________________
પ્રસ્તાવના
- મુનિ મહાબોધિવિજય
ભારતના શાસનમાં અત્યારે H ની બોલબાલા છે.
હવાલા કાંડ,
હુમલા કાંડ અને હત્યા કાંડ.
ભગવાનના શાસનમાં પણ આજે H નો ભારે પ્રભાવ છે. શ્રી હરિભદ્રસૂરિ મહારાજ,
શ્રી હેમચન્દ્રસૂરિ મહારાજ અને શ્રી હીરવિજયસૂરિ. મહારાજ.
વિક્રમના સત્તરમાં સૈકાના પૂર્વાર્ધમાં જગદ્ગુરુ શ્રીહીરવિજયસૂરિ મ.નું ધર્મસામ્રાજ્ય સમગ્ર ભારતવર્ષમાં છવાયેલું હતું. પ્રભુ મહાવીરની ૫૮મી પાટે આવેલા તથા તપાગચ્છના તેઓ મુખ્ય આચાર્ય હતા. પોતાના ઉચ્ચ સંયમના પ્રભાવે ક્રુર અને ખૂંખાર એવા અકબરને ય તેઓશ્રીએ જીવદયાનો પ્રેમી બનાવેલ. પ્રસ્તુત આખો ગ્રંથ જગદ્ગુરુની ગૌરવગાથાને ગાઇ રહ્યો હોવાથી અહીં એમની જીવનકથા આલેખવાનો ઇરાદો નથી. અહીં તો આ ગ્રંથની અઢારમહિનાની ગર્ભાવસ્થાની વાત કરવી છે.
વિ. સં. ૨૦૫૨મું વર્ષ એટલે જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિ મહારાજનું સ્વર્ગગમનનું ૪૦૦મું વર્ષ. આજથી ૪૦૦ વર્ષ પૂર્વે એટલે કે વિ.સં. ૧૬૫૨ના ભાદરવા સુદ-૧૧ના દિવસે જગદ્ગુરુનું સ્વર્ગગમન થયું.
યોગાનુયોગ ૨૦૫૨ની સાલમાં જ જગદ્ગુરુ જ્યાંથી સ્વર્ગે સીધાવ્યા તે પરમપવિત્ર ભૂમિ ઊના, તથા જ્યાં તેઓશ્રીનો અગ્નિસંસ્કાર થયો તે શાહબાગના દર્શનાર્થે જવાનું થયું. સૂરિજીના ભના અને ચરણપાદુકાના દર્શન કરતા અંતર આનંદથી ભરાઇ ગયું. આંખો આંસુથી-હરખના આંસુથી છલકાઇ ગઇ. મનમાં અનેક સંવેદનાઓ થઇ.
છેલ્લા લગભગ ૩૫ વર્ષથી શાહબાગ ઉદ્યાનની સારસંભાળ કરનાર નર્મદાશંકરભાઇને આ ભૂમિની વિશેષતા અંગે પૂછતા તેમણે કહ્યું : ‘પહેલા