Page #1
--------------------------------------------------------------------------
________________
જૈન દર્શનમાં કાળની વિભાવના
છેલ્લા થોડાક દાયકામાં ભૌતિક વિજ્ઞાને આશ્ચર્યજનક પ્રતિ કરી છે. અણુવિજ્ઞાન, વીજાણુવિજ્ઞાન (Electronics), અવકાશવિજ્ઞાન ઇત્યાદિ વિવિધ વિજ્ઞાન-શાખાઓએ માનવજાતને હેરત પમાડે એવી ગજબની શોધો કરીને સિદ્ધિઓ મેળવી છે. એમાં કાળમાપક સાધનો પણ ઘણી જાતનાં વિકસ્યાં છે. સ્ટોપવોચ, કાઉન્ટર વગેરેની મદદ વડે સુનિશ્ચિત આંકડાઓ પ્રાપ્ત થાય છે. એક મિનિટમાં પચીસેક હજાર આંટા ફરે એવાં સાધનો વપરાશમાં આવી ગયાં છે. એમાં જ્યારે કાંટો ફરતો હોય અથવા આંકડાઓ બદલાતા હોય ત્યારે તે એટલી બધી ઝડપથી ફરતા રહે છે કે આપણને કશું ફરતું દેખાય જ નહીં. એક સેકન્ડનું એવું સૂક્ષ્મ વિભાજન થાય છે કે આપણી નજરમાં તે આવતું નથી. બીજી બાજુ રોકેટમાં અવકાશ-યાત્રાએ નીકળી પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરનાર વૈજ્ઞાનિકો કહે છે કે અવકાશમાં દિવસ છે કે રાત એની ખબર પડતી નથી. ત્યાં કાળ જાણે સ્થગિત થયો હોય એમ અનુભવાય છે. માત્ર ઘડિયાળના આધારે ખબર પડે છે કે કઈ તારીખ છે અને પોતે કેટલા દિવસથી પૃથ્વીની બહાર છે.
વર્તમાન વૈજ્ઞાનિક જગતને કાળ વિશે થતા આવા વિલક્ષણ અનુભવોમાં સત્ય રહેલું છે. કેટલાક વૈજ્ઞાનિકો હવે એમ માનવા લાગ્યા છે કે વિશ્વમાં કાળ જેવું કશું છે જ નહીં. આ બધું સાપેક્ષ છે. આજના વિજ્ઞાને કાળ વિશે જે વાતો કરી છે તેવી વાતો જૈન દર્શને હજારો વર્ષ પહેલાં કહી છે. કાળ વિશેનું ચિંતન જૈન ધર્મમાં જેટલી સૂક્ષ્મ રીતે અને સવિગત થયું છે તેટલું જગતના અન્ય કોઈ ધર્મમાં કે દર્શનમાં થયેલું જોવા મળતું નથી. કાળની સૂક્ષ્મ, સૂક્ષ્મતર કે સૂક્ષ્મતમ વિભાવના જેમ એમાં કરવામાં આવી છે તેમ કાળની વિરાટ પરિકલ્પના પણ
Page #2
--------------------------------------------------------------------------
________________
૧૪૨
જિનતત્ત્વ એમાં જ જોવા મળે છે. એક બાજુ જેમ એમાં સૂક્ષ્મ ક્ષણ એટલે કે “સમય'ની વિચારણા થયેલી છે તેમ બીજી બાજુ પલ્યોપમ, સાગરોપમ અને પુદ્ગલ પરાવર્તન જેવી અંતિમ કોટિની અદ્દભુત વિચારણા પણ થયેલી છે. જૈન દર્શનમાં “સમય” એક પારિભાષિક શબ્દ છે. જૈન દર્શન પ્રમાણે “સમય” એ કાળનું સૂક્ષ્મતમ અવિભાજ્ય અંગ (Smallest Unit) છે. આંખના એક પલકારામાં – નિમિષ માત્રમાં અસંખ્યાત સમય વીતી જાય છે. આ સમયને સર્વજ્ઞ ભગવાન જ જાણી શકે છે.
