Book Title: Jain Darshan ma Kalni Vibhavana
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 3
________________ જેન દર્શનમાં કાળની વિભાવના ૧૪૩ આ પલ્યોપમના છ પ્રકાર શાસ્ત્રકારો બતાવે છે. ૧. ઉદ્ધાર પલ્યોપમ, ૨. અદ્ધા પલ્યોપમ, ૩. ક્ષેત્ર પલ્યોપમ. આ ત્રણેના સૂક્ષ્મ અને બાદર એમ બે ભેદ છે. એ રીતે કુલ છ ભેદ પલ્યોપમના આ પ્રમાણે થાય છે : સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ, બાદર ઉદ્ધાર પલ્યોપમ, સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમ, બાદર અદ્ધા પલ્યોપમ, સૂમ ક્ષેત્ર પલ્યોપમ ને બાદર ક્ષેત્ર પલ્યોપમ. આ બધા પારિભાષિક પ્રકારો છે. અહીં સો વરસે વાળનો એક ટુકડો કાઢવાનું જે દૃષ્ટાન્ન આપ્યું છે તે સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમનું છે. સાગરોપમ એટલે સાગરની ઉપમા અપાય એવું. હવે પલ્ય એટલે કે કૂવાને બદલે સાગર જેટલા વિશાળ ખાડામાં વાળના ટુકડા એ જ પ્રમાણે ભરવામાં આવ્યા પછી એ જ પ્રમાણે ખાલી કરવામાં આવે તો તેને સાગરોપમ કાળ કહેવામાં આવે છે. સાગરોપમના પણ છ ભેદ છે. ૧ ઉદ્ધાર સાગરોપમ, ૨. અદ્ધા સાગરોપમ અને ૩, ક્ષેત્ર સાગરોપમ. આ ત્રણેના સૂક્ષ્મ અને બાદર એમ બે ભેદ છે. એ રીતે સાગરોપમના કુલ છ ભેદ થાય છે. અહીં દૃષ્ટાન્તમાં સૂક્ષ્મ અદ્ધા સાગરોપમ સમજવાનું છે. દસ કોડાકોડી સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમ બરાબર એક સૂક્ષ્મ અદ્ધા સાગરોપમ. (કોડાકોડી એટલે કરોડ ગુણ્યા કરોડ). મનુષ્યજીવનમાં કાલની ગણના અત્યંત પ્રાચીન કાળથી થતી આવી છે. સૂર્ય-ચંદ્રના ઉદયાસ્ત અનુસાર, ગ્રહોનક્ષત્રોની સ્થિતિ-ગતિ અનુસાર, મનુષ્યના પડછાયા અનુસાર, સમુદ્રનાં ભરતીઓટ અનુસાર માણસે કાલની ગણતરી કેવી રીતે કરવી એની વિવિધ પદ્ધતિઓ શોધીને વિકસાવી છે. પાશ્ચાત્ય જગતમાં ઘડિયાળની શોધ થયા પછી મિનિટ અને સેકન્ડના માપની ચોક્કસાઈ આવી અને વર્તમાન સમયમાં ઇલેક્ટ્રોનિક્સની શોધ પછી અને સમયમાપક યંત્રોના વિકાસ પછી સેકન્ડનાં પણ વિભાજનો કેવી રીતે થાય તેનાં સાધનો પ્રાપ્ત થવા લાગ્યાં છે. પ્રાચીન કાળમાં પાશ્ચાત્ય જગતમાં મુખ્યત્વે સૂર્યની ગતિના આધારે કાળગણના થવા લાગી હતી. ભારતમાં કાળની ગણના સૂર્ય ઉપરાંત ચંદ્ર અને નક્ષત્રોની ગતિને આધારે થઈ છે. પાશ્ચાત્ય જગતમાં વર્ષમાં ઘણાં દિવસ-રાત્રિ આકાશ વાદળાંઓથી ઘેરાયેલું રહેલું હોવાથી ચંદ્ર નક્ષત્રો – ગ્રહોના દર્શનઅવલોકનમાં એટલી સરળતા રહેતી નહીં. એટલે ચંદ્રને બદલે સૂર્યની ગતિનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9