Book Title: Jain Darshan ane Mahatma Molinas
Author(s): Nemchand Gala
Publisher: Z_Jayantsensuri_Abhinandan_Granth_012046.pdf

View full book text
Previous | Next

Page 2
________________ શ્રીમદ્ કહેતા સત્ તે ભ્રાંતિ નથી. ભ્રાંતિથી કેવળ દું કલ્પનાથી પર છે. સત્ એ કાંઈ દૂર નથી પણ દૂર લાગે છે. અને એ જ જીવનનો મોહ છે. જે કાંઈ છે તે સત્ છે. સરલ અને સુગમ છે. તેની પ્રાપ્તિ સર્વત્ર છે. અને તે પ્રાપ્તિનો ઉપાય છે. કાળની તેને બાધા નથી. તે સર્વનું અધિષ્ઠાન છે. ગમે તે સંપ્રદાયના-દર્શનના મહાત્માઓનું લક્ષ્ય એક સત્ છે. વાણીથી અસ્થ્ય હોવાથી મૂંગાની શ્રેણીએ સમજાવ્યું છે. જેથી કથનમાં કંઈક ભેદ લાગે છે, વાસ્તવિક તે બે નથી જૈન સુત્રો કહે છે કોઈ પણ માર્ગથી અધ્યાત્મિક જ્ઞાન સંપાદન કરવું એ જ્ઞાનીઓનો ઉપદેશ છે. સત્ય પ્રત્યે જ પ્રીતિ, સત્ય પ્રત્યે જ શ્રધ્ધા અને પરમતત્વમાં શ્રધ્ધાની વાત મોલીનસે કહી છે. શાશ્વત સુખ મહાત્મા મૌલીનર્સ પાયાની વાત અદ્ભૂત કહી છે, "કાયમનું સુખ ત્યારે મળે, જ્યારે સુખ માટે કાયમ રહે એવી વસ્તુ માણસને મળે. તે ભગવાનનો અહૌકિક ગુણ પણ છે," ઉત્તરાધ્યયનમાં કહ્યું છે “રાગ અને દ્વેષનો સર્વથા ક્ષય ક૨વાથી આત્મા એકાન્ત સુખમય મોક્ષને પ્રાપ્ત કરે છે. વળી કહ્યું છે “રાગ અને દ્વેષ બેઉ કર્મબીજ છે” “મોક્ષ એ આત્માની સહજ અવસ્થા છે” દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છેઃ “દ્વેષનું છેદન કરી અને રાગને દૂર પઠાવો. આમ કરવાથી સંસારમાં સુખી થઈ જશો" આચાર્ય વીરસેનસ્વામીએ સુંદર રીતે કહ્યું છેઃ “ઉચ્ચ આત્મદશાની પ્રાપ્તિ સંયમ વિના થતી નથી. જે સુખ માનવીમાં છે, તે સુખ આત્મજ્ઞાન અને સંયમ વડે પ્રગટ કરવાનો પુરુષાર્થ દરેક માણસનું પરમ ધર્મ - કર્તવ્ય છે. આ જ શાકાત સુખ છે.” ભારતીય જીવન-મિમાંસકોએ ઉપભોગ કરતાં ત્યાગ અને સંયમ પર વધારે ભાર મૂક્યો છે. સંયમમાં ઉલ્લાસ છે. ભોગમાં સરવાળે ખેદ જ નીપજે છે. ઈન્દ્રિયાર્થ પદાર્થ દ્વારા મળતું સુખ સ્થૂળ અને ક્ષણિક છે. બલ્કે સુખાભાસ છે. એવી પ્રતીતિ થાય છે. ત્યાગ અને સંયમમાં રહેલાં સુખ-શાન્તિ વધુ ચડિયાતા છે, એવો જેને અનુભવ થયો હોય, તે જ સંયમનું સાચું મૂલ્ય સમજી શકે. સંવમ એટલે સમ્યક્ થમ અર્થાત રસ અને રુચિપૂર્વક સાચી શ્રધ્ધાથી ઉચ્ચત્તર ધ્યેય માટે સ્વેચ્છાએ સ્વીકારેલું નિયંત્રણ. સંયમ એટલે સમ્યક્ યમનું પાલન અથવા યમનું સમ્યક્ પ્રકારે પાલન કરવું. સુખ પ્રાપ્તિ માટેના ઉપકરણો, અવલંબનો જો અલ્પજીવી ઝડપથી ઓગળી જનાર એવા હોય, તો એના આધારે ઊભું કરેલું સુખનું માળખું પલકવારમાં ધરાશયી થતાં સમય નથી લાગતો. કાયમ એ એવી વસ્તુઓ માણસ પ્રાપ્ત કરે તો કાયમનું સુખ પામે. શ્રીમદ્ સુંદર શબ્દોમાં કહ્યું છે. "પશ્ચાત દુબે તે સુખ નહિં" જે સુખની