સમયનો ખ્યાલ આપવા માટે શાસ્ત્રકારો બે દૃષ્ટાન્ત આપે છે. એક ફૂલની પાંદડીઓનું અને બીજું જીર્ણ વસ્ત્ર ફાડવાનું. ધારો કે કોઈ પોયણીની કે અન્ય કોઈ પુષ્પની સો, બસો કે હજારથી વધુ પાંદડીઓ એકસાથે ઉપરાઉપરી ગોઠવવામાં આવે અને પછી કોઈ બળવાન માણસો સોય કે ભાલા જેવી તીણ અણી વડે એક જ ઝાટકે તેને આરપાર ભેદી નાખે તો એ અણી કોઈ પણ એક પાંદડીમાંથી નીકળી બીજી પાંદડીમાં પ્રવેશવા જાય તો તેને તેમાં કેટલો કાળ લાગે ? એટલો કાળ ‘સમય’નો ખ્યાલ આપી શકે. અથવા કોઈ એક યુવાન માણસ એક જીર્ણ વસ્ત્રને એક ઝાટકે ફાડી નાખે, તો ક્ષણ માત્રમાં ફાટેલા એ વસ્ત્રમાં રહેલા હજાર-બે હજા૨ તાંતણામાંથી કોઈપણ એક તાંતણો ફાટ્યા પછી બીજો તાંતણો ફાટે જેમાં જે વખત લાગે તે “સમયનો ખ્યાલ આપી શકે. વસ્તુત: સમય એથી પણ વધુ સૂક્ષ્મ છે. એટલે જ આંખના પલકારામાં અસંખ્યાત “સમય” પસાર થઈ જાય છે.
કાળના એક છેડે ‘સમય' છે તો બીજે છેડે પલ્યોપમ, સાગરોપમ, પુદ્ગલપરાવર્તન ઇત્યાદિ છે, પલ્યોપમ એટલે જેને પલ્યની ઉપમા આપી શકાય છે. પલ્ય એટલે ખાડો અથવા કૂવો. ચાર ગાઉ લાંબો, એટલો જ પહોળો અને એટલો જ ઊંડો એક ગોળાકાર વિરાટ કૂવો કરવામાં આવે અને તેમાં યુગલીઆના કોમલ વાળના અગ્ર ભાગના ટુકડા એવી રીતે ઠાંસી ઠાંસીને ભરવામાં આવે કે જેથી જરા પણ ખાલી જગ્યા રહે નહીં. એના ઉપરથી પાણીનો ધોધ વહી જાય તો પણ એક ટીપું અંદર ઊતરે નહીં અને ચક્રવર્તીની સેના એના ઉપરથી ચાલી જાય તો પણ જે પલ્ય જરા પણ દબાય નહીં કે નમે નહીં. હવે એ પલ્યમાંના રહેલા અસંખ્યાત વાળના ટુકડાઓમાંથી દર સો વરસે એક ટુકડો બહાર કાઢવામાં આવે અને એ રીતે આખો કુવો ખાલી થતાં જેટલો વખત લાગે તે વખત બરાબર એક પલ્યોપમ કહેવાય છે.
Page #3
--------------------------------------------------------------------------
________________
જેન દર્શનમાં કાળની વિભાવના
૧૪૩ આ પલ્યોપમના છ પ્રકાર શાસ્ત્રકારો બતાવે છે. ૧. ઉદ્ધાર પલ્યોપમ, ૨. અદ્ધા પલ્યોપમ, ૩. ક્ષેત્ર પલ્યોપમ. આ ત્રણેના સૂક્ષ્મ અને બાદર એમ બે ભેદ છે. એ રીતે કુલ છ ભેદ પલ્યોપમના આ પ્રમાણે થાય છે : સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ, બાદર ઉદ્ધાર પલ્યોપમ, સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમ, બાદર અદ્ધા પલ્યોપમ, સૂમ ક્ષેત્ર પલ્યોપમ ને બાદર ક્ષેત્ર પલ્યોપમ. આ બધા પારિભાષિક પ્રકારો છે. અહીં સો વરસે વાળનો એક ટુકડો કાઢવાનું જે દૃષ્ટાન્ન આપ્યું છે તે સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમનું છે.
