Book Title: Jain Bhugol
Author(s): Nyayavijay
Publisher: Z_Jain_Sahitya_Sambandhi_Lekhono_Sangraha_005198_HR.pdf
Catalog link: https://jainqq.org/explore/249571/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ જૈનવિભાગ ૯ જૈન ભૂગોલ. ( લેખક–આચાર્ય શ્રી મુનિ ન્યાયવિજયજી.) આધુનિક ભૂગલના સંસર્ગમાં પ્રાચીન ભૂગલનું નિરીક્ષણ કરી તેને યથાર્થ રીતે વર્ણવવું તે સંબંધે વિચાર ચર્ચા કરતાં આ નિબંધ લખવાનું બન્યું છે. પરંતુ પ્રાચીન ભૌગોલિક માન્યતા અને અર્વાચીન માન્યતા વચ્ચેનું સામ્ય આલેખવામાં જે મુશ્કેલી છે તેની અપેક્ષાએ પરસ્પર પ્રાચીન ભૂગોલ વર્ણનની સરખામણી કરવામાં અમુક અનુકુળતા હોવાથી નગ્ન સત્યને પ્રકાશમાં લાવવાની વૃત્તિને સ્વીકારી આ નિબંધ લખેલ છે. પ્રાચીન કે અર્વાચીન દરેક વિદ્વાને કબુલ રાખે છે કે આકાશ અનન્ત છે. આ અનન્તાકાશના મધ્ય ભાગમાં કાકાશ રહે છે. તે કાકાશ મનુષ્પાકારે છે. બન્ને હાથ કેડે મુકી ટટ્ટાર ઉભા રહેલ મનુષ્યની જે આકૃતિ થાય તેવી જ આકૃતિ આ લોકાકાશની છે. તેની પગથી માથા સુધીની લંબાઈ ચૌદ રાજુ પ્રમાણ છે અને પહોળાઈ નીચેના ભાગમાં સાત રાજ, નાભિના ભાગમાં એક રાજ, છાતી તથા કેણીના ભાગમાં પાંચેક રાજ, અને શિખાના ભાગમાં એક રાજ છે. પુરુષાકૃતિ લોકના મધ્ય ભાગમાં નાભિના સ્થાને મૃત્યુ લોક છે તેની નીચે અસુર સ્થાન (નાગ લોક) છે અને અનુક્રમે રત્ન પ્રભા, શર્કરા પ્રભા, વાલુકા પ્રભા, પંક :ભા, ધૂમ પ્રભા, તમ પ્રભા અને તમસ્તમ પ્રભા એમ સાત નરકસ્થાન છે. મૃત્યુ લોકની ઉપર ૭૦૦ થી ૯૦૦ જન સુધીમાં જ્યોતિષ ચક્ર છે તેની ઉપર બાર દેવલોક અને નવ લેકતિક દેવનાં નિવાસસ્થાને છે. ગળાના ભાગમાં નૈવેયક દેવસ્થાને છે. મુખના ભાગમાં પાંચ અનુત્તર દેવસ્થાને છે અને લલાટ શિખાના સ્થાને સિદ્ધ શિલા મોક્ષસ્થાને છે. મનુષ્યાકૃતિ લોકાકાશ આ પ્રમાણેના સ્થાનેમાં વહેચાયેલ છે. (સ્ક. ૨ અધ્યાય પ. લોક ૩૪ થી ૪ર). જીવ ધર્માસ્તિકાય (ગમન સહાયક શક્તિ) અધર્માસ્તિકાય, ગતિ નિરોધક શક્તિ) જુગલ વિગેરે પદાર્થો લેતાદર્શક પદાર્થો છે. આ દ્રવ્ય આકાશના જેટલા ભાગમાં પ્રસરાઈ રહેલ છે તે આકાશનું નામ લોકાકાશ છે અને બાકીનું લેકતાદર્શક દ્રવ્યોથી રહિત અગુરુ લધુ સ્વભાવવાળું આકાશ તે અલકાકાશ છે. આ બન્ને આકાશે માત્ર ઉપચાર ભેદથી જુદાં પડે છે. જેમાં કાકાશના પ્રદેશ અસંખ્યાતા છે અને અલકાકાશના પ્રદેશ અનંતા છે. પુરાણ ગ્રંથો પણ આકાશના કાકાશ અને મહાકાશ એ બે ભેદો પાડે છે. વિદ્વાન ગાગીએ કરેલ પ્રશ્નના ઉત્તરમાં યાજ્ઞવલ્કય જણાવે છે કે–“ ઉપલી નીચલી બધી જગા મહા ૩૮૧૨૭૮૭૦ મણને એક ભાર એવા એક હજાર ભારના તપેલા