પાછળ દુઃખ એન્જીનને લાગેલ ડબ્બાની જેમ આવતું શ્રીપદ મોહિ અભિનદન એ ગુજરાતી વિભાગ free Jain Education International હોય એવા સુખ ને સુખ જ કેમ કહી શકાય ? મોલીનસ કહે છે ‘આવું સુખ તે ભગવાનનો અલૌકિક ગુણ પણ છે. આત્મા શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અને આનંદ સ્વરૂપ છે. સુખ અને દુઃખના દ્વંદથી પર એવી સહજ આનંદની અવસ્થા એ પરમાત્મા અને આત્માના ગુણો છે. અવસ્થા છે. જે માનવીની અંદર જ છે અને પામી શકાય છે. સમ્યકક્ષાન મહાત્મા મોલીનસ કહે છે "દિવ્ય જ્ઞાન - ભગવાનની પરિપૂર્ણતાનું અને વસ્તુઓનું અંદરથી મળતું નિત્યાજ્ઞાન જે કલ્પના ન કહેવાય પણ સાક્ષાત્કાર રૂપ કહેવાય" આને જ આપણે સમ્યજ્ઞાન અને સમ્યક્દર્શન અથવા સમક્તિ કહીએ છીએ. થયાર્થ જ્ઞાનને જ જ્ઞાન કહીએ છીએ. મિથ્યાજ્ઞાનને અજ્ઞાન કહીએ છીએ. જે ઉપાયથી સમયાન ઉત્પન્ન થાય, તે ઉપાયની ચિંતા કરવી, તેનું નામ બોધિદુર્લભ ભાવના. કેમકે તેવું જ્ઞાન પામવું મુશ્કેલ છે. EPT આત્મા શુદ્ધ, બુદ્ધ, ચૈતન્ય સ્વરૂપ અને જ્ઞાન સ્વરૂપ છે. સમ્યક્દર્શન મા મોજીનસે પ્રાર્થના શબ્દ મૌનભાવના અર્થમાં પ્રયોજ્યો છે. મૌન ભાવમાં ભક્તિ અને ધ્યાનનો સમાવેશ કર્યો છે. તેમજ શ્રદ્ધા અને ઈન્દ્રિય નિગ્રહનું પરિશીલન કર્યું છે. મૌલીનસ કહે છે, “મીન ત્રણ પ્રકારનું છે. એક શબ્દનું બીજા ઈચ્છાનું, અને ત્રીજા વિચારનું. પહેલું પૂર્ણ છે. પહેલામાં જીવ નીતિમાન થાય છે. બીજામાં તે ઈચ્છા છોડી શાન્ત થાય છે. ત્રીજામાં તેની વૃત્તિ અંતર્મુખ થાય છે. ન બોલવાથી, જૈ ન કરવાથી. વિચાર ન કરવાથી સત્ય અને પૂર્ણ એટલે ચમત્કારી મૌન પ્રાપ્ત થાય છે. ત્રણે સાથે મળી ‘આત્માનું મૌન બને છે, કે જેમાં ભગવાન જીવ સાથે વાત કરે છે. અને પોતે જીવમાં પ્રવેશ કરે છે તેમજ તેની અંદરના ઊંડાણમાં તેને પૂર્ણ જ્ઞાન શીખવે છે. જ્ઞાન અને ભક્તિ વિશે સમજણ આપતાં મહાત્મા મોલીનસ કહે છે “કેટલાક જ્ઞાન માર્ગે જાય છે અને કેટલાક ભક્તિનો માર્ગ પસંદ કરે છે. જ્ઞાનમાર્ગવાળાને શણભાવ ગમતો નથી કારણ કે તેમને શરણભાવમાં જુદાપણું લાગે છે. તેઓ જગતના વિષયો પોતાનામાં દાખલ ન થાય તેની સંભાળ રાખે છે. પણ મનની સંભાળ રાખવામાં તેમનું હૃદય એવું બંધ થઈ જાય છે કે ભગવાનનો અલૌકિક ભાવ તેમના હૃદયમાં દાખલ થઈ શકતો નથી. વની પૂર્વના ભગવાન વિષે બહુ બોળવામાં કે ઘણાં વિચાર કરવામાં નથી, પરંતુ તેના પર અત્યંત પ્રેમ કરવામાં છે. પૂર્ણ પ્રેમ બહાર દર્શાવવામાં નથી. આ પ્રેમ પૂર્ણ શરણભાવથી અને અંદરના મૌનથી પ્રાપ્ત થાય છે. જ્યારે ગુપ્ત રીતે સાધકના હૃદયમાં એકલા તેની સાથે જ ૭૨ For Private & Personal Use Only धर्म बिन्दु को छोड़कर चला तनिक जो दूर। जयन्तसेन रहे सदा, भाव भक्ति तस क्रूर ॥ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5