Book Title: Jain Achar Darshan
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 330
________________ પર્વની આરાધના સારામાં સારી રીતે કોણે કરેલી એવા પ્રશ્નના જવાબમાં ભગવાને કહેલું કે ભૂતકાળમાં ગજસિંહ નામના રાજાએ એવી સરસ આરાધના કરેલી જેથી તે પૂર્વ મહાવિદેહક્ષેત્રમાં તીર્થંકરપદ પામી મુક્તિપદ પ્રાપ્ત કરશે. પર્યુષણ પર્વ એ સંયમ અને સાધનાનું પર્વ છે. એ માટે શાસ્ત્રોમાં અગિયાર દ્વારે આરાધના કરવાનું ફરમાવ્યું છે. જિનપૂજા, ચૈત્ય-પરિપાટી આસપાસનાં જિનમંદિરોમાં જઈ જિનેશ્વર ભગવંતને દ્રવ્ય અને ભાવથી નમસ્કાર કરવા), સાધુસંતોની ભક્તિ, સંઘમાં પ્રભાવના, જ્ઞાનની આરાધના, સાધર્મિક વાત્સલ્ય, ‘કલ્પસૂત્ર' સાંભળવું, તપશ્ચર્યા કરવી, જીવોને અભયદાન આપવું, સાંવત્સરિક પ્રતિક્રમણ કરવું, પરસ્પર ક્ષમાપના કરવી – એમ અગિયાર પ્રકારે આ આરાધના કરવાની હોય છે. એ આરાધના વધુ દીપી ઊઠે એ માટે બ્રહ્મચર્યનું પાલન કરવું, દાન દેવું, દયા પાળવી, પાપકર્મ થાય તેવાં કાર્યોનો ત્યાગ કરવો, અશુભ વચનો ન બોલવાં, સામાયિક, પ્રતિક્રમણ, પોષધ વગેરે વ્રતક્રિયા કરવાં, ગુરુ મહારાજની ઉપદેશવાણી સાંભળવી, ભગવાન મહાવીરનાં માતાએ સ્વપ્નમાં જોયેલી ચૌદ વસ્તુઓનો - ચૌદ સુપનનો – મહોત્સવ કરવો વગેરે આવશયક મનાય છે. આ પર્વ દરમિયાન મસ્તકે લોચ કરવો એટલે માથા અને મોઢા પરના વાળ હાથથી ખેંચીને કાઢી નાખવા), ઓછામાં ઓછું અક્રમ (ત્રણ દિવસના ઉપવાસનું તપ કરવું, “કલ્પસૂત્રવાંચવું, સાંવત્સરિક પ્રતિક્રમણ કરવું અને માંહોમાંહે ક્ષમાપના કરવી એ સાધુઓનાં વિશેષ કર્તવ્ય મનાયાં છે. અન્ય દિવસ કરતાં પર્વના દિવસે કરેલી ધર્મારાધના વિશેષ ફ્લવતી માનવામાં આવે છે. પર્વના દિવસે કરેલું પાપ પણ મોટું અને માણસને ભયંકર કર્મબંધનમાં મૂકી દેનારું મનાય છે. જેમ તીર્થને માટે તેમ પર્વને માટે અને પર્વને પણ જંગમ તીર્થ જ કહેવામાં આવે છે, પણ સાચું છે કે: अन्य दिने कृतं पाां पर्वदिने विनयश्यति। पर्वदिने कृतं पापं वज्रलेपो भविष्यति ॥ એટલા માટે પર્યુષણ પર્વ એ પુણ્યના પોષણનું અને પાપના પ્રતિક્રમણનું પર્વ છે, દૈવી સંપત્તિના સર્જનનું અને આસુરી સંપત્તિના વિસર્જનનું પર્વ છે. કવિ શ્રી જ્ઞાનવિમલસૂરિએ પર્યુષણમહાપર્વમાહાભ્યની સન્ઝય'માં કહ્યું છે : પુની પોષણા, પર્વ પર્યુષણા આવિયાં ઇકિ પર જાયેિ એક હિયડલે હર્ષ ધરી, છઠ્ઠ અઠ્ઠમ કરી, ઓચ્છવે કલ્પ ઘર આણિયે એ. જૈન માન્યતા પ્રમાણે માણસનો આયુષ્યબંધ કેટલીક વાર પર્વના દિવસે પડતો રજ એક જૈન આચારદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384