Book Title: Hindusthanni Garibai
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 8
________________ સમય વર્તીને એક સુધારે આવશ્યક હતો. આ ગ્રંચને આખો ને આખે ગુજરાતીમાં ઉતારવાનું બરાબર ન થાય : એમ કરવાની જરૂર પણ નથી. એટલે, ઉપર કહેલા રસબીજને સાચવીને સાર કાઢી આપવો એ જ આવશ્યક અને ઉપાગી છે. એ કામને માટે ભાઈ ગેપાળદાસ કસાયેલા હાથવાળા ગણાય. તેમણે મૂળ મોટા કદનાં ને ઝીણું અક્ષરનાં લગભગ ૬૭૫ પાનનો સાર માત્ર ૨૦૦ અને તેય નાના કદનાં પાનાંમાં આપી દીધું છે, એ વાચકને માટે ઉમદા સવડ કહેવાય. સળંગ વાંચીએ તે પણ મજા પડે એવી એની પ્રવાહિતા છે. લૂખા આંકડા આપ્યા છે; પણ તે એક દુઃખકથા કહેતા હાઈ કરુણપ્રચુર બની જાય છે ને તેથી વાચકને કઠતા નથી. પુસ્તકને અંતે, શ્રી. નગીનદાસ પારેખે તૈયાર કરેલું સ્વ. દાદાભાઈનું ટૂંકું જીવનચરિત જેડીને ગ્રંથની ઉપયોગિતા વધારવામાં આવી છે, એ પણ આવકારપાત્ર છે. ડિમ્બીનું અને આ બે અર્થશાસ્ત્રનાં પુસ્તકે ગુજરાતીમાં ઉતારવાથી વાચક એ પણ જોઈ શકશે કે, તેમની અંગ્રેજી પરિભાષાને અનુવાદક સાદા લાગતા શબ્દો દ્વારા, કશી લિષ્ટતા વગર, કેવી સહજતાથી પહોંચી વળી શકયા છે. આશા છે કે આ પુસ્તક પણ ડિબીના ગ્રંથ પેઠે આવકાર પામશે. ગૂજરાત વિદ્યાપીઠ મગનભાઈ દેસાઈ ૧૯-૧૧-'૩૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 216