Book Title: Jain Darshan ane Mahatma Molinas Author(s): Nemchand Gala Publisher: Z_Jayantsensuri_Abhinandan_Granth_012046.pdf View full book textPage 3
________________ બોલવાની ભગવાનની ઈચ્છા થાય છે ત્યારે ભગવાન તેને અંદરનું એકાન્ત આપે છે અને ઉપર કહેલ ચમત્કારી મૌન ઉત્પન્ન કરે છે. તારે જો ભગવાનનો મધુર શબ્દ સાંભળવો હોય તો આ રસ્તે જા. આચારાંગમાં મૌનની, અલ્પવાળીનો ખૂબ મહિમા બતાવ્યો છે. ભગવાન મહાવીરે કહ્યું છે જેની શ્રદ્ધા શાપૂર્વકની નથી તેને સંયમાચારણ સંભવી શકતું નથી. જે સંયમી નથી તે મુમુક્ષુ નથી. શ્રદ્ધા વિનાના માત્ર શાળાનથી મુક્તિ સંભવતી નથી. તે જ પ્રમાણે આચરણ વિનાની માત્ર શ્રદ્ધાથી પણ કાંઈ વળતું નથી.” સદ્ગુરુ સતશાસ્ત્ર અને સદ્ધર્મ ઉપરની શ્રદ્ધાએ રત્નત્રયી જેટલાં જ મહત્વનાં છે. મોલીનસ કહે છે “નમ્ર થઈ ભક્તિ કરવાથી તારા દોષ વખતે, તારી પૂર્ણના વખતે પણ તારી કા ચાલુ રહેશે. ભગવાન સાથે વિનમતા ભરેલી વાતચીત તેનું નામ પ્રાર્થના. તે બે પ્રકારની છે. એક ધ્યાનપુક્ત, બીજી શ્રદ્ધાયુક્ત સત્યને જ ચાહવું. તેના પર દ્રઢ રાખવી. આનંદ લેવો જે શ્રદ્ધાની પ્રાર્થના. મોલીસનસે જ્ઞાન - ભક્તિ - શ્રદ્ધાની વાત અનોખી રીતે કહી. “વાંચવાથી મોઢાને ખોરાક મળે છે. ધ્યાન તે ખોરાક ભાંગે છે. પ્રાર્થનાથી તેની સુગંધ નીકળે છે. અને શ્રદ્ધાથી તેની ખરી મધુરતા મળે છે. તે મધુરતા હૃદયને તાજું કરી નવો આનંદ આપે જૈન અનુગમમાં સાધનાના બે પ્રકાર છે ઃ “(૧) પરમાત્મ ભક્તિ અને (૨) ત્યાગ. RAJ ધર્મની પ્રાપ્તિ ભાવ વિના થતી નથી. ભક્તિ પરંપરાએ જ્ઞાનનો અને જ્ઞાન પરંપરાએ મોક્ષનો હેતુ બને છે. પરમાત્મા અને આત્માનું એકરૂપ થવું એ પરાભક્તિની છેવટની હદ છે. સાઓમાં માર્ગ કર્યો છે, મર્મ નથી કહ્યો. કાર્ય ક્તિથી નિર્મળ થયેલ હૈયામાં સહજપણે ઉઘડે છે. ઉત્તમ માં ઉત્તમ સુખ મોલીનસ બીજી એક મુખ્ય વાત આગવી શૈલીમાં કહેતાઃ "મારે જુહુ સુખ નથી જોઈતું, પણ જે ઉત્તમમાં ઉત્તમ હોય તે જ જોઈએ છે, એ માટે હું બધું દુઃખ ખમવા તૈયાર છુ.” રાગ-દ્વેષ વિ. કાર્યોનો છે, કર્મોનો કાય, એજ મુક્તિ એજ મો. સહજ સ્વરૂપ વની સ્થિતિ થવી તેને વીતરાગ મોક્ષ કહે છે. આ જ છે મોલીનસનું ઉત્તમ સુખ; જેને માટે ભગવાન મહાવીરે ઘોર દુઃખ પરિષહ અને ઉપસર્ગ સહ્યાં.. બધાં દુઃખ ખમ્યાં. FUNG આ સાધના પથમાં લાલબત્તી ધરતાં મોલીનસ કહે છે “આજકાલ ઘણા સાધક દુઃખી રહે છે, કારણ કે તેઓ પોતાના સ્વભાવની ટેવને સંતોષ આપવા માટે જ અભ્યાસ કરે છે. ઘણા માણસ ભગવાનને શોધે છે. પણ તેને મેળવી શકતા નથી. કારણ કે સરળ, શુદ્ધ અને સત્ય હેતુને બદલે માત્ર પોતાની જિજ્ઞાસા પૂરી કરવા તે રસ્તે જાય છે. તેઓ આધ્યાત્મિક સુખની શ્રીમદ બીનસુરિ અભિનન્દન ગુજરાતી