Book Title: Jain Darshan ma Kalni Vibhavana Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 1
________________ જૈન દર્શનમાં કાળની વિભાવના છેલ્લા થોડાક દાયકામાં ભૌતિક વિજ્ઞાને આશ્ચર્યજનક પ્રતિ કરી છે. અણુવિજ્ઞાન, વીજાણુવિજ્ઞાન (Electronics), અવકાશવિજ્ઞાન ઇત્યાદિ વિવિધ વિજ્ઞાન-શાખાઓએ માનવજાતને હેરત પમાડે એવી ગજબની શોધો કરીને સિદ્ધિઓ મેળવી છે. એમાં કાળમાપક સાધનો પણ ઘણી જાતનાં વિકસ્યાં છે. સ્ટોપવોચ, કાઉન્ટર વગેરેની મદદ વડે સુનિશ્ચિત આંકડાઓ પ્રાપ્ત થાય છે. એક મિનિટમાં પચીસેક હજાર આંટા ફરે એવાં સાધનો વપરાશમાં આવી ગયાં છે. એમાં જ્યારે કાંટો ફરતો હોય અથવા આંકડાઓ બદલાતા હોય ત્યારે તે એટલી બધી ઝડપથી ફરતા રહે છે કે આપણને કશું ફરતું દેખાય જ નહીં. એક સેકન્ડનું એવું સૂક્ષ્મ વિભાજન થાય છે કે આપણી નજરમાં તે આવતું નથી. બીજી બાજુ રોકેટમાં અવકાશ-યાત્રાએ નીકળી પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરનાર વૈજ્ઞાનિકો કહે છે કે અવકાશમાં દિવસ છે કે રાત એની ખબર પડતી નથી. ત્યાં કાળ જાણે સ્થગિત થયો હોય એમ અનુભવાય છે. માત્ર ઘડિયાળના આધારે ખબર પડે છે કે કઈ તારીખ છે અને પોતે કેટલા દિવસથી પૃથ્વીની બહાર છે. વર્તમાન વૈજ્ઞાનિક જગતને કાળ વિશે થતા આવા વિલક્ષણ અનુભવોમાં સત્ય રહેલું છે. કેટલાક વૈજ્ઞાનિકો હવે એમ માનવા લાગ્યા છે કે વિશ્વમાં કાળ જેવું કશું છે જ નહીં. આ બધું સાપેક્ષ છે. આજના વિજ્ઞાને કાળ વિશે જે વાતો કરી છે તેવી વાતો જૈન દર્શને હજારો વર્ષ પહેલાં કહી છે. કાળ વિશેનું ચિંતન જૈન ધર્મમાં જેટલી સૂક્ષ્મ રીતે અને સવિગત થયું છે તેટલું જગતના અન્ય કોઈ ધર્મમાં કે દર્શનમાં થયેલું જોવા મળતું નથી. કાળની સૂક્ષ્મ, સૂક્ષ્મતર કે સૂક્ષ્મતમ વિભાવના જેમ એમાં કરવામાં આવી છે તેમ કાળની વિરાટ પરિકલ્પના પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9