લોઢાના ગોળાને કેઈ સમર્થ દેવતા નીચે ફેંકે તે ગોલો ચંડ ગતિથી આવતાં આવતાં ૬ માસ ૬ દિવસ ૬ પર અને ૬ ઘડીમાં જેટલું અંતર કાપે તે અંતની રજજુ કે શજ એવી સંજ્ઞા છે. Page #2 -------------------------------------------------------------------------- ________________ જૈન ભૂલ કાશથી ઓતપ્રેત છે” એટલે મહાકાશના મધ્યમાં લોકથી ભરેલું નાનું આકાશ છે. વળી લોકસ્થાપના માટે પુરાણ ગ્રંથ કયે છે કે–પરમાત્મા કૃષ્ણ ભગવાનમાં સર્વ લોકન સમાવેશ થાય છે, કેમકે ઉભા રહેલ પરમાત્માનું શરીર જ સર્વ પદાર્થોનું આધાર સ્થાન છે. આ જ બીનાનું સ્પષ્ટીકરણ કરતાં ઉત્પત્તિના અધિકારમાં ઋદ જણાવે છે કે –“વિરાટ રૂપની નાભિથી આકાશ, મસ્તકથી સ્વર્ગ અને બે પગથી ભૂમિ ઉત્પન્ન થતી હતી.” આ સંક્ષેપ સુચનાને વિસ્તાર ભાગવતમાં નીચે પ્રમાણે કરેલ છે. હજાર વર્ષ સુધી અંડ સુતું હતું, કાલ કર્મ અને સ્વભાવમાં રહેલ છવ જીવને જીવાડ હતું. તે હજાર પગ, હજાર ઉફ, હજાર હાથ અને હજાર નેત્ર વાળો થયો હતો અંડ ભેદી બહાર નીકળે. જેના અવયવથી લોકકલ્પના છે, તેના કેડના ભાગમાં મૃત્યુ લેક છે, ને કટી ઉપરના વિભાગમાં જુદા જુદા દેવલોકે છે. જે પૈકીમાં નાભી ઉપર ભૂવ લેક (ગૃડચાર ) ઉદય ઉપર સ્વર્ગલેક, છાતી ઉપર મહમ્ ગ્રીવામાં જન, સ્તનમાં તેલેક અને માથા ઉપર સત્ય લોક છે અને તેની ઉપર સનાતન બ્રહ્મ છે. કેડથી નીચેના ભાગમાં સાત તલ (નરક સ્થાન) છે. કેટલેક ઠેકાણે આ સંખ્યાની નોંધ એકવીસના આંકથી પણ દેખાડેલ છે જ્યાં સાત તલની યાદગીરી આ પ્રમાણે છે. કેડ નીચે અતલ, ઉફ (સાથલ) નીચે વિતલ, જાનુ નીચે સુતલ, જાંધ નીચે તલાતલ, ઘુંટી નીચે મહાતલ, પગમાં રસાતલ અને પગના તળીયા નીચે પાતાલ એમ જુદાં જુદાં સ્થાને રહેલાં છે. આ સિવાય બીજી રીતની કલ્પના પણ પ્રાપ્ત થઈ શકે છે જેમાં કહે છે કે, ભૂલોક, ભુવર્લોક અને સ્વર્લોકના સ્થાને અનુક્રમે પગ, નાભિ અને મસ્તક છે. આથી સમજી શકાય છે કે લોકસ્થિતિના પુરાણ સિદ્ધાંત પણ જૈન સિદ્ધાંતની સમાન માન્યતાવાળા છે. આ લોકાકાશના મધ્ય ભાગમાં દર્શાવેલ મૃત્યુ લોક-ભૂલક તેજ આપણી પૃથ્વી છે. આ પૃથ્વી તે માટીનો ઘટ્ટ સપાટ થર છે. બ્રહ્મા માટી પાથરીને તેને પાષાણથી ટીપતે હવે.' (ત્તિ પરિપ૬) તે સ્થિર છે. અર્વાચીન કાળમાં પૃથ્વી માટે ભ્રમણવાદની માન્યતા વિશ્વાસ પાત્ર બની છે પરંતુ દરેક પ્રાચીન ગ્રંમાં તે પૃથ્વીને સ્થિર તરીકે ઓળખાવેલ છે. પૃથ્વી સ્થિર છે અને સૂર્ય ફરે છે. આ બાબતની નોંધ લેવા પણ અહીં જરૂરી ધારું છું. જૈન ભૂગલ શાસ્ત્ર --જંબુ દીપ પ્રજ્ઞપ્તિ સુર્ય પ્રજ્ઞપ્તિ છે. ભાષાની દૃષ્ટિથી જેની રચના કાલ ૨૨૦૦ થી ૨૪૦૦ વર્ષ પૂર્વે છે