સાગરોપમ એટલે સાગરની ઉપમા અપાય એવું. હવે પલ્ય એટલે કે કૂવાને બદલે સાગર જેટલા વિશાળ ખાડામાં વાળના ટુકડા એ જ પ્રમાણે ભરવામાં આવ્યા પછી એ જ પ્રમાણે ખાલી કરવામાં આવે તો તેને સાગરોપમ કાળ કહેવામાં આવે છે.
સાગરોપમના પણ છ ભેદ છે. ૧ ઉદ્ધાર સાગરોપમ, ૨. અદ્ધા સાગરોપમ અને ૩, ક્ષેત્ર સાગરોપમ. આ ત્રણેના સૂક્ષ્મ અને બાદર એમ બે ભેદ છે. એ રીતે સાગરોપમના કુલ છ ભેદ થાય છે. અહીં દૃષ્ટાન્તમાં સૂક્ષ્મ અદ્ધા સાગરોપમ સમજવાનું છે.
દસ કોડાકોડી સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમ બરાબર એક સૂક્ષ્મ અદ્ધા સાગરોપમ. (કોડાકોડી એટલે કરોડ ગુણ્યા કરોડ).
મનુષ્યજીવનમાં કાલની ગણના અત્યંત પ્રાચીન કાળથી થતી આવી છે. સૂર્ય-ચંદ્રના ઉદયાસ્ત અનુસાર, ગ્રહોનક્ષત્રોની સ્થિતિ-ગતિ અનુસાર, મનુષ્યના પડછાયા અનુસાર, સમુદ્રનાં ભરતીઓટ અનુસાર માણસે કાલની ગણતરી કેવી રીતે કરવી એની વિવિધ પદ્ધતિઓ શોધીને વિકસાવી છે. પાશ્ચાત્ય જગતમાં ઘડિયાળની શોધ થયા પછી મિનિટ અને સેકન્ડના માપની ચોક્કસાઈ આવી અને વર્તમાન સમયમાં ઇલેક્ટ્રોનિક્સની શોધ પછી અને સમયમાપક યંત્રોના વિકાસ પછી સેકન્ડનાં પણ વિભાજનો કેવી રીતે થાય તેનાં સાધનો પ્રાપ્ત થવા લાગ્યાં છે.
પ્રાચીન કાળમાં પાશ્ચાત્ય જગતમાં મુખ્યત્વે સૂર્યની ગતિના આધારે કાળગણના થવા લાગી હતી. ભારતમાં કાળની ગણના સૂર્ય ઉપરાંત ચંદ્ર અને નક્ષત્રોની ગતિને આધારે થઈ છે. પાશ્ચાત્ય જગતમાં વર્ષમાં ઘણાં દિવસ-રાત્રિ આકાશ વાદળાંઓથી ઘેરાયેલું રહેલું હોવાથી ચંદ્ર નક્ષત્રો – ગ્રહોના દર્શનઅવલોકનમાં એટલી સરળતા રહેતી નહીં. એટલે ચંદ્રને બદલે સૂર્યની ગતિનો
Page #4
--------------------------------------------------------------------------
________________
૧૪૪
જિનતત્વ આધાર લેવાનું આ પણ એક કારણ હોય. બીજી બાજુ ઋતુચક્રો જે રીતે ચાલે છે તેની સાથે સૂર્યચંદ્રની ગતિનો મેળ બેસાડવો હોય તો નજીવી વધઘટ કરવી અનિવાર્ય બની ગઈ. એથી જ પાશ્ચાત્ય કેલેન્ડરમાં વર્ષના ૩૬૫ દિવસ ઉપરાંત ચાર વર્ષે ફેબ્રુઆરીના ૨૯ દિવસ કરવા પડે છે. ગ્રીનીચની ઘડિયાળમાં અમુક વર્ષે બે સેકન્ડનો ફરક કરવો પડે છે. તેવી જ રીતે ભારતીય પંચાગોમાં તિથિનાં વૃદ્ધિક્ષય અને અધિક માસની વ્યવસ્થા કરવી પડી છે.
