Book Title: JAINA Convention 2003 07 Cincinnati OH
Author(s): Federation of JAINA
Publisher: USA Federation of JAINA

Previous | Next

Page 149
________________ સ્વરૂપ જીવનની કેટલું નજીક છે તે જાણી શકાશે.વળી વિશ્વના અન્ય દર્શનોની આભા સંબંધી માન્યતા જાણવાથી જૈન ધર્મનાં આભા સંબંધી, વિચારો સ્પષ્ટ સમજી શકીશું . જૈન દર્શને કર્મવાદ અને મોક્ષના સંદર્ભે પારદર્શક આત્મ ચિંતન રજુ કર્યું છે. જૈન ધર્મ આત્મ સ્વરૂપની વિશદ ચર્ચા કરી છે. આત્મા સત, ચિત્ આનંદ રૂપ છે. સત્ - જે ત્રણે કાળે ટકે તે સત્ , સત્ નો કદી નાશ ન થાય જેનું અસ્તિત્વ કાયમ રહે તે સત. "યાદયધણતરત " જેમાં સમયે સમયે નવીન પર્યાયની ઉત્પત્તિ થાય છે , જુની પર્યાયનો નાશ થાય છે અને મૂળ દ્રવ્ય કાયમ રૂપે ટકી રહે તેને સત્ કહે છે . આત્મા પણ આવું એક સત્ દ્રવ્ય છે. આત્માનો કદી નાશ થતો નથી તેની અવસ્થાઓ બદલાયા કરે છે.ક્યારેક દેવ ,તિર્યંચ કે મનુષ્યની પર્યાયો ધારણ કરનાર આત્મા તો , તે નો તે જ રહે છે, તે નિત્ય છે ,તેમાં કાંઈ ફેરફાર થતો નથી. ચિત એટલે જ્ઞાન, એ જ્ઞાન માત્ર જીવમાં જ છે.નિગોદના જીવોમાં અક્ષરના અનંતમાં ભાગ જેટલું અલ્પજ્ઞાન છે તો કેવળજ્ઞાનીના જ્ઞાનમાં તે સંપૂર્ણપણે પ્રગટે છે. આનંદ - આનંદ એ આત્માનો પોતાનો ગુણ છે .આત્માની અનુભૂતિ છે .આનંદ કર્મજન્ય નથી, સહજ શુધ્ધ પરમાત્માની આનંદઘન અવસ્થા છે. "આનદ ઉંદ છે આત્મા ,આનદ એમાંeી મને અન્ય ન વલખા મારતો , એ મારવારી છે ને ?" શરીર સંબંધી શાતા અને અશાતા , મન સંબંધી સુખ અને દુઃખ આ બધા કર્મ વિપાકના ફળ છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં ,છઠ્ઠા અધ્યયનની પ્રથમ ગાથામાં ભગવાન મહાવીરે બતાવ્યું છે, " અવનતિના પરિસા સને તે ખભવ" - સર્વ દુઃખનું કારણ આત્માનું અજ્ઞાન છે. આ જ વાતને શ્રીમદ્ રાજચંદ્રજી આત્મસિધ્ધિ શાસ્ત્રની પ્રથમ ગાથામાં , સમજાવતાં કહે છે કે, "જે સવરપ સમજ્યા વિના પામ્યો દુખ અનત , સમજવ્યું તે પદ નમે શ્રી સદર્શર ભગવત " આત્માનું મૂળભૂત સ્વરૂપ સત્, ચિત્ આનંદ રૂપ છે .આ સ્વરૂપને ન સમજવાના કારણે જ જીવનું અનંત દુઃખ દાયક સંસાર પરિભ્રમણ છે. જ્ઞાનીઓએ આત્માના ત્રણ પ્રકાર કહ્યાં છે. બહિરાભ, અંતરાત્મા અને ત્રીજો પ્રકાર પરમાત્મા છે . જે આત્માના સ્વરૂપને જાણતો નથી શરીરને જ હું માને છે પર પદાર્થોમાં માલિકી અને મમત્વ હોય છે તેવા મિથ્યાદ્રષ્ટી આત્માને બલિરાત્મ કહેવાય.આત્માના શુભપરિણામ વાળી પ્રવૃત્તિથી અંતરાત્મા થવાય છે. આ સ્થિતિ જીવને સમય દર્શન કરાવે છે. પછી આગળ વધતો આત્મા જ્યારે સર્વકર્મ ક્ષય કરી સિધ્ધબુધ્ધ બને તેને પરમાત્મા કહેવાય છે. સમ્યક્રદર્શન એ અધ્યાત્મની ખરી શરુઆત છે અને તેની પૂર્ણતા એ સિધ દશા છે. પરમાત્મ શા છે. દેહ અને આત્મા એક જ છે એવો ભાસ તેને દેહાધ્યાસ કહે છે. જ્ઞાનીઓ દેહ અને આત્મા અલગ છે તે સમજાવવા ખ્યાન માં રહેલી તલવાર નું દ્રષ્ટાંત આપતા કહે છે કે જ્યારે તલવાર મ્યાન માં હોય ત્યારે ખ્યાન જ તલવાર રૂપ ભાસે છે. પરંતુ જ્યારે ખ્યાનમાંથી તલવાર બહાર કાઢીએ ત્યારે ખ્યાન અને તલવાર બન્ને અલગ છે તેમ પ્રતીતિ થયા વિના રહે નહી. જ્યાં સુધી દેહાધ્યાસ છે ત્યાં સુધી આત્મા અને શરીર એકજ લાગશે પરંતુ આત્મસાધના દ્વારા દેહાધ્યાસ છુટતા આત્મભિન્નતાની પ્રતીતિ થશે. "ધર્મભિ" પ્રકરણમાં આચાર્ય હરિભદ્રસુરી એ આત્માને છ પદ દ્વારા સમજાવ્યો છે. • આત્મા છે : હું આત્મા છું એવી નિ:શંક પ્રતીતિ થતા મિથ્યા ભ્રામક માન્યતા ટળી જાય, માલિકી ભાવની મમતા તુટી જાય, ક્રમના ઉદયથી, aણાનુબંધથી મળેલી વ્યક્તિ અને પ્રારબ્ધથી પ્રાપ્ત વસ્તુઓ પરનો 147. For Private & Personal Use Only Jain Education International 2010_03 www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 147 148 149 150 151 152 153 154 155 156