Book Title: Jain Bhugol
Author(s): Nyayavijay
Publisher: Z_Jain_Sahitya_Sambandhi_Lekhono_Sangraha_005198_HR.pdf

View full book text
Previous | Next

Page 5
________________ ૧૧૨ જૈનવિભાગ પુરાણી ભૂગોળમાં જંબુ દ્વીપની માન્યતામાં જે સમાનતા છે તે સમાનતા ત્યાર પછીના કથનમાં અલ્પાંશે છે કેમકે પુરાણ ગ્રંથો પ્રમાણે એક પછી બીજે દીપ બમણું હોય છે, જ્યારે આખાગમાનુસારે દીપ પછીને દ્વીપ ચાર ગણે થતે જોવાય છે. વળી પુરાણ ગ્રંથનો એવો સાર છે કે-ક્ષીરદધિ, ઈક્ષરસોદધિ, સુરદધિ, ઘોદધિ, કીરદધિ, મંડેદધિ અને શુદધિ (માર્કડેય પુરાણ) આ પ્રમાણે સાત સમુદ્ર છે અને ત્યાર પછી માનુષસ્તર પર્વત છે. મેરુ પર્વતથી આ માનુષોત્તર પર્વતની વચમાં જેટલી પૃથ્વી છે તેટલી જ માનુષી વસ્તીથી રહિત માનુષાર પર્વતની બહાર બીજી પૃથ્વી છે. આ સમસ્ત પૃથ્વીને વિસ્તાર ૫૦ કરોડ જન છે અને તેને ચોથા ભાગમાં લોકાલોકાચલ પર્વત છે. આ પુરાણ ગ્રંથ માન્યતાથી તૈત્તિરીય બ્રાહ્મણ ૨-૧૧-૧ વિશેષ અજવાળું પાડે છે જે વક્તવ્યતામાં મૃત્યુલોકની વિશાળતા માનવાને અવકાશ રહે છે. તે કહે છે કે વિશ્વ અનંતઅપાર છે. જૈન શાસ્ત્ર કહે છે કે મનુષ્ય ક્ષેત્ર-અઢી દીપ ૪૫ લાખ યોજનમાં છે. પરંતુ મૃત્યુલોકનો વિસ્તાર એક રાજલોક અને ઉંચાઈ નીચે ૯૦૦ ને ઉપર ૯૦૦ મળીને ૧૮૦૦ જન છે. આપણે હિંદુસ્થાન દક્ષિણ આંબુળીપના ભારતક્ષેત્રનો એક વિભાગ છે. તેનું પ્રાચીન નામ ભરતખંડ હતું. આ નામ ઋષભદેવના પુત્ર ભરત ચક્રવાતના રાજ્ય સ્થાપનથી પ્રસિદ્ધ થએલ છે. (માર્કન્ડેય) તેમજ તે અરસામાં ભરત ચક્રવતીના ભાઈએના નામ ઉપરથી કચ્છ, મહાકચ્છ, સુદર્શન, કુરુપંચાલ, વિગેરે દરેક દેશોનાં નામ પડયાં હતાં. અત્યારે તેમાંના ઘણાં નામમાં ફેરફાર થઈ ગયાં છે. હિંદુસ્તાન આ સંજ્ઞા સિંધુવાસી લોકૅ માટે વપરાતી હતી. પરંતુ અત્યારે તો તે સંજ્ઞામાં ભરતક્ષેત્રના મોટા વિભાગોને સંગ્રહ જોવામાં આવે છે. આ જ પ્રમાણે કેટલાક દેશોને પણ રૂપાન્તર પામેલાં નામથી ઓળખીએ છીએ. તેમનાં પ્રાચીન નામો બીજાં હતાં જેમ કે-હિંદુસ્તાનનાં તૈલંગ, એરીસા, આસામ, આગ્રા પ્રાંત, મલબાર, અયોધ્યા, દક્ષિણ પંજાબ, મદ્રાસ, બંગાલા, કચ્છ, બ્રહ્મદેશ, મેવાડ, સુરત અને તીબેટને પ્રાચીન પ્રજા આંધ્ર, કલમ, કામરૂપ, કુર, કેરલ, કેશલ, જાલંધર, દ્રાવલ, નૈષધ, ભેજકેટ, મગધ, મેદપાટ, સૌવીર અને દૂણના નામથી ઓળખતી હતી. તેમજ હિંદુ બહારના કાબુલ, રૂશિયા, ગ્રીસ, બલુચિસ્તાન, આફીકા, અરબસ્તાન, મીસર અને સીલોન વિગેરે પ્રદેશો કૈકેય, રૂક્ષ્મ, પવન, પુલીંદ, બર્બર, બાહિક, ભદ્ર અને સિંહદીપ વિગેરે નામથી પ્રસિદ્ધ હતા. આ પ્રમાણે તે અરસાનાં નામો જેમ રૂપાન્તર પામ્યાં છે તેમ હિંદુસ્તાનને પણ ભરતખંડની નામના ટુંક મુદત થયા કેટલેક અંશે ભુંસાયેલ છે. ભરતક્ષેત્રની ઉત્તરે ૧૦૦ યોજન ઉંચે હિમવાન પર્વત છે; તથા પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણે લવણદધિ સમુદ્ર છે. ભરતક્ષેત્રની પહોળાઈ પરકર જન છે અને ઉત્તર દક્ષિણમાં સુતેલ ૫૦ એજન પહોળા વૈતાઢ્યગિરિથી તે ક્ષેત્રના બે ભાગ પડે છે. વળી ઉત્તરમાંથી નીકળી દક્ષિણમાં વહેતી ગંગા સિંધુના સંગથી ઉપરોક્ત બને ભરતાદ્ધના ત્રણ ત્રણ વિભાગે થાય છે. આ પ્રમાણે ભરતક્ષેત્રના છ ખંડ થાય છે. તે છ ખંડમાંથી દક્ષિણ ભારતઈને મધ્યમખંડ આર્યખંડ તરીકે ઓળખાતો હતો. આ ખંડે એટલા બધા વિશાલ છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7