Book Title: Jain Achar Darshan
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 383
________________ ડૉ. જિતેન્દ્ર બી. શાહ જન્મ પાલીતાણા પાસે ખારી ગામે તા. ૨૧-૧૨-૧૯૬૦ના રોજ થયો. શાળાકીય અભ્યાસ અમદાવાદમાં પૂર્ણ કરી ગુજરાત કૉલેજમાંથી સંસ્કૃત-પ્રાકૃત વિષય સાથે બી. એ. સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ આ સમય દરમ્યાન ૫. બેચરદાસ દોશી પાસે સંસ્કૃત-પ્રાકૃત વ્યાકરણ, જૈન આગમ અને જૈનદર્શનનો અભ્યાસ કર્યો, ત્યારબાદ બનારસ હિન્દુ યુનિવર્સિટી (B.H.J.) માં દર્શન વિભાગમાં એમ. એ. તેમાં પણ પ્રથમ નંબરે ઉત્તીર્ણ થતાં બે સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત થયાં. બનારસમાં જ રહીને ‘દ્વાદશારનયચક્રનું દાર્શનિક અધ્યયન’ એ વિષય ઉપર શોધ નિબંધ ૨જૂ કરી પીએચ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કરી. - ત્યારબાદ પુન: અમદાવાદ આવી શારદાબેન ચીમનભાઈ એજ્યુકેશન રીસર્ચ સેન્ટરની સ્થાપના થઈ તેમાં નિયામક તરીકે નિમણૂક થઈ. આ સંસ્થામાં રહી અનેક બહુમૂલ્ય ગ્રંથોનું સંપાદન કર્યું. સને ૧૯૯૮માં લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરમાં નિયામક તરીકે નિમાયા. અહીંની વિવિધ પ્રવૃત્તિઓમાં સક્રિય રસ લઈ અનેક ગ્રંથોનું સંપાદન, સંબોધિ જર્નલનું સંપાદન, અનેક સેમિનારોનું આયોજન અને પ્રવચનો આપી સંસ્થાનો ઉત્તરોત્તર વિકાસ સાધ્યો. સને ૧૯૯૨માં શિકાગોઅમેરિકામાં યોજાયેલ વિશ્વધર્મપરિષદમાં જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત રહ્યા. ત્યારબાદ, યુરોપ, જાપાન આદિ દેશોમાં સેમિનારમાં જૈન ધર્મ ઉપર સંશોધનાત્મક લેખો રજૂ કર્યા. Fe Rivate & Personagens lys Rely D iarygprary.org " [ગરિકો. TET 1

Loading...

Page Navigation
1 ... 381 382 383 384