________________
Jain Society of Greater Detroit
PRATISHTHA MAHOTSAV ASHADH 4-12 V.S. 2054
તીર્થકરપણું એ કાંઈ એકાએક પ્રાપ્ત થઈ જતું નથી. એની પાછળ તો એ તીર્થંકર બનનાર મહાન આત્માઓની, આત્મકલ્યાણ માટેની અને વિશ્વના ઉદ્ધાર માટેની અનેક જન્મોની ભવ્ય સાધનાનો ઈતિહાસ છુપાયેલો હોય છે.
જે કોઈ ભવ્ય આત્મા આવો ઉચ્ચ પુરૂષાર્થ કરે તે બધા તીર્થકર બની શકે છે એમ જૈનદર્શન કહે છે. જૈનદર્શનની આ વિશાળતા અને સમભાવશીલતા એની આગવી વિશેષતા બની રહે તેવી છે.
તીર્થકર બનનાર કોઈ પણ મહાન આત્મા પોતે જે જન્મમાં તીર્થકર બને છે તેની પૂર્વેના ત્રણ ભવોથી તો તેમના અંતરની કરૂણા ઉત્તરોત્તર વધુને વધુ તીવ્ર અને વ્યાપક બનતી જાય છે. આ જગતનાં વિવિધ દુઃખોને જોઈને એમનું હૃદય દ્રવી ઊઠે છે. આત્મ શુદ્ધિના પ્રચંડ પુરૂષાર્થ સાથે તેઓ વિશ્વોદ્ધારની ભાવના ભાવે છે. આ જગતના સર્વજીવો શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સર્વ પ્રકારના દુઃખોમાંથી સદાને માટે મુક્ત બનીને શી રીતે સાચા સુખના અધિકારી બને એ માટે એ દિવ્યાત્માનું મનોમંથન રાત-દિવસ ચાલ્યા કરે છે.
સહુનાં દુઃખ દૂર કરવાની અને સહુને સુખી બનાવવાની આવી ઉચ્ચ અને ઉત્કટ કરૂણાને પરિણામે જ એ મહાન આત્માઓ તીર્થકરપદને પામે છે અને જગતનું મહાન કલ્યાણ કરી શકે છે.
તીર્થકર બનનાર એ મહાન આત્માઓ કરૂણાના સાગર, સર્વોચ્ચ પુણ્યના સ્વામી અને આત્માની અનંતશકિતઓના ભંડાર સમા હોય છે. એમના અચિંત્ય પ્રભાવથી આ વિશ્વનું... વિશ્વના સર્વ જીવોનું કલ્યાણ અને મંગલ થઈ શકે છે. અંતિમ જન્મમાં માનવદેહે જન્મ્યા હોવા છતાં એ તીર્થકર ભગવંતો દેવ-દેવેન્દ્રોથી પણ પૂજાય છે એટલે જ દેવાધિદેવ કહેવાય છે.
એ દિવ્યાત્માના ચ્યવન, જન્મ, દીક્ષા, કેવલજ્ઞાન અને નિર્વાણરૂપ પાંચ મુખ્ય જીવનપ્રસંગો વખતે ત્રણે લોકમાં પ્રકાશ અને આનંદ ફેલાય છે. માટે જ તો એ પાંચ પ્રસંગોને પાંચ કલ્યાણક કહેવામાં આવે છે.
જૈન મંદિરોમાં આવા વીતરાગ, સર્વજ્ઞ, કરૂણામૂર્તિ અને અચિંત્યશકિતયુક્ત તીર્થકર ભગવંતોની ભાવવાહી મૂતિઓની સ્થાપના-પ્રતિષ્ઠા શાસ્ત્રીય વિધિપૂર્વક અને અંતરના ઉછળતા ભકિતભાવ સાથે કરવામાં આવે છે. પ્રતિષ્ઠા કરતાં પહેલાં અંજનશલાકા મહોત્સવમાં એ તીર્થકર ભગવંતોના જીવનની વિશ્વ કલ્યાણકર પાંચ ઘટનાઓ (પાંચ કલ્યાણક)ની ઉજવણી પણ ભારે ઉમંગથી કરવામાં આવે છે.
ભકત હૃદયની વાત જ ન્યારી છે. જેને ભગવાન ગમે એને ભગવાનનું નામ પણ ગમે, ભગવાનની છબી પણ ગમે, ભગવાનની મૂર્તિ પણ ગમે, ભગવાનનું મંદિર પણ ગમે છે. ભગવાનની ભકિત પણ ગમે અને એ ભકિત કરનારા ભકતો પણ ગમે. ભકિતનો માર્ગ એ ભાવનો માર્ગ છે. ભકિતનો માર્ગ એ શુદ્ધ પ્રેમનો માર્ગ છે. એક જ
Mr
.
Jain Education Intemational
For Private Personal Use Only
www.jainelibrary.org