________________
૧
ડો
નિયમના અંક આપેલા છે, જેના આધારે મહેનતુ અભ્યાસકો સિદ્ધહેમ વ્યાકરણનો આસ્વાદ લઈ શકાશે અને ત્યારબાદ ચકોરદષ્ટિ અભ્યાસકો તો સ્વયં પણ સિદ્ધહેમવ્યાકરણનો અભ્યાસ કરી શકશે.
પં. શ્રીયુત છબીલદાસભાઈએ આ બીજા ભાગનું નિરીક્ષણ કરી અશુદ્ધ સ્થળો શુદ્ધ કરેલાં છે. જે અભ્યાસો અને અધ્યાપકને મદદગાર થશે.
પં. શ્રીયુત્ પ્રભુદાસભાઈ બેચરદાસ પારેખે યથાયોગ્ય માર્ગદર્શન કરાવ્યું છે અને અવસરે મેટર તપાસી સૂચનો કર્યા છે.
પં. શ્રીયુત્ લાલચંદ્ર ભગવાનદાસ ગાંધીએ આ પ્રવેશિકાનુ દિગદર્શન કરાવતી અને સિદ્ધહેમવિષયક સાહિત્યની નોંધરૂપ પ્રસ્તાવના લખેલ છે, તે અભ્યાસીઓને અતિ ઉપયોગી થશે.
પૂજ્યપાદ પરમતપસ્વી પંન્યાસજી મહારાજ શ્રી કાન્તિવિજયજી મહારાજ સાહેબે આ પ્રવેશિકાના પ્રકાશનકાર્યમાં સારો રસ લીધો છે.
પૂ. આચાર્યાદિ મુનિવરો તથા સાહિત્યપ્રેમી સદગૃહસ્થોએ આના પ્રકાશનમાં સહકાર આપ્યો છે.
પૂ. આચાર્યાદિ મુનિવરો તથા વિદ્યોપાસક વિદ્વાનોએ આ પ્રવેશિકાઓને જોઈ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરી આ કાર્યને પ્રોત્સાહન આપ્યું છે.
શ્રીયશોવિજય જૈન સંસ્કૃત પાઠશાળા-મહેસાણામાં પં. શ્રીયુત્ પ્રભુદાસભાઈના સંચાલન સમયમાં મેં અને મારા સહાધ્યાયી શ્રી છબીલદાસભાઈએ વર્ષો સુધી રહી શ્રીસિદ્ધહેમવ્યાકરણ આદિનો અભ્યાસ કરેલ છે, વળી સંસ્થાના શુભ પ્રયાસથી જ શ્રીઝઘડીયાજી તીર્થમાં ચાતુર્માસસ્થિત વ્યાકરણવાચસ્પતિ પૂજયપાદ્ આચાર્ય મહારાજ શ્રીવિજયલાવણ્યસૂરીશ્વરજી મહારાજ સાહેબના સાનિધ્યમાં અમે બન્ને જણ અભ્યાસ માટે રહેલા. પૂ. મહારાજશ્રીએ પોતાના અમૂલ્ય સમયનો ભોગ આપી અમને બહુ ખંતપૂર્વક સિદ્ધહેમવ્યાકરણનો અભ્યાસ કરાવેલ છે. તથા શાસ્ત્રવિશારદ પૂજ્યપાદ