જૈન દર્શન પ્રમાણે કાળનું કોષ્ટક તૈયાર કરવામાં આવ્યું છે. એ પ્રમાણે નવ “સમય' બરાબર એક જઘન્ય (નાનામાં નાનું) અંતર્મુહૂર્ત. અસંખ્યાતા (જઘન્ય અસંખ્યાતા) સમય બરાબર એક આવલિકા. ૨૨૨૩ પૂણક ૧૨૨૯ ૩૭૭૯ આવલિકા બરાબર એક ઉચ્છવાસ. ૪૪૪૬ પૂર્ણાક ૨૪૫૮/૩૭૭૩ આવલિકા બરાબર એક શ્વાસ અને ઉચ્છવાસ, એટલે કે એક પ્રાણ. ૭ પ્રાણ. બરાબર એક સ્તોક, સાત સ્તોક બરાબર એક લવ. ૩૮ી લવ બરાબર એક ઘડી (એ બરાબર આજની ૨૪ મિનિટ). બે ઘડી બરાબર એક મુહૂર્ત, એટલે કે ૪૮ મિનિટ. (એક સામાયિકનો કાળ.) મુહૂર્તમાં એક “સમય” ઓછો હોય તો એ ઉત્કૃષ્ટ અન્તર્મુહૂત ગણાય,
આવલિકાની બીજી રીતે ગણતરી ગણતાં ૨૫૭ આવલિકા બરાબર એક ક્ષુલ્લક ભવ. (અર્થાતુ નાનામાં નાનું આયુષ્ય – Smallest life existence). આ આયુષ્ય નિગોદના જીવોનું હોય છે. એક શ્વાસોચ્છવાસ એટલે કે પ્રાણ જેટલા કાળમાં નિગોદના જીવોના ૧૭ પૂર્ણાક ૧૩૯૫૩૭૭૩ એટલે લગભગ સાડા સત્તર ક્ષુલ્લક ભવ થાય).
૩૦ મુહૂર્ત બરાબર એક અહોરાત્ર (૨૪ કલાક), ૧૫ અહોરાત્ર બરાબર એક પક્ષ, બે પક્ષ બરાબર એક માસ. બે માસ બરાબર એક સ્ત, ત્રણ ત્રત બરાબર એક અયન (છ મહિના) અને બે અયન બરાબર એક વરસ.
૮૪ લાખ વર્ષ બરાબર એક પૂર્વગ અને ૮૪ પૂર્વાગ બરાબર એક પૂર્વ. ૮૪ લાખ પૂર્વ બરાબર એક ત્રુટિતાંગ, ૮૪ લાખ ત્રુટિતાંગ બરાબર એક ત્રુટિત. આમ અનુક્રમે પ્રત્યેકને ૮૪ લાખથી ગણતાં જવાથી ત્રુટિત, અડડાંગ, અડડ, અવવાંગ, અવવ, દુહુકાંગ, હુડુક, ઉત્પલાંગ, ઉત્પલ, પધાંગ, પબ, નલિનાંગ, નલિન, અર્થનિપૂરાંગ, અર્થનિપૂર, અયુતાંગ, અયુત, પ્રયુતાંગ, પ્રયુત, નયુતાંગ, નયુત, ચૂલિકાંગ, ચૂલિકા અને શીર્ષપ્રહેલિકાંગ તથા શીર્ષપ્રહેલિકા સુધી પહોચી શકાય છે. ત્યાં સુધીનાં સંખ્યાતા વર્ષ ગણાય છે.
Page #5
--------------------------------------------------------------------------
________________
જૈન દર્શનમાં કાળની વિભાવના
૧૪૫ ત્રુટિતાંગની સંખ્યાને ૮૪ લાખ વડે ઉત્તરોત્તર ૨૫ લાખ ગુણીએ તો શીર્ષપ્રહેલિકાની સંખ્યા આવે. એ આંકડો કેટલો આવે તે ચોક્કસાઈપૂર્વક જૈન શાસ્ત્રગ્રંથોમાં – ક્ષેત્રસમાસ, પ્રવચન સારોદ્ધાર, બૃહત્સંગ્રહણી, લોકપ્રકાશ ઇત્યાદિ ગ્રંથોમાં આપવામાં આવ્યો છે.