તેમાં લેકને અને પૃથ્વીને સ્થિર કહેલ છે. સદ અ૦ ૩ વ૦ ૬ માં લખે છે કે–વિશ્વ પ્રકાશી સૂર્ય સુવર્ણમય રથમાં બેસીને આવે છે. તે પ્રવણવત, ઉર્ધ્વ દેશ યુક્ત ઉર્વ ભાગમાં થઈ પ્રવણ ભાગના ભેદથી ગમનાગમન કરે છે. પ્રણય જનકારક દેશમાં શ્વેતાશ્વથી આવે છે. કદ અ૦ ૨ અ. ૧ ૦ ૫–માં લખે છે કે સૂર્ય નિત્ય ૫૦૫૯ જન ચાલવા વડે મેરુને પ્રદક્ષિણા દે છે. આ પ્રદક્ષિણ દક્ષિણપક્રમ જાણવી. ઋગ્વદ અ૨ અર પ કા ર ઘરની અરજી વાકૃષિ વાવા અને પૃથ્વી અચર છે, અચલ છે. વિ, ૬. ૧૫ Page #3 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ જેનવિભાગ પવિત્ર પુસ્તક બાઇબલમાં પણ એ જ માન્યતા પ્રકાશેલ છે. “પણ પૃથ્વી કાયમ છે. સૂર્ય આથમે છે” અને ઉગે છે (સભા શિક્ષક ૧-૪) “તેણે અચલ પૃથ્વીને પાયો નાખ્યો.” (ગીત ૧૦૪-૫) “પૃથ્વી સ્થિર છે.” (ગીત ૧૦૯-૯૦) ઈ. સ. પૂર્વે ૨૦૦ વર્ષે થયેલ હીપારકસ પણ પૃથ્વીને સ્થિર કહેતે હતે. ટોલેમી અને કેપરનીકસના મધ્ય ભાગમાં થયેલ કે બ્રાહિયે પણ પૃથ્વી માટે સ્થિરતા જ બુલ કરેલ છે. પણ તેની વિશેષ માન્યતા એ હતી કે-સૂર્ય અને ચંદ્ર પૃથ્વીને આંટે દે છે અને બીજા ગ્રહો સૂર્યની ચારે બાજુ ફરે છે અને અત્યારે પણ પૃથ્વી સ્થિર હોવાને દાવો કરનાર ઘણાય પાશ્ચાત્ય પંડિત છે. મેં સાંભળ્યું છે કે હમણાં જ એક પ્રેસરે નવીન શોધમાં પૃથ્વીને (છ ખુણવાળી અને) સ્થિર દર્શાવેલ છે. ઇ. સ. પૂર્વનું ગ્રીક જોતિષ પણ પૃથ્વીને સ્થિર કહે છે એટલે પ્રાચીન કાલમાં સર્વાનુમતે એમ મનાતું કે પૃથ્વી સ્થિર છે. આ પૃથ્વીના મધ્ય ભાગમાં (પ્રમાણગુલે) લાખ જન લાંબો પહેળે જંબુ વૃક્ષના નામથી પ્રસિદ્ધિ પામેલો જંબુ દીપ છે. તેના મધ્ય ભાગમાં ૧૦૦૦૦ એજન ભૂમિમાં પથરાયેલ લાખ જન ઉંચે મેર પર્વત છે. તેની ઉત્તરમાં અને દક્ષિણમાં ૨૫૦-૨૫૦ મળીને પાંચસો યોજન વિસ્તારવાળાં બે ભદ્ર શાળ બને છે. મેરુ પર્વતની દક્ષિણના ભદ્ર શાળ વનની દક્ષિણે ૧૧૮૪ર જનનું દેવ કુક્ષેત્ર છે. તેથી દક્ષિણમાં ને દક્ષિણમાં જ અર્ધા અર્ધા માપવાલા ૧૬૮૪ર યોજનને નીષધ, ૮૪ર૧ જનનું હરિવર્ષ ક્ષેત્ર, ૪૨૧૦ એજનને મહા હેમવંતગિરિ, ૨૧૦૫ જન પ્રમાણ હેમવંત ક્ષેત્ર, ૧૦૫ર યોજનને ચુલ હેમવંત ગિરિ, પર૬ જનનું ભરત ક્ષેત્ર, એમ અનુક્રમે રહેલ છે. આજ રીતિથી મેગ્ની ઉત્તરમાં ઉત્તર કુક્ષેત્ર છે, અને ત્યાર પછી ઉત્તર તરફ દક્ષિણની પેઠે અર્ધા અર્ધા માપવાળા નીલવંત પર્વત, રમ્યકક્ષેત્ર રૂપી પર્વત, હિરણ્યવંત ક્ષેત્ર, શિખરી પર્વત અને અરવત ક્ષેત્ર છે. ઉપરોક્ત દરેક ક્ષેત્રમાં મનુષ્યની વસ્તી છે. વળી નિષધ અને નીલવંત પર્વતની મધ્યે મેરુના પૂર્વ પશ્ચિમ ભાગમાં મહાવિદેહ ક્ષેત્ર છે તેમાં પણ મનુષ્ય રહે છે. ઉત્તરનું અરાવત ક્ષેત્ર અને દક્ષિણનું ભરતક્ષેત્ર છે. તે બન્ને જંબુ દ્વીપના ૧૯૦ મા ભાગમાં પથરાયેલા અર્થાત પર૬ જન પ્રમાણુવાળા છે. આ પ્રમાણે એક લાખ જનના જંબુદ્દીપની જૈન દર્શનની માન્યતા છે. પુરાણોમાં પણ જંબુદ્વીપનું ઉપર લખ્યા પ્રમાણે જ સ્વરૂપ દર્શન કરાવ્યું છે. માત્ર કેટલાંક નામમાં અને માપમાં થોડો ફરક છે જેથી પુરાણમાં જબુદ્દીપની રચના નીચે પ્રમાણે ખડી થાય છે. લવણ સમુદ્રથી વીંટાયેલો ચક્ર જેવો લાખ યોજનને જબુદીપ છે. (વિષ્ણુ પુરાણનૃસિંહ પુરાણ ) તેના મધ્યમાં મેરુ પર્વત છે. મેરુની દક્ષિણે અને લવણોદધિની ઉત્તરે ભરતકિ પુરુષ અને હરિવર્ષ ક્ષેત્રો છે ને આંતરે એક એક પર્વત છે. તે જ પ્રમાણે મેની ઉત્તરમાં કરુ, હિરણ્ય અને રમ્યક એમ ત્રણ ક્ષેત્ર છે. મેની પૂર્વ પશ્ચિમે કેતુમાલ અને ભદ્રાશ્વવર્ષ છે. મેરુ તે લાખ પેજન ઉંચે સેનાને પર્વત છે, જેનું ઈલાવર્ત નામે ક્ષેત્ર છે. આ ક્ષેત્રમાં સેનાના કાગડા હોય છે. આ મેસને સૂર્ય ચંદ્ર નક્ષત્ર અને વાયુ દક્ષિણપક્રમથી નિત્ય પ્રદક્ષિણા દે છે. આ ઉપરથી દિશા માટે એવી મર્યાદા બંધાય છે કે Page #4 -------------------------------------------------------------------------- ________________ જૈન ભૂગલ ૧૧૧ મેની ભૂમિ તે સમપ્રદેશનું ઉત્તર સ્થાન છે અને સૂર્ય ઉગે તે દરેક પ્રદેશ માટે પૂર્વી દિશા છે. તેથી અમુત્તરે . આ માન્યતા સત્ય પાઠને ભજવે છે. (મારામ ૨૦૨) મેના સ્વરૂપ માટે પુરાણમાં જુદા જુદા મત છે. જુઓ-મેરુ ગાયના પુચ્છ જેવો છે, (વિષ્ણુ પુરાણુ). ધતુરાના કુલ જેવો છે, (પદ્મપુરાણ), ચેખુટે છે, (ભાગુરી). અષ્ટકેણુ છે, (સાવરણ). સાત ખુટે છે, (અત્રિ). સહસ્ત્ર ખુટે છે, (ભગુ). ગુંથેલા વાળ જેવો છે, (ગાર્ગી). ગોળ છે, (અન્ય). ખુટે છે, (મસ્ય પુરાણ ). ઈલા વર્ષમાં ચાર દેવધાન છે. જેમાં સિદ્ધ ચારણો વિચરે છે. આ દરેક ક્ષેત્રે પૈકીના દક્ષિણ અને ઉત્તર અને ક્ષેત્રે ધનુષ્ય કામઠીના આકારે છે. (પદ્મપુરાણ ભૂમિખંડ અધ્યાય ૧૦૧. નૃસિંહપુરાણ કે અધ્યાય ૩૦ ) વહિન પુરાણમાં ક્ષેત્રનાં નામે ઉપર પ્રમાણેજ દર્શાવ્યા છે – उत्तरा कुरवोरम्यं वर्ष हैमवतं तथा भद्राश्व केतुमालं च तथा वर्षमिलावतं ॥ १ ॥ भारत हरिवर्ष च तथा किंपुरुषावृतं एतान्याहौतु वर्षाणि પુનિ થિતરિ તુ / ૨ / તિલકકૃત મૃગશીર્ષમાં પણ એ જ નામે મળે છે. અર્વાચીન શોધકે પણ સમુચિતપણે ૪૯૩૨૦૦૦૦ માઈલ પૃથ્વી તથા તેથી ચાર ગણું સમુદ્ર હોવાનું કહે છે. આ જંબુદીપની ચેતરફ લપેટાયેલ ચુડીની જેવો બે લાખ યજનને ખારો લવણ સમુદ્ર છે તેમાં મનુષ્ય નિવાસના પદ દીપે છે. લવણું સમુદ્રનાં કેટલાંએક માછલીઓ રાક્ષસી કદનાં હોય છે. લવણું સમુદ્રની ફરતે ચાર લાખ એજનને ઘાતકી દીપ છે. આ દ્વીપમાં પણ પૂર્વ પશ્ચિમમાં બે મેરુ પર્વત છે અને જબુદ્દીપની પેઠે જ ઉત્તર દક્ષિણના વિભાગે બે મેરુનાં બબ્બે ક્ષેત્ર અને પર્વત છે. તેમાંના દરેક ક્ષેત્રમાં મનુષ્યો વસે છે. ઘાતકી દ્વીપની ફરતે આઠ લાખ જનને કાલેદધિ સમુદ્ર છે, જ્યાં તદ્દન કાળું પાણી હોય છે. તેની પિલીપાર ગોળ વીંટાયેલો પુષ્કરવર નામે દ્વીપ છે. જેની અધવચમાંજ ફરતો ચક્રાકારે ૧૭૨૧ જન ઉંચો ભાનુષોત્તર પર્વત છે. આ કારણથી હીપનો અર્ધ ભાગ પર્વતની બહાર અને અર્ધ ભાગ અંદર રહે છે. એટલે આ દ્વીપને અર્ધ પુષ્કરાવતેના નામે ઓળખાવાય છે. આ દ્વીપનો અંદરનો અર્ધ ખંડ પૂર્વ પશ્ચિમના બે મેરનાં ક્ષેત્રે, નદીઓ, પર્વત અને મનુષ્યોથી વિભૂષિત છે. ઉપર પ્રમાણે માનુષોત્તર પર્વતના મધ્ય ભાગમાં ૧ જબુદ્વીપ ૧ ઘાતકીખંડ અને બે પુષ્કરવર એમ રા દ્વીપ છે. તેમાં મનુષ્ય તથા તિર્થ જન્મે છે વસે છે અને મરે છે. અને તેની ફરતા બીજા અસંખ્ય દીપે છે. તેમાં માત્ર તિર્યો હોય છે જેથી મનુષ્ય ક્ષેત્ર એ સંજ્ઞામાં રા દ્વીપનો સમાવેશ થાય છે. પુષ્કરવર દ્વીપની ફરતે પુષ્કરવર સમુદ્ર છે અને તેને વીંટીને ચારે બાજુ વાણી દીપ રહેલ છે. આ પ્રમાણે બમણું બમણું પ્રમાણવાળા દ્વીપ. અને સમુદ્રો રહેલ છે જે પૈકીનાં અત્યારે છત્રીસ નામો મળી શકે છે. તદ્દન છે સ્વયંભૂરમણ સમુદ્ર છે. જે અધ રાજલોકમાં પથરાયેલ છે તે તેની પછી અલોકાકાશ છે. Page #5 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ જૈનવિભાગ પુરાણી ભૂગોળમાં જંબુ દ્વીપની માન્યતામાં જે સમાનતા છે તે સમાનતા ત્યાર પછીના કથનમાં અલ્પાંશે છે કેમકે પુરાણ ગ્રંથો પ્રમાણે એક પછી બીજે દીપ બમણું હોય છે, જ્યારે આખાગમાનુસારે દીપ પછીને દ્વીપ ચાર ગણે થતે જોવાય છે. વળી પુરાણ ગ્રંથનો એવો સાર છે કે-ક્ષીરદધિ, ઈક્ષરસોદધિ, સુરદધિ, ઘોદધિ, કીરદધિ, મંડેદધિ અને શુદધિ (માર્કડેય પુરાણ) આ પ્રમાણે સાત સમુદ્ર છે અને ત્યાર પછી માનુષસ્તર પર્વત છે. મેરુ પર્વતથી આ માનુષોત્તર પર્વતની વચમાં જેટલી પૃથ્વી છે તેટલી જ માનુષી વસ્તીથી રહિત માનુષાર પર્વતની બહાર બીજી પૃથ્વી છે. આ સમસ્ત પૃથ્વીને વિસ્તાર ૫૦ કરોડ જન છે અને તેને ચોથા ભાગમાં લોકાલોકાચલ પર્વત છે. આ પુરાણ ગ્રંથ માન્યતાથી તૈત્તિરીય બ્રાહ્મણ ૨-૧૧-૧ વિશેષ અજવાળું પાડે છે જે વક્તવ્યતામાં મૃત્યુલોકની વિશાળતા માનવાને અવકાશ રહે છે. તે કહે છે કે વિશ્વ અનંતઅપાર છે. જૈન શાસ્ત્ર કહે છે કે મનુષ્ય ક્ષેત્ર-અઢી દીપ ૪૫ લાખ યોજનમાં છે. પરંતુ મૃત્યુલોકનો વિસ્તાર એક રાજલોક અને ઉંચાઈ નીચે ૯૦૦ ને ઉપર ૯૦૦ મળીને ૧૮૦૦ જન છે. આપણે હિંદુસ્થાન દક્ષિણ આંબુળીપના ભારતક્ષેત્રનો એક વિભાગ છે. તેનું પ્રાચીન નામ ભરતખંડ હતું. આ નામ ઋષભદેવના પુત્ર ભરત ચક્રવાતના રાજ્ય સ્થાપનથી પ્રસિદ્ધ થએલ છે. (માર્કન્ડેય) તેમજ તે અરસામાં ભરત ચક્રવતીના ભાઈએના નામ ઉપરથી કચ્છ, મહાકચ્છ, સુદર્શન, કુરુપંચાલ, વિગેરે દરેક દેશોનાં નામ પડયાં હતાં. અત્યારે તેમાંના ઘણાં નામમાં ફેરફાર થઈ ગયાં છે. હિંદુસ્તાન આ સંજ્ઞા સિંધુવાસી લોકૅ માટે વપરાતી હતી. પરંતુ અત્યારે તો તે સંજ્ઞામાં ભરતક્ષેત્રના મોટા વિભાગોને સંગ્રહ જોવામાં આવે છે. આ જ પ્રમાણે કેટલાક દેશોને પણ રૂપાન્તર પામેલાં નામથી ઓળખીએ છીએ. તેમનાં પ્રાચીન નામો બીજાં હતાં જેમ કે-હિંદુસ્તાનનાં તૈલંગ, એરીસા, આસામ, આગ્રા પ્રાંત, મલબાર, અયોધ્યા, દક્ષિણ પંજાબ, મદ્રાસ, બંગાલા, કચ્છ, બ્રહ્મદેશ, મેવાડ, સુરત અને તીબેટને પ્રાચીન પ્રજા આંધ્ર, કલમ, કામરૂપ, કુર, કેરલ, કેશલ, જાલંધર, દ્રાવલ, નૈષધ, ભેજકેટ, મગધ, મેદપાટ, સૌવીર અને દૂણના નામથી ઓળખતી હતી. તેમજ હિંદુ બહારના કાબુલ, રૂશિયા, ગ્રીસ, બલુચિસ્તાન, આફીકા, અરબસ્તાન, મીસર અને સીલોન વિગેરે પ્રદેશો કૈકેય, રૂક્ષ્મ, પવન, પુલીંદ, બર્બર, બાહિક, ભદ્ર અને સિંહદીપ વિગેરે નામથી પ્રસિદ્ધ હતા. આ પ્રમાણે તે અરસાનાં નામો જેમ રૂપાન્તર પામ્યાં છે તેમ હિંદુસ્તાનને પણ ભરતખંડની નામના ટુંક મુદત થયા કેટલેક અંશે ભુંસાયેલ છે. ભરતક્ષેત્રની ઉત્તરે ૧૦૦ યોજન ઉંચે હિમવાન પર્વત છે; તથા પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણે લવણદધિ સમુદ્ર છે. ભરતક્ષેત્રની પહોળાઈ પરકર જન છે અને ઉત્તર દક્ષિણમાં સુતેલ ૫૦ એજન પહોળા વૈતાઢ્યગિરિથી તે ક્ષેત્રના બે ભાગ પડે છે. વળી ઉત્તરમાંથી નીકળી દક્ષિણમાં વહેતી ગંગા સિંધુના સંગથી ઉપરોક્ત બને ભરતાદ્ધના ત્રણ ત્રણ વિભાગે થાય છે. આ પ્રમાણે ભરતક્ષેત્રના છ ખંડ થાય છે. તે છ ખંડમાંથી દક્ષિણ ભારતઈને મધ્યમખંડ આર્યખંડ તરીકે ઓળખાતો હતો. આ ખંડે એટલા બધા વિશાલ છે Page #6 -------------------------------------------------------------------------- ________________ જૈન ભૂગોલ ૧૧૦ કે જેમાં વસનારા મનુષ્યો કેઈ જાતને પરસ્પર વ્યવહાર કરી શકતા નથી. અર્થાત એક ખંડમાંથી બીજા ખંડમાં જવામાં બહુ મુશ્કેલીઓ રહેલી છે-આર્યખંડના મધ્યમાં શાશ્વતા સ્વસ્તિક ઉપર બાર યોજન લાંબી અને નવ જન પહોળી વિનીતા નગરીનું સ્થાન છે જેની ઉત્તરમાં અષ્ટાપદ પર્વત છે. વિનીતા અને લવણું સમુદ્રના મધ્યમાં શત્રુંજય પર્વત છે તથા ભરતક્ષેત્રની દક્ષિણમાં ત્રણ તીર્થભૂમિ છે. પુરાણ ગ્રંથે પણ જબુદીપના નવમા સ્થાનને પવિત્ર ભરત તરીકે ઓળખાવે છે પરંતુ તેને વિસ્તાર નવ જન હોવાનું કહે છે. વિનીતા (પ્રાચીન અધ્યા) ની ઉત્તરમાં રહેલા અષ્ટાપદ પર્વતનું પૌરાણિક નામ કૈલાસ પર્વત છે. જન ભૂમિતિ ગણનામાં ત્રણ પ્રકારના જન કલ્પેલ છે. પ્રથમ ઉસેવાંગુલથી ગણતાં કેષ્ટકમાં આધુનિક માપને મળતું જનનું માપ છે. બીજા સ્વાત્માંગુલથી ગણતા કેષ્ટકમાં વિવિધ મનુષ્યમાં ઉંચાઈ નીચાઈને ફેરફાર પડતું હોવાથી વિવિધ કાલનું માપ ઘડાય છે. અને ત્રીજા પ્રમાણગુલથી ગણાતા કોષ્ટકમાં ઉવાંગુલથી કલ્પેલ ચેજિન કરતાં લંબાઈમાં ચાર ગણું અને પહેલાઈમાં અઢી ગણું માપ આવે છે. આ અંતિમ યજનની લંબાઈથી કે પહેલાઈથી દ્વીપ ક્ષેત્રની જન ગણના કરેલ છે. આ રીતિએ ગણના કરતાં સમસ્ત દેશ પ્રદેશને સમાવેશ સુલભતાથી ભરત ક્ષેત્રમાં થઈ શકે એમ છે અને ભરત ક્ષેત્ર સિવાયની પૃથ્વીનું કેવું કદ છે તે પણ તુરત કલ્પનામાં આવી શકે તેમ છે. આ પ્રમાણે જૈન દર્શને દર્શાવેલ પૃથ્વીનું પ્રમાણ બહુ વિશાલ છે. ( પુરાણ ગ્રંથ પણ ભરતખંડના બહુ દેશોનાં અને કેટલાક દીનાં નામે તથા વર્ણને સંક્ષેપમાં કરે છે છતાં આ માન્યતા અલ્પાંશે જૈન દર્શનથી જુદી પડે છે. આ લોકસ્થિતિ શાને આધારે છે, ત્યારે આ પૃથ્વી જેની ઉપર સ્થિર છે તે વિષયમાં દીર્ધદશી જૈન દર્શને અતિ સુક્ષ્મ દૃષ્ટિનો ઉપયોગ કર્યો છે. કેમકે પૃથ્વી મૂર્ત છે અને તેને ધારી રાખનાર પણ કોઈ તેજ મૂર્ત પદાર્થ હોય તો પછી તે પૃથ્વીના આધારભૂત પદાર્થને આકાશમાં ટકાવી રાખનાર કેઈ ત્રીજે પદાર્થ પણ કહ૫વો પડે. પરંતુ આ પ્રમાણે અંતે અનાસ્થળેષ આવે છે માટે અનવસ્થા દેષની અડચણ દૂર થાય તેવા માર્ગને અવલંબવા જૈન દર્શને અપૂર્વ યુક્તિ વાપરી છે. આપણે જાણીએ છીએ કે આપણી પાસેનું વાતાવરણ બહુ પાતળું છે પણ જેમ જેમ ઉપર ઉંચે ચડીએ છીએ તેમ તેમ ત્યાં ઘટ્ટ વાતાવરણ જોઈ શકાય છે. ઉંચે અમુક હદે તે વાયુમાં પક્ષી કે વિમાનને ભારને ઝીલી શકે તેવી નક્કરતા અનુભવાય છે. ગેલુસેક પિતાના ઈ. સ. ૧૮૦૪ ના વર્ણનમાં લખે છે કે સુમારે ચાર ભાઇલ ઉંચે જતાં ઠંડી હવાના સબબે અમારી શાહી પણ સુકાઈ ગઈ હતી. વળી ત્યાં અમારું પક્ષી પણ ઉડી શકયું નહીં. આથી વધારે આગળ જઈએ તો ફેફસાં પણ ન સંગ્રહી શકે એવી હવા છે. સને ૧૮૬૨ માં ૭ માઈલ જતાં જર્મન વિદ્વાન ગ્લેશીયાને બેભાનની અસર થઈ હતી. ત્યાં એવી હવા છે કે જેના આધારે વાદળાં અને પાણી સ્થિર રહી શકે છે. આપ્ત પુરુષોના જ્ઞાનથી જન દર્શન આ જ બુદ્ધિને સ્વીકાર કરી જણાવે છે કે તન વાયુ (પાતળા વાયુ) ની ઉપર ઘન વાયુ છે ને તેની ઉપર ઘને દધિ બરફની જેવું ઘટ્ટ પાણી છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ 