Book Title: Jain Center of America INC New York
Author(s): Jain Center of America Inc. New York
Publisher: USA Jain Center America NY
View full book text
________________
વિવિધતામાં એકતા
- પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ ન્યૂયોર્કના જૈન સેન્ટર ઓફ અમેરિકામાં પ્રતિષ્ઠા મહોત્સવે વિદેશની ધરતી પર વસતા જૈનોને જૈન ધર્મની વિશેષ, ગરિમા અને ભાવનાથી સુપરિચિત કર્યા. આ પ્રતિષ્ઠા મહોત્સવ સમયે જૈન ધર્મના તમામ ફિરકા અને સંપ્રદાયોએ આરાધનામાં ઉત્સાહ સાથે ધર્મનુષ્ઠાનમાં ભાગ લીધો હતો. અસાધારણ એકતાનો અનુભવ
ન્યૂયોર્ક જૈન સેન્ટરમાં યોજાયેલા આ પ્રતિષ્ઠા મહોત્સવ સમયે શ્વેતાંબર, દિગંબર, સ્થાનકવાસી અથવા તો દાદાવાડી અને શ્રીમદ્ રાજચંદ્રના આરાધકો - એમ તમામ ભાવિકોએ સાથે મળીને પ્રાર્થના અને પૂજા કરીને એકતાનો નવો આદર્શ સ્થાપ્યો હતો. સાચા અર્થમાં વિવિધતામાં એકતાનું સર્જન થયું. પ્રતિષ્ઠા મહોત્સવ સમયે સાધુ-મહાત્મા સહિત તમામ ફિરકાઓના ધર્માનુરાગીઓની ઉપસ્થિતી રહી હતી. તેઓ ભિન્ન ભિન્ન માન્યતા ધરાવતા હોવા છતાં ફિરકાની ભેદરેખા ભૂંસી નાખીને દરેક સંપ્રદાયની ધાર્મિક વિધિમાં ઉભટભેર સામેલ થયા હતા. આ રીતે ધર્મભાવનાનું ઐક્ય સર્જાયું હતું. હાથની પાંચ આંગળી સાથે મળીને એક શક્તિશાળી હાથ બને, તે રીતે અહીં બધા ફિરકા અને સંપ્રદાય સાથે મળીને જૈનધર્મની એકતાની શક્તિ પ્રગટ કરી હતી.
ન્યૂયોર્ક જૈન સેન્ટરમાં બધા વિદ્વાન સાધુ-મહાત્માઓ અને વક્તાઓએ એમનાં વ્યાખ્યાનોમાં જૈન ધર્મના સિદ્ધાંતોનો માર્મિક અને સવિસ્તાર પરિચય આપ્યો.
With Best Compliments From Dr. Mahendra and Asha Pandya
& Family New York
16
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org