Book Title: Jain Aetihasik Rasmala Part 1
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અજબ છે; મનુષ્ય ધારે છે કંઈ થાય છે કંઈ. જેના કર્મયોગ બળવાન છે તે બીજા માટે નિર્માણ કરી નાખ્યું હોય તો પણ તે પોતે લઈ જાય છે; તેવી રીતે અમદાવાદના (આપણું ચરિત્રનાયક) શાંતિદાસશેઠ તે મંત્રની સાધનાનું ફળ લઈ ગયા. જ્યારે સુરતના શાંતિદાસશેઠ કે જે શાંતિદાસ મણિયાના નામે પ્રખ્યાત હતા તે કંઈ ન પામ્યા. ચિંતામણિ મંત્રની સ્થાપના પછી આ મંત્રની સાધના સધાવી કોણે? તે રાસમાંથી જે કે સુસ્પષ્ટ થતું નથી, પરંતુ તેમાં તેમસાગર અને મુક્તિસાગરનું તે વખતે ચોમાસું હતું એમ જણાવે છે. સામાન્ય કથા પ્રમાણે રાજસાગરમુનિએ તે મંત્રની સાધના કરાવી હતી, અને તેથી જ તેમને છેવટે સૂરિપદ અપાવવું અને પિતાનું ઋણ થોડે અંશે પણ સારી રીતે વાળવું એ નિશ્ચય, શેઠે કરીને પાળ્યો હતો. તદુપરાંત રાજસાગરસૂરિ અને તેની પરંપરા સાગરગચ્છ કરા સ્વ. મગનલાલ વખતચંદે સને ૧૮૫૧ (સં. ૧૯૦૮) માં રચેલ અને ગુજરાત વર્નાક્યુલર સેસાઈટીએ શિલાલેખમાં પ્રસિદ્ધ કરેલ અમદાવાદને ઈતિહાસ’ નીચે પ્રમાણે જણાવે છે – દિલ્લી પ્રગણામાં એક ગામ હશે ત્યાં શાંતિદાસ કરીને એક ગૃહસ્થ રહે તે હત; એ શાંતિદાસને ત્યાં એક બીજે શાંતિદાસ નામનો ચાકર રહેતો હતા, હવે એ શેઠ એક ગીશ્વરની સેવા કરતા હતા, ને તેમનું પેષણ કરતાં ઘણું દહાડા થયા. એવામાં એક દહાડો એ ગીશ્વર તથા શાંતિદાસ વાતો કરે છે એવામાં એવી વાત નીકળી કે શાંતિદાસ! તમે કીયા દહાડાની મારી સેવા કરે છા, ને મારા ખાધાપીધાની તજવીજ રાખે છે. તેમાં તમને શું ફાયદો છે ? ને તમને તે બાબત પાંચ સાત હજાર રૂપિયા ખર્ચ થયા હશે.' ત્યારે શાંતિદાસ બોલ્યા “સાહેબ તમારી ચાકરી કરવાનું કામ મળ્યું છે એ શું શેડો ફાયદો છે તમારા જેવા ઉત્તમ પુરૂષની સેવા તે કંઈથી મળે?” પછી પેલા ગીશ્વરે મન સાથે વિચાર કર્યો કે “ એણે આટલા બધા વરસથી ચાકરી કરી છે માટે મારે પણ એના ઉપર ઉપકાર કરવો ”—એવું ધારીને બોલ્યા કે “શાંતિદાસ ! હું એક કામ ભળાવું છું તે કરશો ?” શાંતિદાસ બોલ્યા “હા સાહેબ ! તમારી સેવામાં હાજર છું.' ત્યારે જોગીશ્વર બોલ્યા કે “હું તારે વાસ્તે એક જંત્ર કરવાનો છું અને તે જંત્રની સિદ્ધિ કરવાને હું છ મહિના ભોંયરામાં રહીશ, માટે આ જાળીઆંથી તારે નિત્ય પાંચશેર દૂધ ને શેર સાકર મને આપવી. આ પ્રમાણે છ મહિના સુધી કરવું. ” શાંતિદાસે કહ્યું કે “સારું સાહેબ !” પછી જોગીશ્વરે એ જંત્ર કરવા માંડયો ને શાંતિદાસે નિત્ય પાંચ શેર દૂધ ને શેર સાકર આપવા માંડયું. એ પ્રમાણે આપ્યા કરે છે. હવે એક દહાડાને વિષે એ શેઠે વિચાર્યું કે “આજ છ મહિના થયા માટે દૂધ સાકર આપવા જઉં” એમ ધારીને પોતે નાહ્યા ને જાળીએથી દૂધ સાકર આપીને પૂછયું સાહેબ પેલે જંત્ર થયે ?” ત્યારે જોગીએ જવાબ દીધો કે “ના, નથી For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 418