Book Title: JAINA Convention 2003 07 Cincinnati OH
Author(s): Federation of JAINA
Publisher: USA Federation of JAINA

View full book text
Previous | Next

Page 148
________________ એવું તો ઘણાં લોકચન હદય અનેક દેશોની તિમુખી દ્રષ્ટિ Concept of Soul in Jainism જૈન ર્શનમાં આત્મ વિચાર ગુણવંત બરવાળિયા gunjanbarvalia@yahoo.com શ્રમણ સંસ્કૃતિ સહિત ભારતીય સંસ્કૃતિની તમામ પરંપરાને ઘડનારા પરિબળોમાં દર્શન સાહિત્યનું યોગદાન મૂલ્યવાન રહ્યું છે. | દર્શન એટલે જોવું , દર્શન તત્વજ્ઞાનને એક વિશિષ્ટ દ્રષ્ટિકોણથી સમજવાનો પ્રયત્ન કરે છે. વ્યવહારિક સત્યનું દર્શન તો ઘણાં લોકો કરી શકે છે પરંતુ પારમાર્થિક સત્યનું દર્શન બહું થોડા લોકો જ કરી શકે છે. આત્મા, દર્શન સાહિત્યનું હદય છે માટે વિશ્વની તમામ દાર્શનિક પરંપરા એ આત્મચિંતનનું નિરૂપણ કર્યું છે. પાશ્ચાત્ય દર્શનમાં અનેક દેશોની વિચારધારાઓનો સંગમ થયો છે.ગ્રીક દાર્શનિકોએ સર્વ પ્રથમ જડ જગતનું વિવેચન કર્યું છે.પછી અંતર્મુખી દ્રષ્ટિ અપનાવી ચેતન , આત્માનું વિભિષણ કર્યું અને આ બન્નેનો સમન્વય તત્વમાં કર્યો . યુરોપને ધાર્મિક અંધવિશ્વાસથી મુક્ત કરવામાં વિશેષ ફાળો ગ્રીક દર્શનનો છે. યુરોપની દાર્શનિક પરંપરામાં સોક્રેટીસ, પ્લેટો અને મધ્યયુગની ચિંતનધારા પર એરિસ્ટોટલનો ઘણો પ્રભાવ પડેલો છે. પૂર્વનું તત્વજ્ઞાન આત્મજ્ઞાનને પ્રધાનતા આપે છે. પશ્ચિમનું તત્વજ્ઞાન તાર્કિક તેમજ બૌધ્ધિક બાબતને વધુ મહત્વ આપે છે, તેની દ્રષ્ટિ બહિર્મુખી છે. આધ્યાત્મિક રહસ્યોની શોધને બદલે જગતના વ્યવહારિક પ્રશ્નોની ચર્ચામાં તેને વિશેષ રસ છે. ભારતીય દાર્શનિક પરંપરાના વેદો, કૃતિઓ, સ્મૃતિઓ, ઉપનિષદો, પુરાણો ભગવદ્ ગીતા જેવા ગ્રંથો અને રામાયણ તથા મહાભારત જેવા મહાકાવ્યોમાં ઠેર ઠેર આત્મ ચિંતનનું નિરૂપણ થયું છે. ભારતમાં વેદનું પ્રમાણ સ્વીકારનારા છ દર્શનોને વૈદિક દર્શનો કહે છે જ્યારે ચાર્વાક બૌધ્ધ અને જૈન દર્શનો વેદનિરપેક્ષ વિચારસરણી ધરાવતા હોય તેને, અવૈદિક દર્શનો કહે છે. | "ન્યાય દર્શનના" પ્રણેતા ગૌતમ મુનિએ આત્મા દેહથી ભિન્ન છે , જગતનો કર્તા ઈશ્વર છે.વિગેરે બાબતો અનુમાન પ્રમાણ દ્વારા સિધ્ધ કરવાનો પ્રયત્ન કર્યો છે. - ઈચ્છા , દ્વેષ , પ્રયત્ન , દુઃખ , જ્ઞાન વિગેરે આત્માના લક્ષણો કહ્યાં છે . વૈશેષિક દર્શનના પ્રણેતા કણાદ મુનિએ દ્રવ્ય , ગુણ કર્મ વિગેરેનું નિરૂપણ કરી કહ્યું કે પ્રકૃતિ સ્વયં વિકાસ પામી જગત રૂપે પરિણમે છે. "સાંખ્ય દર્શનના" કપિલ મુનિએ ઉપનિષદની માનસ – શાસ્ત્રીય વિચારધારાને દાર્શનિક પ્રતિષ્ઠા આપી છે. "યોગ દર્શનમાં " પાતંજલિ મુનિએ યોગ ચિત્ત વૃત્તિનો નિરોધ કહી જીવાત્માને પરમાત્મા સાથે જોડવાની વાત કરી . "પૂર્વ મીમાંસા" સૂત્રોમાં કર્મને જ વેદોની મધ્યવર્તી વિચારધારા ગણી છે . ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ આત્મા વિશે કહ્યું છે કે, "ઝન દિલિ શાણિ,નૈન દહતિ પાવક, ન ચેનલ્સ કમેન્ટનત્યપ: ન શોષયતિ માતઃ " આત્માને શસ્ત્ર છેદિ શકતું નથી ,અગ્નિ બાળી શકે નહિ , પાણી ડૂબાડી શકે નહિ અને પવન શોષી શકે નહિ. દેહાત્મવાદી "ચાર્વાક દર્શનમાં" આત્મા અંગે નકારાત્મક અભિગમ જણાય છે.સુખ દુઃખ જેવા સંવેદનોને આત્માના ગુણ રૂપે સ્વીકારનાર "બૌધ્ધ દર્શન" પરિવર્તનશીલ દ્રષ્ટ ધર્મો સિવાય કોઇ અદ્રષ્ટ સ્થાયી દ્રવ્ય કે આત્મતત્વને સ્વીકારતું નથી . જીવાત્માને તે નિરંતર ચાલતી પ્રક્રિયાનો પ્રવાહ ગણી જલતી દીપક જ્યોત સાથે સરખાવે છે. ભૌતિક કલેવર રૂપ આત્માની તૃષ્ણાઓ બુઝાઈ જવાથી નિર્વાણ તરફ જઈ શકાય છે. અનાત્મવાદ કે નરાત્મવાદ એ બૌધ્ધ દર્શનનું વિશિષ્ટ આત્મચિંતન છે. વિવિધ વિચારધારાઓવાળા આ દર્શનો જાણવાથી ભારતીય દર્શનોનું આધ્યાત્મિક 146 For Private & Personal Use Only Jain Education Intemational 2010_03 www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 146 147 148 149 150 151 152 153 154 155 156