________________ 114 જે વિભાગ જેની ઉપર ગમે તેટલો ભાર નાખવા છતાં સ્થિર રહી શકે છે. આ કથનની સાબીતી બરફના પર્વત જેવાથી વિશેષ પુરવાર થાય છે. આ નિયમાનુસાર તનવાયુ, ઘનવાયુ અને ઘનોદધિ ઉપર આપણી પૃથ્વી સ્થિર રહેલ છે. સ્વર્ગાદિક સ્થાને માટે આ ત્રણ અને તે સિવાયના બીજા કેટલાક આધાર છે. આ પ્રમાણે પૃથ્વીના આધારના સબંધે જૈન દર્શન નામાં સુંદર વિવેચન મળી શકે છે. હવે પ્રાચીન જૈનેતર દશામાં તપાસીએ તે આ વિષયની માન્યતા જુદી જુદી રીતે દર્શાવેલ છે. આ સબંધે બાઇબલમાં લખેલ કે-“ આ પૃથ્વીને પાયે સમુદ્રના પ્રવાહ પર સ્થાપેલ છે” “તે યહોવાહ પિતાના ઓરડાના ભારવટીયા પાણી ઉપર મુકે છે.” આ શબ્દોથી પૃથ્વીની નીચે સમુદ્ર છે એવું બાઈબલકારનું મંતવ્ય છે. કુરાને શરીફના ફરમાન પ્રમાણે “આ પૃથ્વી ગાયના શીંગડા પર છે” એમ સમજાય છે. ગુજરાતી પત્રના ચાલુ 44 મા વર્ષના અઢારમા અંકમાં જગતના આધાર માટે પુરાણું માન્યતા દેખાડતા ઈસ્લામ લાલાજી નુરાજી લખે છે કે મુળ આધારભૂત તત્વ " ધર્મ " છે. તેની ઉપર અનુક્રમે જુગ્ર, નીર, શેષનાગ અને ધુમાડેધરી છે (ત્યારપછી) આ ધમડાધેરીના શૃંગ (શીંગડાં) ઉપર રાઈ અને રાઈ ઉપર સૃષ્ટિ છે. કેટલાક ગ્રંથ માત્ર શેષનાગ ઉપર પૃથ્વી હોવાનું જણાવે છે પરંતુ તે કથનમાં એટલો સત્યાંશ રહે છે કે પૃથ્વીની નીચે શેષસ્થાન-નાગલોક અસુરેનું નિવાસસ્થાન છે. વળી અમૃતસાગરના ગ્રંથકાર તે જણાવે છે કે હાથી, વૃષભ, કચ્છપ અને સર્પ ઉપર પૃથ્વી છે. અમુક અમુક સૂર્ય સંક્રાંત રાશીમાં તે રાશી સાથે સંબંધ રાખનાર આચારમાંથી એક ચલાયમાન થવાથી ભૂકંપના પ્રસંગો બને છે. તૈત્તિરીય બ્રા. 1 અષ્ટક 1 અધ્યાય 1 માં લખે છે કે પાણીમાં કમલ છે અને તે કમલ ઉપર પૃથ્વી છે. આ પૃથ્વીને બ્રહ્માએ ટીપીને સીધી સપાટ કરેલ છે. વળી કેટલાંક પુરાણે કહે છે કે–પૃથ્વી લાંબી પહોળી 50 કરોડ જન છે. તેના ચોથા ભાગમાં લેકાલોકાચલ પર્વત છે. તે ઉપર દિગ્ગજો રહીને સુંઢવડે પૃથ્વીને ધરી રાખે છે અને પૃથ્વીને તેમ ધરી રાખવામાં પોતાની બધી સેનાથી વીંટાએલા ભગવાન પણ પિતાના હાથો વડે સહાય કરે છે. (પદ્મપુરાણના ભૂમિ ખંડમાં ભૂમિવર્ણન અધ્યાય 131). - આ ઉપલબ્ધ થતા પુરાવા ઉપરથી સ્પષ્ટ સમજી શકાય છે કે પૌરાણિક કાલમાં પૃથ્વીના આધારભૂત કયા ક્યા પદાર્થ છે તે માન્યતા વિવાદાસ્પદ હતી. આ પ્રમાણે પ્રાચીન ભુગેલ વિષયમાં બહુ અંશે જૈન માન્યતામાં અને બીજી માન્ય તામાં કેટલું સામ્ય અને કેટલો ફરક હતા તે ઉપરના નિબંધમાં સમજાવવા પ્રયત્ન થએલ છે. 1. આ નિબંધ પૂજ્યપાદ ગુરુવર્ય શ્રી દર્શનવિજયજીકૃત અપ્રકટ વિશ્વરચના પ્રબંધમાંથી ઉષત કર્યો છે માટે આ લેખનું બધું માન તેઓશ્રીને જ ઘટે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org