Book Title: Haim Sanskrit Praveshika 2
Author(s): Shivlal N Shah
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 10
________________ પ્રાક્8થી (પ્રથમાવૃત્તિમાંથી) આધુનિક પદ્ધતિએ જે સંસ્કૃત પ્રવેશિકાઓ પ્રસિદ્ધ થયેલ છે. તેમાં શ્રીભાંડારકરની બે બુક પ્રસિદ્ધ છે, આ પ્રવેશિકાઓ મુખ્યતયા પાણિનીય વ્યાકરણને અનુસારે રચાયેલી છે. ગુજરાતની પ્રાચીન પ્રખ્યાત રાજધાની અણહિલપુર પાટણમાં ગુર્જરેશ્વર મહારાજા સિદ્ધરાજ જયસિંહદેવની વિનંતિથી કલિકાલસર્વજ્ઞ ભગવાન્ શ્રી હેમચંદ્રસૂરિની પ્રતિભાથી નિર્માણ થયેલ શ્રીસિદ્ધહેમચંદ્ર વ્યાકરણને અનુસરી રચાયેલી પ્રવેશિકાઓ નહી હોવાથી, ખુદ ગુજરાતમાં પણ ગુજરાતની કીર્તિને વધારનાર સરળ સુપ્રસિદ્ધ સિદ્ધહેમ વ્યાકરણના પઠન-પાઠનનો જોઈએ તેવો પ્રચાર વર્તમાન કાળમાં થયો નથી, એમ મારું નમ્ર પણે માનવું છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ પ્રવેશિકાઓનું પઠન-પાઠન સંસ્કૃત ભાષાના અભ્યાસમાં રસ ઉત્પન્ન કરશે અને સિદ્ધહેમના પઠનપાઠનને વેગ આપશે. બીજા અર્થમાં કહું તો પ્રવેશિકાઓ એટલે સિદ્ધહેમ વ્યાકરણની ગુજરાતી ભાષામાં આધુનિક પદ્ધતિવાળી પ્રક્રિયા છે. - સિદ્ધહેમવ્યાકરણનો અષ્ટમ અધ્યાય પ્રાકૃતાદિ ષભાષામય છે, તેનો હાલમા બહુ પ્રચાર જોવામાં આવે છે, પણ સિદ્ધહેમ વ્યાકરણના પ્રથમ સાત અધ્યાયની પરિભાષાઓ અને સંજ્ઞાઓ નહિ જાણનાર અભ્યાસક અને અધ્યાપક પઠન-પાઠનમાં ગુંચવણ અનુભવે છે, તે ગુંચવણ આ પ્રવેશિકાઓના અભ્યાસથી દૂર થશે. વિદ્યાર્થીનું પ્રયોગજ્ઞાન અને પદજ્ઞાન કાચું ન રહે એ હેતુથી પુષ્કળ સંસ્કૃત અને ગુજરાતી વાક્યો મૂકવામાં આવેલાં છે અને સંસ્કૃત ભાષાના સ્તંભતુલ્ય સમાસ, તદ્ધિત, કૃદન્ત અને કારકનોવિષય પણ સારા પ્રમાણમાં દાખલ કરેલ છે. પ્રાન્ત પરિશિષ્ટ તરીકે સિદ્ધહેમવ્યાકરણનાં સૂત્રો અષ્ટાધ્યાયીક્રમે આપવામાં આવેલાં છે. સૂત્રોનો અર્થ સમજવા કૌંસમાં ( ) પાઠ અને

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 356