Book Title: Jain Achar Darshan
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh
View full book text
________________
જૈન જ્યોરિ
ઉપાધ્યાય શ્રી યશોવિજયજી
વિક્રમના સત્તરમા શતકના અંતમાં અને અઢારમા શતકમાં ગુજરાતમાં મુસલમાનોનું રાજ્ય હતું. અકબર પ્રતિબોધક શ્રી હીરવિજયસૂરિનો ગુજરાતના જીવન ઉ૫૨ અને વિશેષતઃ જૈનો ઉ૫૨ ત્યારે ઘણો મોટો પ્રભાવ પડ્યો હતો. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યના કાળધર્મ પછી જૈન સાધુ-ભગવંતોને હાથે સાહિત્યસર્જનની પ્રવૃત્તિ તો સતત ચાલ્યા કરતી હતી, પરંતુ પાંચેક સૈકા સુધી એવી કોઈ અદ્વિતીય પ્રતિભા ગુજરાતને જોવા નહોતી મળી કે જે શ્રી હેમચંદ્રાચાર્યની યાદ અપાવે. પરંતુ શ્રી હીરાવિજયસૂરિના સમુદાયમાં, એમના શિષ્યો-પ્રશિષ્યોમાંથી સાહિત્યના ક્ષેત્રે એક એવા જ્યોતિર્ધમનો ઉદય થયો કે જેમણે શ્રી હરિભદ્રસૂરિ અને શ્રી હેમચંદ્રાચાર્યની યાદ અપાવે એવું ભગીરથ કાર્ય પોતાના જીવનકાળ દરમિયાન કર્યું. એ મહાન જ્યોતિર્ધર તે ઉપાધ્યાય શ્રી યશોવિજયજી.
Jain Education International
‘લઘુ હરિભદ્રસૂરિ’, ‘દ્વિતીય હેમચંદ્રાચાર્ય’, ‘સ્મારિત શ્રુતકેવલી’, ‘કુર્આલી શારદ', ‘મહાન તાર્કિક', તાર્કિક શિરોમણિ', ન્યાયવિશારદ', ન્યાયાચાર્ય', ‘વાચકવર્ય’, ‘ઉપાધ્યાયજી' ઇત્યાદિ તરીકે જેઓ સુપ્રસિદ્ધ છે એ મહોપાધ્યાય શ્રી યશોવિજ્યજી વિક્રમના સત્તરમા-અઢારમા શતકમાં થઈ ગયેલી અને સંસ્કૃત, અર્ધમાગધી અને ગુજરાતી ભાષા અને સાહિત્યના ક્ષેત્રે અદ્ભુત પ્રભુત્વ ધરાવતી એક મહાન ભારતીય વિભૂતિ છે. એમના કાળધર્મને ત્રણસો વર્ષ થયાં, પરંતુ ત્યારથી તે વર્તમાન સમય સુધી બીજા કોઈ કવિ-લેખકે એમના જેવું સામર્થ્ય દાખવ્યું નથી. શ્રી યશોવિજયજીનું જીવન અને સાહિત્ય અનેકને માટે અત્યંત પ્રેક અને માર્ગદર્શક રહ્યું છે. એમના ઉપલબ્ધ સાહિત્યનું જેમ જેમ ઊંડું અધ્યયન થાય છે તેમ તેમ તે નવો પ્રકાશ પાથરે છે અને તેમની બહુમુખી વિદ્વત્પ્રતિમા પ્રત્યે વિસ્મયનો ભાવ જગાડે છે.
૨૮૦ જૈન આચારદર્શન
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384