114 જે વિભાગ જેની ઉપર ગમે તેટલો ભાર નાખવા છતાં સ્થિર રહી શકે છે. આ કથનની સાબીતી બરફના પર્વત જેવાથી વિશેષ પુરવાર થાય છે. આ નિયમાનુસાર તનવાયુ, ઘનવાયુ અને ઘનોદધિ ઉપર આપણી પૃથ્વી સ્થિર રહેલ છે. સ્વર્ગાદિક સ્થાને માટે આ ત્રણ અને તે સિવાયના બીજા કેટલાક આધાર છે. આ પ્રમાણે પૃથ્વીના આધારના સબંધે જૈન દર્શન નામાં સુંદર વિવેચન મળી શકે છે. હવે પ્રાચીન જૈનેતર દશામાં તપાસીએ તે આ વિષયની માન્યતા જુદી જુદી રીતે દર્શાવેલ છે. આ સબંધે બાઇબલમાં લખેલ કે-“ આ પૃથ્વીને પાયે સમુદ્રના પ્રવાહ પર સ્થાપેલ છે” “તે યહોવાહ પિતાના ઓરડાના ભારવટીયા પાણી ઉપર મુકે છે.” આ શબ્દોથી પૃથ્વીની નીચે સમુદ્ર છે એવું બાઈબલકારનું મંતવ્ય છે. કુરાને શરીફના ફરમાન પ્રમાણે “આ પૃથ્વી ગાયના શીંગડા પર છે” એમ સમજાય છે. ગુજરાતી પત્રના ચાલુ 44 મા વર્ષના અઢારમા અંકમાં જગતના આધાર માટે પુરાણું માન્યતા દેખાડતા ઈસ્લામ લાલાજી નુરાજી લખે છે કે મુળ આધારભૂત તત્વ " ધર્મ " છે. તેની ઉપર અનુક્રમે જુગ્ર, નીર, શેષનાગ અને ધુમાડેધરી છે (ત્યારપછી) આ ધમડાધેરીના શૃંગ (શીંગડાં) ઉપર રાઈ અને રાઈ ઉપર સૃષ્ટિ છે. કેટલાક ગ્રંથ માત્ર શેષનાગ ઉપર પૃથ્વી હોવાનું જણાવે છે પરંતુ તે કથનમાં એટલો સત્યાંશ રહે છે કે પૃથ્વીની નીચે શેષસ્થાન-નાગલોક અસુરેનું નિવાસસ્થાન છે. વળી અમૃતસાગરના ગ્રંથકાર તે જણાવે છે કે હાથી, વૃષભ, કચ્છપ અને સર્પ ઉપર પૃથ્વી છે. અમુક અમુક સૂર્ય સંક્રાંત રાશીમાં તે રાશી સાથે સંબંધ રાખનાર આચારમાંથી એક ચલાયમાન થવાથી ભૂકંપના પ્રસંગો બને છે. તૈત્તિરીય બ્રા. 1 અષ્ટક 1 અધ્યાય 1 માં લખે છે કે પાણીમાં કમલ છે અને તે કમલ ઉપર પૃથ્વી છે. આ પૃથ્વીને બ્રહ્માએ ટીપીને સીધી સપાટ કરેલ છે. વળી કેટલાંક પુરાણે કહે છે કે–પૃથ્વી લાંબી પહોળી 50 કરોડ જન છે. તેના ચોથા ભાગમાં લેકાલોકાચલ પર્વત છે. તે ઉપર દિગ્ગજો રહીને સુંઢવડે પૃથ્વીને ધરી રાખે છે અને પૃથ્વીને તેમ ધરી રાખવામાં પોતાની બધી સેનાથી વીંટાએલા ભગવાન પણ પિતાના હાથો વડે સહાય કરે છે. (પદ્મપુરાણના ભૂમિ ખંડમાં ભૂમિવર્ણન અધ્યાય 131). - આ ઉપલબ્ધ થતા પુરાવા ઉપરથી સ્પષ્ટ સમજી શકાય છે કે પૌરાણિક કાલમાં પૃથ્વીના આધારભૂત કયા ક્યા પદાર્થ છે તે માન્યતા વિવાદાસ્પદ હતી. આ પ્રમાણે પ્રાચીન ભુગેલ વિષયમાં બહુ અંશે જૈન માન્યતામાં અને બીજી માન્ય તામાં કેટલું સામ્ય અને કેટલો ફરક હતા તે ઉપરના નિબંધમાં સમજાવવા પ્રયત્ન થએલ છે. 1. આ નિબંધ પૂજ્યપાદ ગુરુવર્ય શ્રી દર્શનવિજયજીકૃત અપ્રકટ વિશ્વરચના પ્રબંધમાંથી ઉષત કર્યો છે માટે આ લેખનું બધું માન તેઓશ્રીને જ ઘટે છે.