Book Title: Jain Darshanma Shraddha Matigyan ane Kevalgyanni Vibhavana
Author(s): Nagin J Shah
Publisher: Bholabhai Jesingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 40
________________ જૈનદર્શનમાં મતિજ્ઞાન સ્પર્શાનુભવનું સામાન્ય પૃથક્કરણ કેટલાક એવા સામાન્ય ધર્મો જણાવે છે જે એક કરતાં વધારે વસ્તુઓમાં સંભવી શકે. આ વસ્તુઓ અનુભવના સંભવિત વિષયો તરીકે વિકલ્પરૂપે ઉપસ્થિત થાય છે. દોરડું અને સાપ વિકલ્પરૂપે ઉપસ્થિત થાય છે. દોરડું હશે કે સાપ? આમ ઇહા સંશય જેવી જણાય છે. પરંતુ ઈહામાં વિશેષનિશ્ચય ભણીની પ્રવણતા – ગતિ હોય છે. ઈહા પછી તેણે ઉપસ્થિત કરેલા વિકલ્પની પરીક્ષા કરી, સ્પર્શાનુભવનું વિશેષ પૃથક્કરણ કરી, તેને આધારે એક પછી એક વિકલ્પને દૂર કરતા જઈ (=અવાય) છેવટે એક જ વિકલ્પને નિર્ણય તરીકે સ્થાપવો તે અવાય. સાપ હોય તો એનો સ્પર્શ લીસો હોય, આ તો ખરબરાડો હતો. વળી, સાપ હોય તો સરક્યા વિના કે ફૂંફાડો માર્યા વિના રહે નહિ. માટે એ સાપનો સ્પર્શ નથી. આમ સાપનો વિકલ્પ દૂર કરી એ દોરડાનો જ સ્પર્શ છે, દોરડું અનુભવનો વિષય છે એ નિર્ણય ઉપર આવવું તે અવાય છે. પછી અવાયરૂપ નિશ્ચય કેટલાક સમય સુધી ચાલુ રહે છે, જેને ધારાવાહી પ્રત્યક્ષ પણ કહેવામાં આવે છે. પણ પછી ઇન્દ્રિયનો બીજા વિષય સાથે સકિર્ષ થતાં કે મન બીજા વિષયમાં ચાલ્યું જતાં તે નિશ્ચય લુપ્ત થઈ જાય છે પણ પોતાના સંસ્કાર મૂકતો જાય છે. આ સંસ્કાર ભવિષ્યમાં યોગ્ય નિમિત્ત મળતાં જાગ્રત થઈ પૂર્વે જે વિષય નિશ્ચિત અનુભવ્યો હતો તેનું મરણ કરાવે છે. આમ છેવટના નિશ્ચયનું એક ધારારૂપે કેટલોક કાળ ચાલુ રહેવું, આ નિશ્ચયે પાડેલા સંસ્કારનું ચિત્તમાં ટકી રહેવું, આ સંસ્કાર જાગવાથી સ્મરણ થવું – આ ત્રણે વ્યાપારોનો ધારણામાં સમાવેશ કરવામાં આવે છે. મતિજ્ઞાનના અવગ્રહાદિ ભેદોમાં અવ્યવસ્થા અને મનન ઉમાસ્વાતિ અનુસાર, આપણે જોયું તેમ, ઇન્દ્રિયપ્રત્યક્ષ એ એક જ ઈન્દ્રિયનિમિત્ત મતિજ્ઞાન છે, જ્યારે બાકીનાં મનોનિમિત્ત મતિજ્ઞાનો છે. ઉમાસ્વાતિ પાંચ બાલૅન્દ્રિયજન્ય પાંચ પ્રત્યક્ષોમાંથી દરેકના અવગ્રહ આદિ ચાર ભેદો માને છે, એટલે વીસ ભેદ થયા. આમ ઇન્દ્રિયનિમિત્ત મતિજ્ઞાનના વીસ ભેદ થયા. હવે જ સ્મૃતિ, પ્રત્યભિજ્ઞા, ચિન્તા અને અભિનિબોધ એ દરેકના અવગ્રહ આદિ ચાર ચાર ભેદો માનીએ તો બીજ સોળ ભેદો થાય. આમ મનોનિમિત્ત મતિજ્ઞાનોના બીજા સોળ ભેદ થાય. પરંતુ ઉમાસ્વાતિએ તો બીજા ચાર જ ભેદો માન્યા છે. અર્થાત તેમણે કુલ ૨+૪=૧૪ જ ભેદો માન્યા છે. એનો અર્થ એ થયો કે તેમણે મનોનિમિત્ત મતિજ્ઞાનોમાંથી કેવળ એકના જ અવગ્રહાદિ ચાર ભેદો માન્યા છે. આ એક મનોનિમિત્ત મતિજ્ઞાન ક્યું? જૈન ચિંતકો મૃતિ આદિ ચારમાંથી કોઈને પણ આ મનોનિમિત્ત મતિજ્ઞાન માનતા લાગતા નથી. તેમણે તો સુખાદિવિષયક મનોનિમિત્ત માનસ પ્રત્યક્ષરૂપ મનોનિમિત્ત મતિજ્ઞાનનાં અવગ્રહાદિ ચાર ભેદો માન્યા છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72