Book Title: Jain Darshan ane Mahatma Molinas Author(s): Nemchand Gala Publisher: Z_Jayantsensuri_Abhinandan_Granth_012046.pdf View full book textPage 1
________________ કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યને વંદન કરી, એમણે યોગશાસ્ત્રની રચના કરતાં મંગલાચરણમાં વીતરાગ સર્વ અરિહંત યોગનાથ મહાવીરને સ્મૃતિરૂપે નમસ્કાર કરતાં રચેલી પંક્તિઓથી આ લેખનો પ્રારંભ કરૂ છુ. ગમાં સુર્યારાદિ વૈરિવાર નિવાર” | अर्हते योगीनाथाय महावीराय तायिने ॥ જૈન દર્શન અને મહાત્મા મોલીનસ (શ્રી નેમચંદ એમ. ગાલા - એડવોકેટ હાઈકોટ) લગભગ ત્રણસો વર્ષ પહેલાં ઈટાલીમાં મોલીનસ નામે ચિંતક થઈ ગયા. એમના અભ્યાસીઓએ મૌલીનસને ના કરી નવાજ્યા છે. એમનાં જીવન વિષે કોઈ અધિકૃત માહિતી ઉપલબ્ધ નથી. એમના ચિંતન વિષે મૂળ ઈટાલીયન ભાષામાં લખાયેલું પુસ્તક પણ વધુ કદનું છે. પાછળથી અન્ય ભાષાઓમાં થયેલ અવતરણો પણ ઉપલબ્ધ નથી. પૂર્વની, ભારતની સંસ્કૃતિ અને વિચારધારાઓનો વ્યાપક પ્રભાવ પશ્વિમના ચિંતકો દર્શનકી પર પડ્યો જ છે. ચિંતક અને ગણીતજ્ઞ પાયથાગોરસ ભારત આવ્યા હતા. અહિં પાન પરંપરાના શ્રમોના સંપર્કમાં રહ્યા હતા, જૈન શ્રમણો પાસેથી તેમણે આત્મા, પુનર્જન્મ, કર્મ વિગરે જૈન સિધ્ધાંતોનો અભ્યાસ કર્યો હતો. તેઓ ભગવાન બુધ્ધના સંપર્કમાં પણ હતા. એવું મનાય છે. તેમણે માંસાહાર ત્યજી શાકાહાર અપનાવ્યો અને ગ્રીસ - યુનાનમાં શાકાહારનો પ્રચાર કર્યો અને શાકાહારી સંસ્થાની સ્થાપના કરી. આંગ્લ કવિ લોર્ડ આલ્ફેડ રેનીસને જૈન અનુગમની દર્શન, જ્ઞાન, ચારિત્ર્યની જ વાત કરતાં કહ્યું કે - 'આત્મવિશ્વાસ, આત્મ જ્ઞાન અને આત્મ સંયમ આ ત્રણ વસ્તુઓ જ જીવનને પરમ શક્તિ સંપન્ન બનાવે છે. રેનીસન આત્મસાક્ષાત્કાર કે આત્મજ્ઞાન પામેલા પુરુષ હતા. પરંતુ અંગ્રેજો કે પશ્ચિમના લોકોએ કોઈ કદર કરી નહિં. માત્મા સ્વીડનબોર્ગે તમામ જૈન સિધ્ધાંતોને પ્રતિપાદિત કર્યા. પણ કોઈએ દાદ આપી નહિ ! શ્રી નેમચંદ એમ. ગાલા Jain Education International દરેક ચિંતનધારાઓના પ્રવાસ એકમેક પર તેમજ સંસ્કૃતિ પર આગવી અસર પાડે છે. ક્યારેક સમરસ થઈ જાય છે, ક્યારેક સ્થાયી છાપ મૂકી જાય છે. ઈશુની સદીથી અગાઉના સમયથી ભારતનો વેપાર-વાણિજ્યનો સંબધ માત્ર દક્ષિણત્તમ એશિયાઈ દેશો જ નહિં પરંતુ ગ્રીસ અને રીમ સાથે નિકટતમ મો. દક્ષિણ ભારતમાં ગ્રીસ અને રોમના થાણા પણ હતા. ગ્રીક ફિલસૂફી શ્રીમદ્ જનીનસૂરિ અભિનય કરતી વિભાગ ૩૧ ચિંતનથી. ભારતનું ચિંતન પ્રભાવિત રહ્યું જ છે