શીર્ષપ્રહેલિકા સુધીનો કાળ તે સંખ્યાના વર્ષનો છે. એ પછી એથી વધુ કાળના અસંખ્યાતા વર્ષ ગણાય છે. આવાં અસંખ્યાતા વર્ષનો એક પલ્યોપમ કાળ ગણાય છે. દસ કોડાકોડી પલ્યોપમ બરાબર એક સાગરોપમ કાળ ગણાય છે. દસ કોડાકોડી સાગરોપમ બરાબર એક ઉત્સર્પિણી અથવા એક અવસર્પિણી. વીસ સાગરોપમ બરાબર એક ઉત્સર્પિણી અને એક અવસર્પિણીનું એક કાલચક્ર. (સવાર્થસિદ્ધ વિમાનના દેવનું અથવા સાતમી નરકના જીવનું આયુષ્ય તેત્રીસ સાગરોપમનું હોય છે.)
અનંત કાળચક બરાબર એક પગલપરાવર્તન થાય છે.
અવસર્પિણી અને ઉત્સર્પિણીના પ્રત્યેકના છ આરા છે. અવસર્પિણીના સુષમાસુષમા નામનો પહેલો આરો ચાર કોડાકોડી સાગરોપમનો હોય છે. બીજો સુષમા નામનો આરો ત્રણ કોડાકોડી સાગરોપમનો, ત્રીજો સુષમાદુષમા નામનો આરો બે કોડાકોડી સાગરોપમનો, ચોથો દુષમાસુષમા નામનો આરો એક કોડાકોડી સાગરોપમમાં બેતાલીસ હજાર વર્ષ ઓછાં એટલા કાળનો હોય છે. પાંચમો દુષમા નામનો આર જે હાલ ચાલી રહ્યો છે તે એકવીસ હજાર વર્ષનો છે. અને છઠ્ઠો દુષમાદુષમા નામનો આરો પણ એકવીસ હજાર વર્ષનો છે.
ઉત્સર્પિણીમાં આનાથી ઊલટો ક્રમ હોય છે. એમાં પહેલો આરો દુષમાદુષમા, બીજો આરો દુષમા, ત્રીજો આરો દુષમાસુષમા, ચોથો આરો સુષમાદુષમા, પાંચમો આરો સુષમા અને છઠ્ઠો આરો સુષમાસુષમા છે. દરેક આરાનો કાળ તેના નામ પ્રમાણે હોય છે. આમ દસ કોડાકોડી સાગરોપમની અવસર્પિણી અને દસ કોડાકોડી સાગરોપમની ઉત્સર્પિણી એમ મળીને વીસ કોડાકોડી સાગરોપમનું એક કાલચક્ર થાય છે.
પુદ્ગલપરાવર્તનના આઠ ભેદ છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ ચાર ભેદ અને તે દરેકના સૂક્ષ્મ અને બાદર એવા બે ભેદ. એમ બધાં મળી આઠ ભેદે પુદ્ગલ-પરાવર્તન થાય છે. એનો આખો જુદો વિષય છે.
જૈન દર્શનમાં આવી રીતે ગણતરી કરવામાં આવેલા કાળને વ્યવહારમાળ તરીકે ઓળખવામાં આવે છે. એ મનુષ્યલોકમાં હોય છે.
Page #6
--------------------------------------------------------------------------
________________
૧૪૬
જિનતત્વ વાસ્તવિક જીવનમાં મિનિટ-કલાક, દિવસ-રાત ઇત્યાદિ કાળની ગણના છે તે વ્યાવહારિક કાળના સ્વરૂપની દૃષ્ટિએ છે. આ કાળને આધારે જ્યોતિષ વિજ્ઞાનની રચના થયેલી છે. આ કાળના આધારે આયુષ્યની ગણતરી થાય છે. આ કાળના આધારે આપણે જીવનક્રમ ગોઠવીએ છીએ, નિશ્ચિત સમયે સ્થળાંતર કરીએ છીએ, બીજાઓને ટાઈમ આપી શકીએ છીએ. એને આધારે બસ, રેલ્વે, વિમાન, જહાજ વગેરે ચાલે છે. એના આધારે નોકરી, વેપારીધંધા, ઉદ્યોગો, સરકારો વગેરે ચાલે છે. એને આધારે વચન અપાય છે અને પળાય છે. પરંતુ આ કાળને વ્યવહારકાળ તરીકે જૈન દર્શનમાં ઓળખવામાં આવે છે.
