SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ જિનતત્ત્વ ઉપકારક ગણાય છે. વર્તના લક્ષણવાળો કાળ તે નિશ્ચયકાળ દ્રવ્ય છે. કાલાજી ‘સમય' પર્યાયને ઉત્પન્ન કરે છે અને ‘સમય’ પર્યાય અનંત હોવાથી કાળને ઉપચારથી અનંત પણ કહેવામાં આવે છે. એક મત પ્રમાણે કાળ જેવી કોઈ વસ્તુ નથી, પણ જીવ અને અજીવ (પુદ્ગલ)માં જે ફેરફારો થાય છે, જૂના-નવાપણું દેખાય છે એને લીધે આપણને કાળનો આભાસ થાય છે. સમય પસાર થતો નથી, આપણે પસાર થઈએ છીએ. જ્યાં ફેરફારો ઝડપથી થતા દેખાય ત્યાં કાળ ત્વરિત ગતિએ પસાર થતો હોય એમ લાગે અને જ્યાં ફેરફારો અત્યંત મંદ હોય ત્યાં કાળ ધીમી ગતિએ ચાલતો હોય એમ જણાય. એકનો એક કલાક કોઈકની રાહ જોવામાં બેસી રહેવામાં પસાર થતો હોય તો આપણને લાંબો લાગે છે અને કોઈક મગનગમતી પ્રવૃત્તિમાં જોડાયા હોઈએ તો ઘડીકમાં પસાર થઈ જતો અનુભવાય છે. યુવાન પતિ-પત્નીને વિરહમાં કાળ લાંબો લાગે છે અને મિલનમાં તે ટૂંકો જણાય છે. આમ, કાળ સાપેક્ષ છે. ઘડિયાળ પ્રમાણે સમય નિશ્ચિત જણાય પણ ઘિડયાળ વગર તે લાંબો કે ટૂંકો અનુભવાય છે. ઉત્તર ધ્રુવમાં ઉનાળામાં ૮૨ દિવસ સતત સૂર્ય આકાશમાં હોય છે અને શિયાળામાં ત્રણ મહિનાથી વધુ સમય અંધારી રાત્રિ હોય છે. ત્યાં દિવસ અને રાત ઘડિયાળના આધારે ગણીને તારીખ બદલાય છે. બહારનું વાતારણ તો એકસરખું જ હોય છે. કાળ જાણે ત્યાં સ્થગિત થઈ ગયો હોય એવું લાગે છે. કાળને જીવ-અજીવરૂપ કહ્યો છે. જીવાભિગમસૂત્રમાં કહ્યું છે : किमय भंते । कालो ति पवुच्चइ ? गोयमा, जीवा चेव अजीवा चेव त्ति । (ભગવન્ત ! ‘કાલ’ કહેવાય છે તે શું ? હે ગૌતમ ! જીવ અને અજીવ એ કાળ છે.) આમ અહીં કાળનો જીવ અને અજીવ દ્રવ્ય સાથે અભેદ બતાવવામાં આવ્યો છે. જીવ અને અજીવ અનંત છે એટલે કાળને અનંતરૂપ હ્યો છે. કાળની વર્તના અનંત છે. કાળ સર્વ દ્રવ્યનો વર્તના લક્ષણ પર્યાય છે. સર્વ પદાર્થોમાં પર્યાયો (Changes)નું પરાવર્તન સતત થયા કરે છે. પર્યાયોના આ પરાવર્તનને કાળરૂપે ઓળખવામાં આવે છે. પ્રત્યેક પદાર્થમાં એના પર્યાયોની વર્તના એ કાળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249453
Book TitleJain Darshan ma Kalni Vibhavana
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherZ_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf
Publication Year2007
Total Pages9
LanguageGujarati
ClassificationArticle & Six Substances
File Size344 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy