Book Title: JAINA Convention 2003 07 Cincinnati OH
Author(s): Federation of JAINA
Publisher: USA Federation of JAINA

Previous | Next

Page 151
________________ તો જ તે કલ્યાણકારી પરિણામ લાવી શકે . "આચારાંગ સૂત્રમાં " આત્માર્થીના ચાર લક્ષણો બતાવ્યા છે. દ્રષ્ટાભાવ : સારા નરસાપણાના ભાવ ન ઉઠે તે રીતે જોવું. મુક્તિ, "આત્મગુણોંમાંજ રમણતા ", બાહ્યાભ્યાંતર પરીગ્રહથી મુક્ત અને ચોથુ લક્ષણ વીરક્તિ, એટલે પદાર્થના રાગ પ્રત્યે ઉદાસીનતા. અહીં અનાસક્તભાવ અભિપ્રેત છે. આત્માને મલિન કોણ બનાવે છે? અવકાશ માં રહેલા કર્મના કણોને આત્મા તરફ લાવવા કોણ પ્રેરે છે? આ કણોને કર્મ વર્ગણાના પુદગલો કહે છે. આત્મા કંઇક ભાવ કરે ત્યારે એ ભાવોના તરંગો બહાર આવે છે અને અવકાશમાં વિહરતા કર્મ કણોમાં ખળભળાટ પેદા કરે છે. તે તો સાહજિક સ્થિતિથી વાતાવરણમાં વિહરતા હોય છે. શરીરને સ્પર્શી સ્પર્શીને ચાલ્યા જતા હોય છેશરીર, મન કે આત્માને કંઇપણ અસર ન કરતાં હોય પરંતુ, જીવના રાગ દ્વેષ વાળા ભાવોના તરંગો શરીરથી બહાર આવી આ કર્મકણોને આત્મા સાથે જોડવા પ્રેરીત કરે છે. એવી જ રીતે શુભ ભાવવાળા સ્પંદનો એવા કર્મકણોને આત્મા પ્રતી આકર્શીત કરે છે. આ શુભાશુભ કર્મબંધની પ્રક્રિયા સતત ચાલતી હોય છે. આત્મા કર્મોથી લેપાયને મલીન બને છે.જ્ઞાનીઓએ આત્માને કર્મબંધથી બંધાતો અટકાવવા અને કર્મ મૂક્તિ માટે કર્મ નિર્જરા કરવા અનુપ્રેક્ષા એટલે ભાવનાની પ્રરૂપણા કરી છે. હું એક શાશ્વત આત્મા છું જ્ઞાન દર્શનથી યુક્ત છું. શરીર અને સંબંધો સંયોગથી પ્રાપ્ત થયેલ છે જેનો સંયોગ છે તેનો અવચ વિયોગ છે.આ એકત્વ અનુપ્રેક્ષા છે. જગતના તમામ પદાર્થો અને સર્વ સંબંધો પરિવર્તનશીલ અને ક્ષણિક છે.આત્મ ગુણો અને ધર્મ જ નિત્ય શાશ્વત છે ,તે થઈ અનિત્ય અનુપ્રેક્ષા . આ વિશ્વમાં શરણભૂત કોણ બને જે બીજાને શરણ આપી શકે એવા ત્રણ તત્વો છે દેવ ગુરૂ અને ધર્મ ,આ અશરણ અનુપ્રેક્ષા. ક્ષણે ક્ષણે સરકી રહ્યો છે , જે સતત પરિવર્તનશીલ છે તે સંસાર છે. જે વિચિત્ર છે, જેમાં ઈષ્ટ -અનિષ્ટનો સંયોગ વિયોગ છે ,આ છે સંસાર અનુપ્રેક્ષા .આવી અનુપ્રેક્ષા કરતા આત્માનુભૂતિનો દરવાજો ખુલી જાય છે. આત્મા પર કર્મોના આવતા પ્રવાહ રોકવો તે સંવર ભાવના છે અને તપ દ્વારા ની નિર્જરા કરવી તે નિર્જરા ભાવના છે. આમ અનુપ્રેક્ષા એ કર્મોને સમજવા, કર્મબંધથી રોકવા અને કર્મોની નિર્જરા કરવામાં સહાયક બને છે. - મિથ્યાત્વમાંથી મોક્ષના માર્ગે જવા માટે આત્માએ પ્રચંડ પુરુશાર્થ કરવો પડે. છે.આત્માના ક્રમિક વિકાસના તબક્કા કે સોપાનને જૈન દર્શન ગુણઠાણાં કે ગુણસ્થાનક નામ આપે છે.પહેલા ગુણસ્થાનકમાં મિથ્યાત્વ છે. પહેલા ત્રણ ગુણસ્થાનક બહિરાભાના છે. ચારથી બાર ગુણસ્થાનક અંતરાત્માના છે. તેરમું , ચૌદમું ગુણસ્થાનક પરમાત્માનું છે. જ્ઞાનીઓએ કહ્યું છે કે આત્મા જ સુખ અને દુઃખ ઉત્પન્ન કરે છે અને તેનો ક્ષય પણ આભા જ કરે છે. સન્માર્ગ પર ચાલનાર આત્મા સ્વ નો મિત્ર અને ઉન્માર્ગ પર ચાલનાર આભા જ આપણો શત્રુ રૂપે છે . અનંત તીર્થકરો કહેતા આવ્યા છે કે રાગ દ્વેષ છોડવાથી કર્મ આવરણ ટૂટતા આત્મ ગુણોનું પ્રગટીકરણ થતાં આત્મા વીતરાગી બને છે, જૈન દર્શન દરેક ભવિ આત્માને મોક્ષનો અધિકારી ગણે છે. આપણે પણ સહુ પૂર્વાચાર્યોએ બતાવેલ માર્ગે આત્મ સાધના કરીશું તો કર્મ મુક્તિ દ્વારા દિગંતના માર્ગે પ્રસ્થાન કરી શકીશું. Mr. Gunvantray Madhavlal. Barvalia is C.A. from Mumbai. Gunvantbhai has written/ edited and brought out over 30 books on Philosophy and religions. He is the editor of four periodicals. He is connected with SKPG Jain Research Centres, AIS JAIN conference etc. 149 For Private & Personal Use Only Jain Education International 2010_03 www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 149 150 151 152 153 154 155 156