જૈન દર્શનમાં કાળના વ્યવહારકાળ અને નિશ્યકાળ એવા બે મુખ્ય ભેદ છે. જૈન દર્શન પ્રમાણે આ સમગ્ર વિશ્વ છ દ્રવ્યોનું બનેલું છે : ૧. જીવ, ૨. પુદ્ગલ, ૩. ધર્મ, ૪. અધર્મ, ૫. આકાશ અને ૬. કાળ. આમાં પહેલાં પાંચ તે અસ્તિકાય છે : જીવાસ્તિકાય, પગલાસ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય. કાળ અસ્તિકાય કહેવાતો નથી, કારણ કે કાળને કંધદેશરૂપ, પ્રદેશ-સમુદાયરૂપ તિર્યકપ્રચય નથી. સમય, આવલી, સ્તોક, લવ, મૂહૂર્ત, દિવસ, માસ ઇત્યાદિનો પ્રચ એટલે કે સમુદાય થતો નથી, માટે કાળને જીવ, પુદ્ગલ વગેરેની જેમ અસ્તિકાય કહેવાતો નથી. કાળને સમયરૂપી પૂર્વાપર, પર્યાય છે, પરંતુ એક સમય બીજા સમય સાથે જોડાઈને માટી, પથ્થર વગેરેની જેમ અંધ કે પ્રદેશરૂપ સમુદાય થતો નથી. કાળ દ્રવ્યમાં ભૂતકાળના અનંત સમય છે, વર્તમાનનો એક સમય છે અને ભવિષ્યના અનંત સમય છે, પણ તે કાયમાન' ન હોવાથી કાળને અસ્તિકાય કહેવામાં આવતો નથી.
દરેક દ્રવ્યનો પોતાનો વ્યાવર્તક – આગવો ગુણ છે, જે અન્ય દ્રવ્યમાં નથી. જેમ કે જ્ઞાન ગુણ ફક્ત જીવ દ્રવ્યમાં છે, અન્યમાં નથી; પૂરણગલણ એટલે કે મિલન-વિખરણ ગુણ પુદ્ગલ દ્રવ્યમાં છે. અન્ય દ્રવ્યમાં નથી; ગતિસહાયનો ગુણ ધર્માસ્તિકાય દ્રવ્યમાં છે, અન્યમાં નથી; સ્થિતિ-સહાયક ગુણ અધર્માસ્તિકાય દ્રવ્યમાં છે, અન્ય દ્રવ્યમાં નથી. એ પ્રમાણે ઉત્પાદ- વ્યયરૂપ વર્તના ગુણ ફક્ત કાલ દ્રવ્યમાં છે, અન્ય દ્રવ્યમાં નથી.
સમય” એ કાળનો પર્યાય છે. તે નાશવંત છે. પર્યાય દ્રવ્ય વિના હોઈ ન શકે. એટલે કાલ એક દ્રવ્ય છે. દ્રવ્ય અવિનાશી હોય છે. એ દૃષ્ટિએ કાળને દ્રવ્ય તરીકે ઓળખાવવામાં આવે છે.
કાળને સ્વતંત્ર દ્રવ્ય તરીકે સ્થાન આપવું કે નહીં એ વિશે ઠેઠ પ્રાચીન
Page #7
--------------------------------------------------------------------------
________________
જેને દર્શનમાં કાળની વિભાવના
૧૪૭ કાળથી આચાર્યોમાં મતમતાંતર છે. કાળ દ્રવ્ય છે એમ ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે.
