Book Title: Haim Prakash Maha Vyakaranam Uttararddham Author(s): Kshamavijay Publisher: Hiralal Somchand Kot MumbaiPage 11
________________ પુનઃમુદ્રણના પ્રકાશકના બે બોલ કચ્છ-વાગડના રાપર તાલુકામાં આવેલું કસ્બા જેવડું નાનું અમારૂ ઘાણીથર ગામ શ્રી મુનિસુવ્રત સ્વામીના જિનાલયથી સુશોભિત બનેલુ છે. નેશનલ હાઈવેથી અંદર પ કિ.મી. ના અંતરે ગામ હોવાથી પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતોનું વિચરણ પણ નહીવત્ હોવાથી ધર્મના સંસ્કારથી પછાત એવું ઘાણીથર વિક્રમ સંવત્ ૨૦૫૫ માં ધન્ય બની ગયું. અધ્યાત્મયોગી પરમ પૂજ્ય આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય કલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા. એ દક્ષીણ દેશમાં છ વર્ષ વિચરીને પાછા ફરતા કચ્છ-વાગડમાં પ્રવેશ કરતાં સર્વ પ્રથમ ઘાણીથર ગામે પગલા પાડ્યા, ગામ અને ગામ વાસીઓ ધન્ય બની ગયા, ધન્યતાની સુવાસ હજી વિખરાઈ ન હતી એટલામાં સંઘના મહાન પુણ્યોદયે સંઘની આગ્રહભરી વિનંતિનો સ્વીકાર કરી વિક્રમ સંવત્ ૨૦૬૩માં પૂજ્યશ્રીના શિષ્યરત્ન પરમ પૂજ્ય ગણિવર્ય શ્રી તીર્થભદ્રવિજયજી મ.સા. આદિઠાણા ૧૪ તથા પરમ પૂજ્ય સાધ્વીજી શ્રી પૂર્ણગુણાશ્રીજી મ.સા., પૂ.સા. શ્રી વનમાલાશ્રીજી મ.સા., પૂ.સા. શ્રી વિજયલતાશ્રીજી મ.સા. આદિઠાણા ૧૪ ચાતુર્માસાર્થે પધાર્યા. સમગ્ર ચાતુર્માસ ઐતિહાસિક બની રહ્યું. ભવ્યાતિભવ્ય ચાતુર્માસ પ્રવેશથી જ સમગ્ર ગામમાં ધર્મ-આરાધનાનું અદ્ભુત વાતાવરણ રચાયું. જૈન અને જૈનેતર પ્રજા મોટી સંખ્યામાં પ્રવચન શ્રવણ કરી ધર્મ સંસ્કારથી વાસિત બન્યા, અનેક દુર્વ્યસનોથી અને પાપ પ્રવૃત્તિથી મુક્ત બન્યા. ચાતુર્માસ દરમ્યાન અનેકવિધ આરાધનાઓ-અનુષ્ઠાનો ભવ્યાતાથી અને ઉલ્લાસ પૂર્વક થયા. ૨૫ સિદ્ધિતપ-માસક્ષમણો - ૧૦૦ જેટલી અઠ્ઠાઈઓ જેવી મહાન તપશ્ચર્યાઓ થઈ. સર્વ અનુષ્ઠાનોના કલશરૂપ ઉપધાન તપની આરાધના અતિભવ્યતાથી થઈ જેમાં પ્રથમ માળની ઉછામણી કચ્છ-વાગડના વિક્રમ સ્વરૂપ થઈ. - પરમ પૂજ્ય ગણિવર્ય શ્રી તીર્થભદ્રવિજયજી મ.સા.ની પ્રેરણાથી વાગડના શણગાર સ્વરૂપ શ્રી કટારીયાજી તીર્થના પુનઃ નિર્માણ પ્રસંગે “શ્રી શત્રુંજય પંચપરમેષ્ઠી પ્રાસાદ” (નવગ્રહ મંદીર)ના મુખ્યદાતા તરીકેનો લાભ શ્રી ઘાણીથર સંઘને મળ્યો. ઉપરાંત ધાંગધ્રા પાંજરાપોળ દ્વારા નિર્મિત નૂતન પાંજરાપોળને “શ્રી કલાપૂર્ણસૂરિ જીવદયા ધામ” તરીકેનું નામકરણ કરવાનો લાભ પણ શ્રી ઘાણીથર જૈન સંઘને મળ્યો. વિક્રમ સંવત્ ૨૦૫૬ના ભુકંપ બાદ કચ્છમાં પ્રથમવાર ઘાણીથરથી શ્રી કટારીયાજી તીર્થનો છ'રિપાલિત સંઘ નિકળ્યો. ઘાણીથર ગામના પનોતા પૂત્ર પરમ પૂજ્ય મુનિશ્રી તીર્થગ્રુચિવિજયજી મ.સા.ના માર્ગદર્શન અને આયોજનોથી સમગ્ર ચાતુર્માસ અભૂતપૂર્વ બની રહ્યું. ગામનીજ સુપુત્રીઓ પ.પૂ.સા. વનમાલાશ્રીજી તથા પ.પૂ.સા. પૂર્ણશ્રેયાશ્રીજી એ પણ બહેનોને ઉત્સાહિત કરી ઉત્સાહ વધાર્યો. માતુશ્રી રમાબેન અવચર લખમણ ગાલા પરિવારે સમગ્ર ચાતુર્માસનો લાભ લઈ ચાતુર્માસ દીપાવ્યુ. ચાતુર્માસ દરમ્યાન સાધુ-સાધ્વિજી ભગવંતોને અધ્યયન કરાવવા પધારેલ પંડિતવર્ય શ્રી અમૃતભાઈ પટેલે આરાધના-અનુષ્ઠાનો સાથે શ્રતજ્ઞાનની પરબ ખોલીને અધ્યાપનનું ઉત્તમ કાર્ય કર્યું. તેના ફળ સ્વરૂપે “શ્રી પ્રેમ પ્રકાશ મહાવ્યાકરણ” ગ્રંથનું પુનઃમુદ્રણ કરી પ્રકાશિત કરવાનો અમૂલ્ય લાભ અમારા સંઘને મળ્યો તે બદલ અમો ધન્યતા અનુભવીએ છીએ. શ્રી ઘાણીથર વિશા ઓસવાલ મૂર્તિપૂજક જૈન સંઘ Jairaucation International For Personal & Privatuse www.jainelibrary.orgPage Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 636