Book Title: Jain Darshan ma Kalni Vibhavana Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 9
________________ 149 જૈન દર્શનમાં કાળની વિભાવના છે. એટલે કાળ એ બીજું કશું નહીં પણ વર્તના સ્વરૂપ પર્યાય છે. એક અપેક્ષાએ કાળ દ્રવ્ય છે તો પર્યાય છે અને બીજી અપેક્ષાએ પર્યાય છે તો કાળ છે. કેવળજ્ઞાનીને ત્રણે કાળના સર્વ પદાર્થના સર્વ પર્યાયો એક જ સમયે યુગપ કેવલજ્ઞાનમાં જણાય છે, પરંતુ છvસ્થ જીવને માટે ભૂત, વર્તમાન અને ભવિષ્ય એવા કાળના ત્રણ ભેદ પડી જાય છે. સિદ્ધ પરમાત્મા કાલાતીત કહેવાય છે, કારણ કે ત્યાં કાળ જેવું કશું હોતું નથી. આમ, કાળ વિશે જૈન દર્શનમાં ઘણી સૂક્ષ્મ મીમાંસા કરવામાં આવી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9