धम्मो अधम्मो आगासं दबमिक्किक्कमाहियं ।
अणंतापि च दबाणि, कालो पुग्गलजंतवो ।। (ધર્મ, અધર્મ અને આકાશ એ દ્રવ્યો એક એક કહ્યાં છે. કાળ, પુદ્ગલ અને જંતુ (જીવ) એ દ્રવ્યો અનંતા કહ્યા છે)
તત્ત્વાર્થસૂત્રમાં વાચક ઉમાસ્વાતિએ અપર્યાયવત્ દ્રવ્યમ્ એમ કહ્યા પછી કહ્યું છે : નરત્યેક (પ.૩૮) એટલે કે કેટલાક કાલને પણ દ્રવ્ય તરીકે ગણે છે એમ કહ્યું છે. એનો અર્થ એ થયો કે ઉમાસ્વાતિ વાચકની પૂર્વે પણ “કાળના સ્વરૂપ વિશે ભિન્ન ભિન્ન મત પ્રવર્તતા હશે અને કેટલાક એને સ્વતંત્ર દ્રવ્ય તરીકે માનતા હશે અને કેટલાક નહીં માનતા હોય.
કાળ દ્રવ્યના ચાર મૂળ ગુણ છે : (૧) અરૂપી, (૨) અચેતન, (૩) અક્રિય અને (૪) નવાપુરાણ વર્તના લક્ષણ. વર્ણ, રસ, ગંધ અને સ્પર્શરહિત કાળદ્રવ્યના ચાર પર્યાય છે : (૧) અતીતદ, (૨) અનાગત, (૩) વર્તમાન અને (૪) અગુરુલઘુ કાળ દ્રવ્યમાં આ ચાર મૂળ ગુણ અનાદિ- અનંતના ભાગે છે. કાળના ચાર પર્યાયમાં અતીત કાળ અનાદિ સાત્ત છે અને અગુરુલઘુ કાળ અનાદિ અનંત છે. જીવાસ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય સ્વક્ષેત્રે અસંખ્યાત પ્રદેશરૂપ છે. પુદ્ગલાસ્તિકાય સ્વક્ષેત્રે એક પરમાણરૂપ છે અને કાળદ્રવ્ય સ્વક્ષેત્રે એક સમયરૂપ છે.
કાળ વિશે બીજો મત એવો છે કે કાળના અસંખ્યાત અણુઓ છે. સંપૂર્ણ કાળ લોકાકાશ પ્રદેશ-પ્રમાણ છે. એક એક આકાશપ્રદેશ પર એક એક કાલાણુ છે. પરમાણુ શગતિ અને મંદગતિવાળા હોય છે. શીધ્રગતિવાળા પરમાણુ એક સમયમાં ચૌદ રાજલોક સુધી પહોંચી શકે છે. કાળના પરમાણુ મંદગતિવાળા છે. મંદગતિ પરમાણુ એક આકાશપ્રદેશમાંથી બીજા આકાશ-પ્રદેશમાં જાય એમાં જેટલો કાળ લાગે તે સમય પર્યાય કહેવાય છે. એ સમય પર્યાય જે દ્રવ્યમાં રહે તે દ્રવ્ય કાળ છે. રત્નોના ઢગલાની જેમ કાલાણુઓ અસંખ્યાત દ્રવ્યરૂપ છે. ‘દ્રવ્યસંગ્રહ'માં કહ્યું છે : રચUTT રા તે છાત્માપૂ સંઘ 1 કાલાણુ માટે ડબ્બીના અંજનની સરખામણી પણ અપાય છે.
જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ અને આકાશ એ પાંચે દ્રવ્યના પરિવર્તનમાં કાલ નિમિત્ત કારણ છે. અથવા સહકારી કારણ છે. એ દૃષ્ટિએ કાલદ્રવ્ય
Page #8
--------------------------------------------------------------------------
________________
૧૪૮
જિનતત્ત્વ
ઉપકારક ગણાય છે. વર્તના લક્ષણવાળો કાળ તે નિશ્ચયકાળ દ્રવ્ય છે. કાલાજી ‘સમય' પર્યાયને ઉત્પન્ન કરે છે અને ‘સમય’ પર્યાય અનંત હોવાથી કાળને ઉપચારથી અનંત પણ કહેવામાં આવે છે.
