________________
આચાર્ય મહારાજ શ્રીવિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજ સાહેબના વિદ્વાન્ શિષ્યરત્ન મુનિશ્રી (હાલ પંન્યાસ) ધુરંધરવિજયજી મહારાજ સાહેબ પાસે શિરપુર (ખાનદેશ)માં રહી અમે ન્યાય અને સાહિત્યનો અભ્યાસ કરેલ છે. પૂ. મહારાજશ્રી અમને અભ્યાસ કરાવવામાં અવિરત પરિશ્રમ સેવતા હતા.
ઉપર્યુક્ત મહાશયો, મહેસાણા-પાઠશાળા અને પૂ. આચાર્યાદિ મુનિવરો, આ કાર્યમાં સહાયભૂત થયા છે, એ બદલ હું એઓશ્રીનો ઋણી છું, આ અવસરે એ સર્વેનો હું ભૂરિ આભાર માનું છું.
હૈમસંસ્કૃતપ્રવેશિકા”ના ત્રણ ભાગ પ્રસિદ્ધ કરવા ધારણા રાખેલી, તેમાંનો ત્રીજો ભાગ પ્રસિદ્ધ કરવો હવે બાકી રહે છે, તે સાનુકૂલ સંયોગે યથાયોગ્ય અવકાશે પ્રસિદ્ધ કરવા ભાવના રાખું છું.
પ્રથમા” અને “મધ્યમા' એમ બન્ને ભાગમાં થઈને ઉપયોગી તમામ વિષયોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. એટલે શ્રી ભાણ્ડારકરના બે ભાગ જેટલો વિષય તો આ બે ભાગમાં જ આવી જાય છે.
હૈમસંસ્કૃતપ્રવેશિકાનો આ બીજો ભાગ વિદ્વાનોના કરકમલમાં સહર્ષ સમર્પણ કરું છું. કૃતજ્ઞ વિદ્વાનો તેનો સાનંદ સ્વીકાર કરશે એવી આશા રાખું છું.
સંસ્કૃતભાષા જેવી દુર્ગમ અને બહુરૂપી ભાષાને યથાયોગ્ય સુગમ અને શુદ્ધ રીતે રજુ કરવા પ્રયત્ન કરેલો છે, છતાં મતિમાન્ય પ્રેસદોષ કે અન્ય કારણોથી દુર્ગમતા કે અશુદ્ધિ રહી જવા પામી હોય તેને વિદ્વાન્ અધ્યાપકો અને અભ્યાસકો સ્વયં સુધારી લેશે અને સહૃદય ભાવે સૂચવશે, જેથી બીજી આવૃત્તિ વખતે યોગ્ય સુધારા વધારા કરવામાં મને ઉપયોગી થશે, એ જ અભ્યર્થના. વિક્રમ સંવત ૨૦૦૮
ભવદીય ભાદ્રપદ-પૂર્ણિમા
શિવલાલ નેમચંદ શાહ તા. ૪-૯-૧૯૫૨
કોકાનો પાડો, પાટણ.
૯