Book Title: Jain Darshan
Author(s): Bechardas Doshi
Publisher: Mansukhlal Mehta Mumbai

View full book text
Previous | Next

Page 11
________________ સૂચવે છે. હવે વિચારવાનું એ રહ્યું કે, આ “પદનસમુચ્ચય' નામના ગ્રંથને શ્રીહરિભદ્રજીની કૃતિરૂપે ઓળખવા માટે આપણી પાસે એ બેમાંનું હ્યું સાધન છે ? શું આ ગ્રંથની આદિ કે અંતમાં ગ્રંથકારે પિતાના બીજા ગ્રથોની પેઠે પિતાને કર્તા તરીકેને પરિચય સાક્ષાત્ આપેલ છે કે પિતાની કૃતિના નિશાનરૂપ “વિરહ’ શબ્દને આ ગ્રંથને છેડે મૂક્યો છે? પ્રસ્તુત ગ્રંથના ૮૭ કેમાં આદિ કે અંતના એક પણ 8 કિ વાર લોકાર્ધમાં શ્રીહરિભદ્રજીની કૃતિ તરીકેનું (ઉપર જણાવેલા બે નિશાનમાંનું) એક પણ નિશાન સ્પષ્ટપણે પ્રતીત થતું નથી, તે પછી આ ગ્રથને પ્રમાણે મળે છે તો પુષ્કળ, પણ એ બધાને ઉલ્લેખ કરતાં પહેલાં “વિરહ' શબ્દ એ શ્રીહરિભદ્રજીની કૃતિનો સૂચક છે કે કેમ? એ જ પ્રશ્નનું સમાધાન કરવું વિશેષ આવશ્યક છે. આ સમાધાન માટે ખાસ શ્રીહરિભદ્રજીને પિતાને ઉલ્લેખ મળે છે એ વિશેષ નિશ્ચાયક થઈ શકે. (પણ તે મારાથી મેળવી શકાયું નથી ) જ્યાં સુધી એ ઉલેખ ન મળી શકે તેમ હોય ત્યાં સુધી આ બીજા બીજા સુવિહિત આચાર્યોએ કરેલા ઉલ્લેખ પણ એ ઉપર્યુક્ત પ્રશ્નનું સમાધાન લાવવાને પૂરતા છેઃ “૧૦૮ માં એટલે ૧૧ મા સિકામાં થએલા શ્રીજિનેશ્વરસૂરિજીએ અષ્ટક પ્રકરણ” ની વૃત્તિમાં જણાવેલું છે કે, “ “વિરહ” શબ્દ એ શ્રીહરિભદ્રસુરિજીની કૃતિનું નિશાન છે.” એ જ પ્રમાણે બારમા સૈકામાં થએલા નવાંગીટીકાકાર શ્રીઅભયદેવમૂરિજીએ પંચાલકની વૃત્તિમાં, મુનિચંદ્રસૂરિજીએ લલિતવિસ્તરાની પંજકામાં અને શ્રીરાજશેખરસૂરિજીને પ્રબંધકોષમાં પણ જણાવેલું છે. તથા અષ્ટકોમાં, ધર્મબિંદમાં, લલિતવિસ્તરામાં, શાસ્ત્રવાર્તાસમુચ્ચયમાં, ગદષ્ટિ સમુઐયમાં, જોડશકપ્રકરણમાં, અનેકાંત જયપતાકામાં, યોગબિંદુમાં, “સંસારદાવા” ની સ્તુતિ (ઈ)માં, ધર્મગ્રણીમાં, ઉપદેશપદોમાં અને પંચાશકમાં અર્થાત્ એ બધા શ્રીહરિભદ્રજી કૃત ગ્રંથોમાં તદન છેવટના પધમાં “વિરહ' શબ્દ મૂકાલે પણ છે–આ ટિપ્પણ લખવાનો એ જ એક ઉદ્દેશ છે કે, આ દ્વારા શ્રીહરિભદ્રજીની કૃતિને ઓળખવા માટે એમના (શ્રીહરિભદ્રજીના) નામ ઉપરાંત આ “વિરહ' શબ્દ પણ પૂરત છે—એ હકીકત સુનિશ્ચિતરૂપે વાંચકેની સામે આવી શકે., Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 304