Book Title: Jain Center of America INC New York
Author(s): Jain Center of America Inc. New York
Publisher: USA Jain Center America NY

Previous | Next

Page 20
________________ હેતુ એ કે ઘણા લોકો આ ત્રણે ચોવીશીના દર્શનનો લાભ મેળવી શકે. આને પરિણામે લોકોમાં અષ્ટાપદ તીર્થ અંગે જાગૃતિ આવી છે. અષ્ટાપદ તીર્થ વિશેનું સાહિત્ય અને અન્ય વિગતના સોળ વોલ્યુમ પ્રકાશિત કરવામાં આવ્યા છે. ક્લાસ માનસરોવરની સંશોધનયાત્રાની સુંદર વિડિયો પણ પ્રાપ્ત થઈ છે. અષ્ટાપદ તીર્થનું આ પ્રદર્શન મુંબઈ, ન્યૂયોર્ક, ન્યૂજર્સીમાં જેના કન્વેશનમાં, લૉસ એન્જલિસ, એન્ટવર્પ, પાલીતાણા, સૂરત, અમદાવાદ, જયપુર, દીલ્હી તથા કોલકાતામાં દર્શાવવામાં આવ્યું. અમદાવાદમાં અષ્ટાપદ અંગેના સંશોધન વિશે સેમિનારનું પણ આયોજન થયું હતું. આ અંગે હજુ વધુ સેમિનાર અને પ્રદર્શનો યોજવામાં આવશે. સંશોધનની દિશામાં શ્રી અષ્ટાપદ તીર્થના સંશોધન માટે કૈલાસ-માનસરોવરના બે સંશોધન પ્રવાસો થઈ ચૂક્યા છે. સેટલાઈટ મારફતે લુપ્ત થયેલા અષ્ટાપદના સ્થાનને શોધવાનો પ્રયાસ અત્યંત મદદરૂપ સિદ્ધ થયો છે. ત્રીજો સંસોધન પ્રવાસ જુન-૨૦૦૯ માં કરવાનું નક્કિ થયુ છે. અષ્ટાપદના સંશોધનકાર્યને વેગ મળે અને તેનું સંકલન થાય તે માટે અષ્ટાપદ રિસર્ચ ઈન્ટરનેશનલ ફાઉન્ડેશન (એ.આર.આઈ.એફ) ની સ્થાપના કરવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે. એ.આર.આઈ.એફ. ભારત સરકાર સાથે અને ચીનના ભૌગોલિક પુરાતત્ત્વ અને અન્ય સંકળાયેલા વિભાગ સાથે સંક્લન કરશે. ભૂસ્તરશાસ્ત્રી અને પુરાતત્ત્વવિદોની ટીમ પણ આમાં જોડાશે. હવે પછીનું સંશોધન કઈ રીતે કરવું તે અંગે તેઓ સૂચન અને માર્ગદર્શન આપશે. સંભવિત સ્થાનો અંગે વધુ જાણકારી પ્રાપ્ત કરવા સ્પેસ સેટેલાઈટ “હાઈ રેશોલ્યુશન’ ડેટા મેળવવા પ્રયત્નશીલ છીએ. અવારનવાર અષ્ટાપદ વિષયક સંશોધનો પ્રકાશિત કરવાનો આશય રાખ્યો છે, જેથી યુવાનવર્ગ, વ્યવસાયી વર્ગ અને સંશોધકોમાં આ અંગે ઉત્સાહ જાગે અને ઉત્તરોત્તર આવાં વધુને વધુ સંશોધનકાર્યો થતાં રહે. વિશ્વસંસ્કૃતિનું મરોઠ હતી. કદાચ આ સંશોધન આપણને એ આદિ સ્ત્રોતની ઓળખ આપી જાય અને વિશ્વસંસ્કૃતિના પ્રારંભકાળના સગડ આમાંથી મળી રહે. વળી ભગવાન ઋષભદેવના નિર્વાણકલ્યાણકની ભૂમિ અષ્ટાપદ પર્વર મળશે તો સ્તૂપ, સ્થાપત્ય, મંદિર, પ્રાચીન નગર અને જૈન ધર્મની પ્રાચીન પરંપરાની માહિતી મળશે અને એ રીતે માત્ર ભારતીય સંસ્કૃતિ જ નહીં, બલકે વિશ્વસંસ્કૃતિ આદિ સ્ત્રોતની જાણકારી સાંપડશે. પરિણામે આ સંશોધન એક વ્યાપક આકાર ધારણ કરી રહ્યું છે અને તે જૈન ધર્મની પ્રાચીનતા ઉપરાંત ભારતીય સંસ્કૃતિ અને વિશ્વની સભ્યતાના આદિ સ્ત્રોત વિશે મૂલ્યવાન સામગ્રી આપનારું બની રહેશે. અમે અષ્ટાપદ રિસર્ચ ઈન્ટરનેશનલ ફાઉન્ડેશનની સ્થાપના કરવા પ્રયત્ન કરીએ છીએ. આ સંસ્થાનું રજિસ્ટ્રેશન ભારત અને પરદેશ બંને જગ્યાએ થાય. અત્યારે અમદાવાદમાં ગુજરાત યૂનિવર્સિટી વિસ્તારમાં આવેલી એલ. ડી. ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડોલોજીમાં આનું કાર્યાલય શરૂ કરવામાં આવ્યું છે. 20 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24