Book Title: Jain Center of America INC New York
Author(s): Jain Center of America Inc. New York
Publisher: USA Jain Center America NY

Previous | Next

Page 17
________________ આ સેન્ટર દ્વારા પર્યુષણ પર્વ, દસલક્ષણા પર્વ, સંવત્સરિક પ્રતિક્રમણ, મહાવીરસ્વામી જન્મકલ્યાણક, દિવાળી, આયંબિલ ઓળી, ચૈત્ય પરિપાટી, સામૂહિક જાપ, સામાયિક, દર મહિને ભક્તામર સ્તોત્રનો પાઠ વગેરે ઉત્સવો, આરાધનાઓ અને કાર્યક્રમો નિયમિતપણે યોજાતા રહે છે. આ જિનમંદિરમાં પાંચ માળ છે અને પાંચસો ભાવિકો બેસી શકે તેવી વ્યવસ્થા છે. એના બીજા માળે મહાવીર સ્વામીનું દેરાસર, ઉપાશ્રય અને શ્રી નવકાર મંત્ર છે. એના ત્રીજા માળે આદિનાથ ભગવાનનું દેરાસર અને શ્રીમદ્ રાજચંદ્ર સ્વાધ્યાયમંડ અને લાયબ્રેરી છે. ચોથા માળે અષ્ટાપદ અને દાદાવાડી છે. અત્યારે અહીં અષ્ટાપદ તીર્થની માત્ર ઝાંખી સાંપડે છે. જ્યારે તે સ્ફટિકમય કલર સ્ટોનની તીર્થકરોની પ્રતિમાઓથી સુશોભિત થશે, ત્યારે એ સેન્ટરનું આગવું અને અનેરું આકર્ષણ બની રહેશે. ન્યૂયોર્ક સેન્ટરની નામના દૂર દૂર સુધી ફેલાઈ છે અને અમેરિકામાં જૈન ધર્મ પ્રતિ ઊંડો રસ પેદા કર્યો છે. અહીં તમામ ફિરકા અને સંપ્રદાયના ધર્મપ્રેમીઓ એકત્ર થઈને સેન્ટરની પ્રત્યેક પ્રવૃત્તિમાં આનંદ અને ઉલ્લાસથી ભાગ લે છે, તે ઘટના ભવિષ્યને માટે ઊંચી આશા જગાડનારી કહેવાય. With Best Compliments From Sohanraj Lalchand Khajanchi & Family Khimel (Raj.) - Mumbai 17 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24