Book Title: Jain Darshan ane Asprushyata
Author(s): Kapurchand R Baraiya
Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf

View full book text
Previous | Next

Page 1
________________ જૈનદર્શન અને અસ્પૃશ્યતા – શ્રી કપૂરચંદ રણછોડદાસ વારૈયા જૈનદર્શન મુખ્યત્વે કર્મવાદને માનનાર દર્શન છે. વિશ્વતંત્ર કર્મ જન્ય વિચિત્રતાને આધારે ચાલી રહ્યું છે. કર્મના મુખ્ય આઠ ભેદે છે. તેમાં એક ગોત્ર કર્મ છે. ગોત્ર કર્મના મુખ્ય બે ભેદ છે : (૧) ઉચ્ચ ગોત્ર, (૨) નીચ ગોત્ર. નીચ કુળમાં જન્મ થવો એ પણ કર્મજન્ય છે. ઉચ્ચ કુળની પ્રાપ્તિ થવી પુણ્યોદયને આભારી છે. નીચ કુળમાં જન્મ થે એ પાપોદયને આભારી છે. પદયથી પ્રાપ્ત સામગ્રીને મદ કરવો ન જોઈએ પિતાનાથી હીન સામગ્રીવાળા ઉપર અસૂયા ન લાવવી જોઈએ એમ જ્ઞાની પુરુષ ડગલેપગલે કહી રહ્યા છે, પણ સાથે સાથે દરેકે પોતાની મર્યાદામાં રહીને કાર્ય કરવું જોઈએ, એ પણ નકકર વ્યવસ્થા છે. આજે કેટલાક ભાઈઓ અજ્ઞાનતાના કારણે કહે છે કે, “જૈન શાસગ્રંથમાં વર્ણવ્યવસ્થા કે સ્પૃશ્યત્વ નથી.” પણ તેઓની સમજ ભૂલભરેલી છે. આગમગ્રંથે, પ્રકરણે, ચુણિઓ અને ટીકા ગ્રંથમાં પૃથ્યાશ્યત્વ અંગેના અનેક ઉલ્લેખ જોવા મળે છે. જૈનેતર ગ્રંથમાં પણ પૃથ્યાસ્પૃશ્યત્વ તેમ જ મંદિર પ્રવેશ નિષેધ અંગે ઘણું પ્રમાણે મળે છે. આ વિષયના જ્ઞાતા પૂજ્ય પુરુષો પાસેથી કેટલાંક પ્રમાણે મેળવી જિજ્ઞાસુ વર્ગની જાણ ખાતર અહી આપવામાં આવ્યાં છે. જૈન ગ્રંથમાં આપવામાં આવેલાં પ્રમાણે મૂળ ચાર વર્ણો અને પછીથી તેના સાંકર્યથી (અરસપરસના સમાગમથી) અનેક જાતિઓ જન્મી છે. ( “આવશ્યક નિર્યુક્તિ.” અધ્યયન ૧, ઉદેશે ૧.) (વર્ણવ્યવસ્થા અને જાતિભેદ જે માનવાને તૈયાર નથી, તેમને માટે આ પાઠ બેધરૂપ છે.) અરિહંત, ચક્રવતી, બળદેવ, વાસુદેવ વગેરે ઉત્તમ પુરુષો ચંડાલ આદિ હલકા કુળમાં જન્મ લેતા નથી. ( “કલ્પસૂત્ર. મૂળ પૃષ્ઠ ૨૨) (ઉચ્ચ-નીચની વ્યવસ્થા આજની નથી પણ સનાતન છે, એ આ ઉપરના વાક્યથી સાબીત થાય છે.) સાધુ વગેરે પૂજ્ય પુરુષોની અવહેલના કરવાથી નીચ ગોત્ર બંધાય છે અને માતંગ વગેરે હલકા કુળમાં તે ભેગવાય છે. (ઉત્તરાધ્યયન ચિત્ત-સંભૂતિ અધ્યયન) (કયા કારણે હલકા કુળમાં ઉત્પન્ન થવું પડે છે, એ પણ સત્રપાઠ જણાવે છે.) મિ આર્ય ક યાણગૌતમસ્મૃતિ ગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5