Book Title: JAINA Convention 2003 07 Cincinnati OH
Author(s): Federation of JAINA
Publisher: USA Federation of JAINA

View full book text
Previous | Next

Page 150
________________ માલિકી ભાવ નષ્ટ થઇ જાય. | આત્મા તત્વ છે : આત્માની નિત્યતા સમજાતા પ્રતીતિ થાય કે આત્માનો ક્યારેય નાશ થતો નથી. આત્મદ્રવ્ય સદા નિત્ય છે, આત્મા અને તેના ગુણો કાયમ ટકનાર શાશ્વત છે. આત્માની નિત્યતાનું ચિંતન જીવને નિર્ભય બનાવે છે, તેને મૃત્યુનો પણ ભય રહેતો નથી. આત્મા ક્મનો ક્ત છે : આત્મા અને પુદ્ગલ સિવાયના ચાર દ્રવ્યો પોતપોતાના સ્વભાવમાં પરિણમી રહ્યા છે. જીવ અને પુગલ બે જ દ્રવ્યમાં વિભાવ છે. જે કંઇ થઇ રહ્યુ છે તે મારા થી જ થાય છે, કોઈનો દોષ નથી. આ સમજણ આવતા નિમિત ને દોષ ન દેતા, જે બને છે તે મારાજ કર્મોદયને કારણે બને છે. તેમ સ્વીકારવું સરળ બનશે. સંયોગોથી દ્રષ્ટિ સ્વભાવ તરફ જશે, તો જ કર્મબંધન અટકશે. આત્મા જ ર્મનો ભોક્તા છે : કર્મના ત્રણ સુત્રો આગમમાં બતાવ્યા છે. fધ પમોખો તુજ આજwવ : તારો બંધ અને તારો મોક્ષ તારાથી જ ,અને તારા પરિણામથી થાય છે. નિજકર્મનો બંધ હેતુ તારા પોતાના અધ્યવસાય જ છે .કર્મના ઉદયથી થતાં ભાવને અધ્યવસાય કહેવાય છે. એક પણ સમય જીવ અધ્યવસાય વગરનો હોતો નથી . જીવ કર્મનો ભોક્તા સ્વયં બને છે માટે જ જીવે કરેલા કર્મ ભોગવ્યા વિના છુટકો નથી. જ મોક્ષ છે : સંપૂર્ણ કર્મનો ક્ષય તેનું નામ મોક્ષ છે . સાધકનું ધ્યેય એક માત્ર મોક્ષ જ હોય. ગમે તેવો પાપી, અધમ જીવ પણ જાગે અને સમ્યગ પુરુષાર્થ તેને લાધી જાય તો તે પણ સંસારથી સર્વથા મુક્ત થયી સિધ સ્વરૂપી બની શકે છે. જૈન આરાધનાની ચરમ પરિણતિ પરમાત્મ તત્વ માં થાય છે. અહિં એક વાર મોક્ષ પ્રાપ્ત થયા પછી પુનઃ જન્મ - મરણ નથી અને આત્મા અનંત સુખનો સ્વામી બની જાય છે. - મોનનો ઉપાય છે : મોક્ષ પામવાનો ઉપાય તે ધર્મ છે.ધર્મ એટલે સંવર નિર્જરા નવા કર્મને આવતા અટકાવવા તે સંવર અને જુના કર્મોને આત્મ પ્રદેશથી અલગ કરવા તે નિર્જરા તેવા જીવના પરિણામ તે ભાવ સંવર નિર્જરા. ધર્મ એટલે સમભાવ અને સમભાવ એટલે પરિણામની શાંતિ રાખવી.સમભાવ અને સમભાવમાં રહેવું તે જ મોક્ષનો ઉપાય છે. જીવને આત્માના આ છ પદ સમજાઈ જાય તો હું આત્મા છું શરીર નથી ની પ્રતિતી થાય છે હું પિતા , પુત્ર ,ભાઈ કે મામા છું ,એ સાંસારિક સંબંધો થયા . હું ડાયરેક્ટર , પાર્ટનર પ્રોપરાઈટર , બોસ (શેઠ) કે નોકર છું તે ધંધા ને વ્યવસાયના સંબંધો કે હોદાઓ થયા . હું ડોક્ટર કે એનજીનીયર છું તે પદવી થઈ હું પ્રમુખ દ્રષ્ટી કે મંત્રી છું તે સામાજીક, શૈક્ષણિક કે ધાર્મિક સંસ્થાના હોદા થયા . હું આત્મા છું નું જ્ઞાન થતાં સમજાશે કે આ સંબંધો કે પદ સ્થાયી કે નિત્ય નથી. મારામાં રહેલ આત્મતત્વ જ નિત્ય છે. આ સમજણ જ અહે અને મમ માંથી જીવને મુક્ત થવા મદદરૂપ થશે. જૈન દાર્શનિકોએ પ્રરૂપેલા આત્મસંબંધી આવા સ્પષ્ટ અને પારદર્શક વિચારોનું ચિંતન કરતા સમજાય છે કે : આત્મજ્ઞાન વિના બધું જ જ્ઞાન, જ્ઞાનીની દષ્ટિએ અજ્ઞાન છે. આત્મ ચિંતા વિનાની બધી ચિંતા ,કર્મબંધ કરાવનારી વ્યર્થ છે. આત્માના અનુરાગ વિનાના બધા રાગ ,સંસાર વધારનારા છે. આત્માના સુખ સિવાયના બીજા સુખ ભોગવવાં તે દુ:ખ ને આમંત્રણ આપવા બરાબર છે. કહેવાનું તાત્પર્ય એ કે , જ્ઞાન , ચિંતા અનુરાગ ની સાથે કેન્દ્ર સ્થાને આત્મા હોય 148 Jain Education Interational 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 148 149 150 151 152 153 154 155 156