Book Title: Hindusthanni Garibai Author(s): Gopaldas Jivabhai Patel Publisher: Gujarat Vidyapith Ahmedabad View full book textPage 7
________________ ખોટું નહિ. ઉપરથી રૂડારૂપાળા લાગતા આ રાજ્યમાં આપણે તે ઘવાતા જઈએ છીએ, અને એમ જે ચાલ્યા કરશે તો પેળી પૂણ જેવા થઈ જતાં વાર નહિ લાગે —– આ ઘોષણા પ્રથમ દાદાભાઈ એ કરી. એ શેાધ એમણે ૧૮૭૬માં જગત આગળ એક નિબંધરૂપે મૂકી. તેથી વિલાયતના આપણા અંગ્રેજ રાજકર્તાઓ ચોંક્યા, ને સ્વાભાવિક રીતે તેને જૂઠી કરાવવા મંડી પડ્યા. દાદાભાઈના મોટા ગ્રંથનો લગભગ ચે ભાગ પોતાના વિધાનના બચાવમાં અંગ્રેજ આક્ષેપકેને તેમણે આપેલા રદિયાને છે. ' તે જ વિધાનને ડિગ્બી અને દત્તે તેમના સમર્થ ગ્રંથોથી સ્વતંત્ર રીતે પુરવાર કર્યું. ત્યાર પછી હિંદની આબાદીની વાત કરનારા તો બંધ જ થયા છે. એટલે, આ ગ્રંથ કૉલેજના કોઈ સામાન્ય પાઠયપુસ્તક તરીકે કે “ઓથારિયે હડકવા લાગવાથી લખાયેલ નથી. દેશદાઝની સાચી કળકળમાંથી એનો જન્મ છે; તેથી તેમાં અન્યાય સામે ઉકળાટની સાથે કરુણનું સનાતન રસબીજ રહેલું છે. એક રીતે કહી શકાય કે, દાદાભાઈને આ ગ્રંથ હિંદ–ઈગ્લેંડના સંબંધમાં એક ક્રાંતિકારી વિચાર જન્માવનાર નીવડળ્યો છે. આ ગ્રંથને જે કોઈ ટૂંકું નામ આપવું હોય તો તે “સ્વરાજનું વકીલાતનામું” છે. અને એમાં એક અસહકાર ને સ્વદેશીનો વિચાર ઉમેરીએ તો આજ પણ આપણે આ ગ્રંથની મૂળ વસ્તુથી આગળ નથી વધ્યા એમ કબૂલ કરવું જોઈએ. એટલે, નવાઈ તો એ ગણાય કે, આવો ગ્રંથ આપણી ભાષામાં આટલો મોડે ઊતરે છે ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 216