વિભાગ Jain Education International ઈચ્છા રાખે છે, ભગવાનની ઈચ્છા રાખતા નથી. તેઓ સત્ય દૃષ્ટિથી ભગવાનને શોધતા નથી તેથી તેઓને ભગવાન મળતા નથી. અને આધ્યાત્મિક આનંદ પણ મળતો નથી. ભગવાન મહાવીરે સ્પષ્ટ કહ્યું છે “સાધક ચાહે જ્ઞાનની સાધના કરે, ધ્યાનની કરે, તપની કરે પણ કશી કામના વિના કરે. ન આ લોકના સુખની કામનાથી ન પરલોકના સુખની કામનાથી, ન યશકીર્તિ પામવાની કામનાથી પ્રેરિત થઈ સાધના કરે.. સાધના એકાન્ત નિર્જરા અર્થે કરે. અપરિગ્રહ અપરિગ્રહની વાત કરતાં અત્યંત સંક્ષેપમાં મોલીનસે મૂળ વાત કરી છે. “જે માણસ પાતાને બોવાનું શોધતો નથી. તે પૂરેપૂરો કોરો બન્યો નથી. આધ્યાત્મિક રસ્તે જનારે બહારની વસ્તુઓનો ડહાપણ અને વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. આવો જીવ સાદી જગ્યા શોધે છે. સાદાં કપડાં અને સાદી વસ્તુઓ વાપરે છે. તેની પણ અસર એને થતી નથી. તે એમ જ માને છે કે હલકામાં હલકું પણ પોતે લાયક છે તેના કરતાં વધારે છે. અને તેને પણ પોતે લાયક નથી. આ રસ્તે જીવનો ભાવ જાય છે. જે જીવને પૂર્ણ થવું હોય તેણે વાસના છોડવી. પછી પોતાને છોડનો પછી ભગવાનની મદદથી શૂન્ય થઈ જવું.“ મૌલીનર્સ સ્થૂળ અને સૂક્ષ્મ બન્ને પરિગ્રહની વાત કહી. પરિગ્રહ માનવીને બાહ્ય વસ્તુઓનો ગુલામ બનાવે છે. એમર્સને કહ્યું “વસ્તુઓ માનવીની પીઠ પર સવાર થઈને બેસી ગઈ છે.” માત્ર વસ્તુ સંમા નિર્દે પણ કોઈ પણ વસ્તુ માટેની મૂર્છા અને આસક્તિ એ પણ રિંગણ છે. પરિગ્રહને મૂળ કહી છે. આંતર પરિગ્રહમાંથી જ બાહ્ય પરિગ્રહ જન્મે છે. સૂત્રકૃતાંગના પ્રથમ અધ્યાયમાં સૂત્ર છે. “પરિગ્રહને કારણે જ પાપ થાય છે, હિંસા થાય છે, ભય અને અસત્યનો આશરો લેવાય છે.” પ્રત્યેક પદાર્થનો અત્યંત વિવેક કરી આ જીવને તેમાંથી શ્રાવૃત્ત કરવો એમ નિશ્ચય કરે છે. અંતર્મુખ દૃષ્ટિ મોલીનસ કહે છે “ જીવે બહિવૃતિઓ છોડી જીવનમાં સ્થિરતા આણવી જોઈએ. અંતર્મુખ વૃત્તિની ટેવ પાડવી. તેમાં અનેક ગણું સામર્થ્ય છે. અંતર્મુખ વૃત્તિથી જે સાધના થાય તેમાં શરણભાવ સારો રહે છે. શ્રધ્ધાથી મૌનવૃત્તિથી તે વધે છે. અને ચાલુ રહે છે. પરમાત્માનો અનુગ્રહ આવા આત્મામાં જણાય છે. આવેા જીવ શ્રદ્ધા અને ભક્તિભાવથી રોજ થોડા કલાક અંતર્મુખ રહે તો હંમેશાં ભગવાનની નજીક રહે છે. બધા ધર્મના સારા ધર્મગુરુઓએ આ જ મત પ્રતિપાદન કર્યો છે. ખરી પ્રાર્થના એટલે આત્માની આત્માકાર વૃત્તિ થવી. ઉત્તમમાં ઉત્તમ આધ્યાત્મિક અને ખરી રસ્તો જે વ અંદરના માર્ગે ગયા હોય તેને મળે છે. આ Inward Journey છે. ૭૩ For Private & Personal Use Only धर्म सिखाता है यहाँ, मैत्री करूणा भाव । जयन्तसेन विमुक्ति पथ, मिलता धर्म प्रभाव ॥ www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5