એક મત પ્રમાણે કાળ જેવી કોઈ વસ્તુ નથી, પણ જીવ અને અજીવ (પુદ્ગલ)માં જે ફેરફારો થાય છે, જૂના-નવાપણું દેખાય છે એને લીધે આપણને કાળનો આભાસ થાય છે. સમય પસાર થતો નથી, આપણે પસાર થઈએ છીએ. જ્યાં ફેરફારો ઝડપથી થતા દેખાય ત્યાં કાળ ત્વરિત ગતિએ પસાર થતો હોય એમ લાગે અને જ્યાં ફેરફારો અત્યંત મંદ હોય ત્યાં કાળ ધીમી ગતિએ ચાલતો હોય એમ જણાય. એકનો એક કલાક કોઈકની રાહ જોવામાં બેસી રહેવામાં પસાર થતો હોય તો આપણને લાંબો લાગે છે અને કોઈક મગનગમતી પ્રવૃત્તિમાં જોડાયા હોઈએ તો ઘડીકમાં પસાર થઈ જતો અનુભવાય છે. યુવાન પતિ-પત્નીને વિરહમાં કાળ લાંબો લાગે છે અને મિલનમાં તે ટૂંકો જણાય છે.
આમ, કાળ સાપેક્ષ છે. ઘડિયાળ પ્રમાણે સમય નિશ્ચિત જણાય પણ ઘિડયાળ વગર તે લાંબો કે ટૂંકો અનુભવાય છે. ઉત્તર ધ્રુવમાં ઉનાળામાં ૮૨ દિવસ સતત સૂર્ય આકાશમાં હોય છે અને શિયાળામાં ત્રણ મહિનાથી વધુ સમય અંધારી રાત્રિ હોય છે. ત્યાં દિવસ અને રાત ઘડિયાળના આધારે ગણીને તારીખ બદલાય છે. બહારનું વાતારણ તો એકસરખું જ હોય છે. કાળ જાણે ત્યાં સ્થગિત થઈ ગયો હોય એવું લાગે છે.
કાળને જીવ-અજીવરૂપ કહ્યો છે. જીવાભિગમસૂત્રમાં કહ્યું છે :
किमय भंते । कालो ति पवुच्चइ ? गोयमा, जीवा चेव अजीवा चेव त्ति ।
(ભગવન્ત ! ‘કાલ’ કહેવાય છે તે શું ? હે ગૌતમ ! જીવ અને અજીવ એ કાળ છે.)
આમ અહીં કાળનો જીવ અને અજીવ દ્રવ્ય સાથે અભેદ બતાવવામાં આવ્યો છે. જીવ અને અજીવ અનંત છે એટલે કાળને અનંતરૂપ હ્યો છે. કાળની વર્તના અનંત છે.
કાળ સર્વ દ્રવ્યનો વર્તના લક્ષણ પર્યાય છે. સર્વ પદાર્થોમાં પર્યાયો (Changes)નું પરાવર્તન સતત થયા કરે છે. પર્યાયોના આ પરાવર્તનને કાળરૂપે ઓળખવામાં આવે છે. પ્રત્યેક પદાર્થમાં એના પર્યાયોની વર્તના એ કાળ
Page #9
--------------------------------------------------------------------------
________________ 149 જૈન દર્શનમાં કાળની વિભાવના છે. એટલે કાળ એ બીજું કશું નહીં પણ વર્તના સ્વરૂપ પર્યાય છે. એક અપેક્ષાએ કાળ દ્રવ્ય છે તો પર્યાય છે અને બીજી અપેક્ષાએ પર્યાય છે તો કાળ છે. કેવળજ્ઞાનીને ત્રણે કાળના સર્વ પદાર્થના સર્વ પર્યાયો એક જ સમયે યુગપ કેવલજ્ઞાનમાં જણાય છે, પરંતુ છvસ્થ જીવને માટે ભૂત, વર્તમાન અને ભવિષ્ય એવા કાળના ત્રણ ભેદ પડી જાય છે. સિદ્ધ પરમાત્મા કાલાતીત કહેવાય છે, કારણ કે ત્યાં કાળ જેવું કશું હોતું નથી. આમ, કાળ વિશે જૈન દર્શનમાં ઘણી સૂક્ષ્મ મીમાંસા કરવામાં આવી છે.