પણ પૌત્વ ચિંતને રોમ-ઈટલી, ત્રીસ વિગેરેને પણ પ્રભાવિત કર્યાં છે અને પૂરો સંભવ છે કે મહાત્મા મોલીનસ જૈન અનુગમથી આકર્ષાયા અને એમના ચિંતનમાં જૈન દર્શન પ્રગટ થયું, પોતાની આગવી શૈલીમાં એનું નિરૂપણ થયું છે. આપણા માટે આ હર્ષની વાત છે. જીવનનાં શાશ્વત મૂલ્યોનું પ્રક્ષેપણ એજ માનવ જીવનની ગરિમાનો વિષય છે. ખ્રિસ્તી સંપ્રદાયના પ્રભાવ છતાં મહાત્મા મોલીનસ સૃષ્ટિકર્તા તરીકે કોઈ એક ઈશ્વરને માનતા નથી. એમણે ભગવાન શબ્દ પરમતત્વના કે સત્યના અર્થમાં વાપર્યો છે. એમણે લખ્યું છે જ્યારે જીવ સત્ય તરફ દ્રષ્ટિ સ્થિર કરે છે, શાંતિથી અને મૌનથી જગત જૂએ છે. વિચાર કરતો નથી, બુધ્ધિથી નર્ક કરતો નથી, પોતાની ખાત્રી માટે બીજી સાબિતી માગતો નથી, જ્યારે તે સત્યને જ ચાહે છે, તેના ઉપર શ્રદ્ઘા રાખે છે. તેનામાં આનંદ લે છે, ત્યારે જે દશા ઉત્પન્ન થાય છે, તે શ્રધ્ધાની પ્રાર્થના, અન્ય સ્થળે એમણે કહ્યું છે' વિચાર ગમે તેટલા દૈવી લાગે છતાં વિચાર તે ઈશ્વર નથી. ઈશ્વરને નામ અને રૂપ હોતા નથી. જૈન દર્શન એ મોક્ષના અખંડ ઉપદેશ કરતું અને વાસ્તવિક તત્વમાં જ જેની શ્રધ્ધા છે એવું દર્શન છે. છતાં નાસ્તિકના ઉપનામથી એનું આગળ ખંડન કરી ગયા છે, તે યથાર્થ થયું નથી. વિવેકાનંદે કહ્યું છે. Every soul is Divine. The mission of Religious is the manifestation of Divinity in the soul' વિવેકાનંદે પણા વર્ષના ચિંતન પછી તારવ્યું નિષ્કર્ષ પર પહોંચ્યા કે સૃષ્ટિકર્તા કોઈ એક ઈશ્વર નથી. જૈન અનુગમની વાત પર વિવેકાનંદ પહોંચી આવ્યા. પરંતુ એમના અનુયાયીઓ - ભક્તો આ વાત કહેતા નથી અથવા જાણતા નથી. ગાંધીજી પણ સત્ય એ જ ઈશ્વર છે' એજ નિર્ણય પર છેલ્લે સ્થિર થયા. સત્, સત્ય, ગમે તે નામથી જાણીએ, કહીએ એ કોઈ કાળે સતુ સિવાયના બીજા કોઈ સાધનથી ઉત્પન્ન હોઈ શકે નિહ. સત્ય સ્વયં ધર્મ છે. એટલે સત્યનો કોઈ ધર્મ નથી. ન હોઈ શકે. સત્યનો કોઈ સંપ્રદાય નથી. અંધારાના ગમે તેટલા પ્રકાર કહીએ પણ તેમાં કોઈ એવો પ્રકાર નહિં હોય જે અજવાળારૂપ હોય. આવરણ- તિમિર જેને છે, એવા પ્રાણીની કલ્પનામાં રાત જણાતી નથી. અને સતુ નજીક સંભવતી નથી. મહાત્મા મોલીનસ કહે છે “ વિચારથી જે કલ્પનાઓ આવે જે ખ્યાલ બંધાય, પછી તે ગમે તેવો સૂક્ષ્મ હોય તો પણ તે અપૂર્ણ છે. તેનાથી સંતોષ માનવો નહિ. For Private & Personal Use Only धर्म बड़ा संसार में, दया क्षमा अरूदान । जयन्तसेन यही धरो, स्वपर होत कल्याण ॥ www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5