Book Title: Jain Bhugol Author(s): Nyayavijay Publisher: Z_Jain_Sahitya_Sambandhi_Lekhono_Sangraha_005198_HR.pdf View full book textPage 1
________________ ૧૦૮ જૈનવિભાગ ૯ જૈન ભૂગોલ. ( લેખક–આચાર્ય શ્રી મુનિ ન્યાયવિજયજી.) આધુનિક ભૂગલના સંસર્ગમાં પ્રાચીન ભૂગલનું નિરીક્ષણ કરી તેને યથાર્થ રીતે વર્ણવવું તે સંબંધે વિચાર ચર્ચા કરતાં આ નિબંધ લખવાનું બન્યું છે. પરંતુ પ્રાચીન ભૌગોલિક માન્યતા અને અર્વાચીન માન્યતા વચ્ચેનું સામ્ય આલેખવામાં જે મુશ્કેલી છે તેની અપેક્ષાએ પરસ્પર પ્રાચીન ભૂગોલ વર્ણનની સરખામણી કરવામાં અમુક અનુકુળતા હોવાથી નગ્ન સત્યને પ્રકાશમાં લાવવાની વૃત્તિને સ્વીકારી આ નિબંધ લખેલ છે. પ્રાચીન કે અર્વાચીન દરેક વિદ્વાને કબુલ રાખે છે કે આકાશ અનન્ત છે. આ અનન્તાકાશના મધ્ય ભાગમાં કાકાશ રહે છે. તે કાકાશ મનુષ્પાકારે છે. બન્ને હાથ કેડે મુકી ટટ્ટાર ઉભા રહેલ મનુષ્યની જે આકૃતિ થાય તેવી જ આકૃતિ આ લોકાકાશની છે. તેની પગથી માથા સુધીની લંબાઈ ચૌદ રાજુ પ્રમાણ છે અને પહોળાઈ નીચેના ભાગમાં સાત રાજ, નાભિના ભાગમાં એક રાજ, છાતી તથા કેણીના ભાગમાં પાંચેક રાજ, અને શિખાના ભાગમાં એક રાજ છે. પુરુષાકૃતિ લોકના મધ્ય ભાગમાં નાભિના સ્થાને મૃત્યુ લોક છે તેની નીચે અસુર સ્થાન (નાગ લોક) છે અને અનુક્રમે રત્ન પ્રભા, શર્કરા પ્રભા, વાલુકા પ્રભા, પંક :ભા, ધૂમ પ્રભા, તમ પ્રભા અને તમસ્તમ પ્રભા એમ સાત નરકસ્થાન છે. મૃત્યુ લોકની ઉપર ૭૦૦ થી ૯૦૦ જન સુધીમાં જ્યોતિષ ચક્ર છે તેની ઉપર બાર દેવલોક અને નવ લેકતિક દેવનાં નિવાસસ્થાને છે. ગળાના ભાગમાં નૈવેયક દેવસ્થાને છે. મુખના ભાગમાં પાંચ અનુત્તર દેવસ્થાને છે અને લલાટ શિખાના સ્થાને સિદ્ધ શિલા મોક્ષસ્થાને છે. મનુષ્યાકૃતિ લોકાકાશ આ પ્રમાણેના સ્થાનેમાં વહેચાયેલ છે. (સ્ક. ૨ અધ્યાય પ. લોક ૩૪ થી ૪ર). જીવ ધર્માસ્તિકાય (ગમન સહાયક શક્તિ) અધર્માસ્તિકાય, ગતિ નિરોધક શક્તિ) જુગલ વિગેરે પદાર્થો લેતાદર્શક પદાર્થો છે. આ દ્રવ્ય આકાશના જેટલા ભાગમાં પ્રસરાઈ રહેલ છે તે આકાશનું નામ લોકાકાશ છે અને બાકીનું લેકતાદર્શક દ્રવ્યોથી રહિત અગુરુ લધુ સ્વભાવવાળું આકાશ તે અલકાકાશ છે. આ બન્ને આકાશે માત્ર ઉપચાર ભેદથી જુદાં પડે છે. જેમાં કાકાશના પ્રદેશ અસંખ્યાતા છે અને અલકાકાશના પ્રદેશ અનંતા છે. પુરાણ ગ્રંથો પણ આકાશના કાકાશ અને મહાકાશ એ બે ભેદો પાડે છે. વિદ્વાન ગાગીએ કરેલ પ્રશ્નના ઉત્તરમાં યાજ્ઞવલ્કય જણાવે છે કે–“ ઉપલી નીચલી બધી જગા મહા ૩૮૧૨૭૮૭૦ મણને એક ભાર એવા એક હજાર ભારના તપેલા લોઢાના ગોળાને કેઈ સમર્થ દેવતા નીચે ફેંકે તે ગોલો ચંડ ગતિથી આવતાં આવતાં ૬ માસ ૬ દિવસ ૬ પર અને ૬ ઘડીમાં જેટલું અંતર કાપે તે અંતની રજજુ કે શજ એવી સંજ્ઞા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7