Book Title: Ishtafal Siddhi Prakaran
Author(s): Padmasenvijay
Publisher: Mehul Jain Mitra Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 3
________________ પ્રકાશકીય તત્ત્વ જિજ્ઞાસુઓ દ્વારા બીજી આવૃત્તિનો સારો પ્રતિસાદ મળતાં અમને આનંદ થયો. તેમની વધારે નકલોની આવશ્યકતાને પૂર્તિ કરવા ત્રીજી આવૃત્તિના વિચારો ચાલુ કર્યા. વિદ્વાન મુનિ ભગવંતોની સલાહ પૂછતાં ધર્મશાસ્ત્રના શુદ્ધ પ્રરૂપકોને અનેકાન્તવાદના શુધ્ધ સંસ્કારો દઢ બનાવવા તથા એકાન્તવાદના કદાગ્રહમાંથી મુક્ત બનવા દિવ્યદર્શનના લેખો ખૂબ જ ઉપયોગી નીવડશે તેવા સૂચનો મળતાં એકાન્તવાદ સામે લાલબત્તી, ઈષ્ટફલ સિધ્ધિનો શાસ્ત્રીય અર્થ આદિ દિવ્યદર્શનના લેખો શ્રમણોપાસકની મતિ શુદ્ધ કરવામાં સહાયરૂપ નીવડશે એવા શુધ્ધ આશયથી પૂજ્યશ્રીએ ફરીથી સુધારા-વધારા સાથે આ પુસ્તક સંકલન કરી આપીને અમારા ઉપર ખૂબ ઉપકાર કર્યો છે. અમે તેમનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે. શ્રી સોલા રોડ શ્વે.મૂ.જૈન સંઘ (લબ્ધિવિક્રમનગર, સોલા રોડ, અમદાવાદ) તરફથી આ પુસ્તકના પ્રકાશનમા જ્ઞાનિધિમાંથી સુંદર સર્વ્યય કરવામાં આવેલ છે. તે બદલ તે સંઘનો ખુબ આભાર માનીએ છીએ. સહર્ષ અભિનંદન.આ પુસ્તક દ્વારા સૌ જીવો શાસ્ત્ર અને સત્યને સમજે તે જ શુભેચ્છા મેહુલ જૈન મિત્ર મંડળ .. : આર્થિક લાભાર્થી : શ્રી આદિનાથાય નમઃ વિક્રમ સંવત ૨૦૬૨માં શ્રી સોલા રોડ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘની પર્યુષણ મહાપર્વની આરાધના માટેની વિનંતી શ્રી પ્રેમ-ભુવનભાનુસૂરીશ્વર સમુદાયના ગચ્છાધિપતિ શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજાના વિનેય શિષ્ય પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ્ વિજય જયસુંદરસૂરીશ્વરજી મહારાજાને કરતાં તેમને પોતાના શિષ્ય પૂ.મુનિ સુધારસ વિજયજી આદિ ઠાણાને પર્યુષણની આરાધના કરવા અમારા શ્રી સંઘમાં મોકલેલ. તે દરમ્યાન ખૂબ જ ભાવોલ્લાસપૂર્વક શ્રી સંઘમાં આરાધના થયેલ. તે દરમ્યાન થયેલ જ્ઞાનની ઉપજમાંથી આ પુસ્તક પ્રકાશન કરવાની ભક્તિનો લાભ અમને મળતાં અમને ખૂબ જ આનંદ થાય છે. લિ. શ્રી સોલા રોડ શ્વે.મૂ.જૈન સંઘ લબ્ધિવિક્રમનગર, સત્યમ્ એપાર્ટમેન્ટ પાસે, સોલા રોડ, નારણપુરા, અમદાવાદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 218