત્મતત્ત્વની માન્યતા, મેક્ષરૂપ અંતિમ પુરુષાર્થ અને તેને લક્ષને ચાગાવલંબી જીવનચર્યા–આ જ છે. આ વસ્તુ હિંદુ ધર્મની બધી શાખાઓમાં લગભગ એક જેવી જ છે. જે કાંઈ પરિભાષાને, વર્ગીકરણ અને ક્યાંઈક ક્યાંઈક કલ્પનાને ભેદ છે તે તે જૈન ધર્મના અનેક ફિરકાઓ વચ્ચે પણ ક્યાં નથી ? એવા ભેદને લીધે એ ધર્મ બીજા ધર્મથી સાવ ભિન્ન છે એમ કહેવું એ ધર્મના રહસ્યને ન સમજવા બરાબર છે. જ્યારથી આવી ભેદદષ્ટિ પરંપરાઓમાં દાખલ થઈ ત્યારથી કેટલીક વિકૃતિઓ વારંવાર સમાજ સામે ઉપદેશકો દ્વારા રજૂ થાય છે અને સમાજ ગેરસમજની ઘરે માં વધારે ને વધારે ઘસડાતું જાય છે. તેથી એ નથી સમજી શકતો કે જે રામ અને કૃષ્ણ વૈદિક પુરાણ ધર્મના માન્ય દેવે છે તે જૈન પરંપરામાં શા માટે આવ્યા અને એ જ રીતે ઋષભદેવ જૈન પરંપરાના માન્ય છે તે પુરાણ-સાહિત્યમાં કેમ નિર્દેશાયેલા છે? ક્યારેક હરિભદ્ર અને યશોવિજયજી જેવા આ વસ્તુ પામી ગયા અને તેમણે પિતાના છેલ્લા સાહિત્યમાં આવી અભેદ ધર્મદષ્ટિને સ્પષ્ટ કરી છે. તેથી, ધર્મની દૃષ્ટિએ જૈન ધર્મ હિંદુ ધર્મથી જુદો છે એ વિચાર પણ વજૂદ વિનાને છે. –પ્રબુદ્ધ જૈન, 15-1-9. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org