________________
૧૭
પ્રસ્તુત મહાવ્યાકરણની શૈલીની વિશિષ્ટતા, ચમત્કારિકતા, સરલતા આદિને અંગે કાંઈપણ કહેવું તે અસ્થાનેજ ગણાય. કારણકે આ મહાવ્યાકરણને અંગે અનેક વિદ્વાનોએ ખૂબખૂબ કહેલું છે. છતાં એટલું જરૂર કહી શકાય કે, કોઈપણ વિદ્વાન આ ગ્રંથના નિરીક્ષણ દ્વારા અવશ્ય તેના રચયિતા સૂરિપુરંદરની સમર્થ સર્જનશક્તિને અંજલિ આપ્યા વિના નજ રહી શકે.
સિદ્ધહેમ વ્યાકરણપર પૂજ્યપાદ સૂરીશ્વરે સુંદર વૃત્તિગ્રંથની રચનાકરી છે. તેઓશ્રીની આ બધી કૃતિઓ સાહિત્ય જગતમાં યશસ્વી ફાળો નોંધાવી જાય છે.
કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રીહેમચંદ્રસૂરીશ્વરજી મહારાજે શબ્દાનુશાસનનાં સર્વાંગ સાહિત્યની રચનાદ્વારા ભાષા શાસ્ત્રનાં વિશાલ સાધનો સર્વના ઉપકારને માટે રચ્યાં છે. તેમાં કાવ્યાનુશાસન, લિંગાનુશાસન, અભિધાનાચંતામણિ, દેશીનામમાલા; તદુપરાંત સિધ્ધહેમ વ્યાકરણનો ગૃહાસ-કે જે દુર્ભાગ્યે આજે દુર્લભ પ્રાય: અન્યો છે.
પૂજ્યપાદ સુરીશ્વરજીની આ બધી કૃતિઓને આદર્શ રાખી, ત્યારબાદ થઈ ગયેલા અનેકાનેક શાસન પ્રભાવક મહાપુરૂષોએ હેમશબ્દાનુશાસનના વિકાસ યા પ્રવેશરૂપે અન્યાન્ય વ્યાકરણ ગ્રંથોની રચના કરી છે.
વિ. ના ૧૨ મા શતકથી ચાલુ રહેલો આ પ્રવાહ વિ. ના ૧૭ મા શતકમાં ખૂબજ વિકાસને પામ્યો. આ સૈકામાં જૈન શાસનરૂપ વિશાલગગનપટપર સૂર્યસમા અનેક વિદ્વાન સૂરિપુરંદરો થઈ ગયા છે. જેઓએ ન્યાય, વ્યાકરણ તત્વજ્ઞાન ઈત્યાદિ વિષયોપર ઘણુંજ સાહિત્ય ખેડ્યું છે. ન્યાયાચાર્ય પૂ. શ્રી ઉપાધ્યાયજી મહારાજ, સમર્થ વિદ્વાન્ પૂ. શ્રી વિનયવિજયજી મહારાજ. પૂ. મહોપાધ્યાય શ્રી માન વિજયજી મહારાજ પૂ. ઉપાધ્યાયજી શ્રીમેઘવિજયજી મહારાજ આદિ મહાપુરૂષોએ આ સૈકામાં જૈનશાસનનો કીર્તિધ્વજ દિગંતવ્યાપી અનાવ્યો છે.
પાણિનિ વ્યાકરણના સૂત્રોને અવલંખીને જેમ શ્રી ભટ્ટોજી દીક્ષિતે સિદ્ધાંત કૌમુદી વ્યાકરણની રચના કરી છે, તેમ પૂ. ઉપાધ્યાયજી શ્રી મેઘવિજયજી મહારાજે; સિદ્ધહેમનાં સૂત્રોને અવલંખીને હંમકૌમુદી ચંદ્રપ્રભા-વ્યાકરણની રચના કરી છે.
આ સૈકાના મહાન વૈયાકરણ સમર્થ વિદ્વાન શ્રીવિનયવિજયજી મહારાજે; ખાલ, મધ્યમ અને પંડિત એમ અભ્યાસકની ત્રણેયકક્ષાને સામે રાખી વ્યાકરણ ગ્રંથોની રચના કરી છે. તેઓશ્રીએ ખાલજિજ્ઞાસુઓને માટે બાળબોધ પ્રવિયા નામનો સરલ અને મહાન વ્યાકરણના પ્રવેશકરૂપ ગ્રંથ રચ્યો છે. જેનાં વિસ્તૃત વિવરણુરૂપે પ્રસ્તુત આળખોધ વ્યાખ્યાની તેઓશ્રીએ રચના કરી છે. આને અંગેની સ્પષ્ટતા પૂજ્યશ્રીએ હેમપ્રકાશમાં કરી છે.
ઉપરોક્ત લઘુપ્રક્રિયા ગ્રંથમાં ખાલ જીવોને ઉપયોગી અને તે શૈલીએ પૂ. ઉપાધ્યાયજી મહારાજે સંક્ષેપ કર્યો છે. તેનાપર હૈમપ્રકાશ નામની વિસ્તૃત વ્યાખ્યા રચી તેઓશ્રીએ વિસ્તાર કર્યો છે. શબ્દશાસ્ત્રનો આ મહાન ગ્રંથ વિદ્વાનોની સમક્ષ મૂકી તેઓશ્રીએ સત્તરમા સૈકામાં એક નવોજ રેકર્ડ નોંધાવ્યો છે.
આ વૃત્તિ ગ્રંથમાં હૈમગૃહથ્યાસની ગંભીર છાયા પડી છે. સાથે લઘુન્યાસ આદિ વ્યાકરણ ગ્રંથોની પણ કાંઈક આછી-આછી છાયા છે. કોઈક સ્થળે લઘુન્યાસથી ભિન્નતા અને વિશિષ્ટતા પણ જરૂર છે. વ્યાકરણ દ્રષ્ટિએ કારક, તદ્ધિતઆદિ પ્રકરણો ગહન અને મહત્ત્વભૂત ગણાય છે. આ બધા પ્રકરણોને પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે પ્રસ્તુત ગ્રંથમાં વિસ્તૃતરૂપે સ્પષ્ટતાથી આલેખ્યાં છે. તદુપરાંત તેઓશ્રીએ પ્રાચીન અને તત્કાલીન ભિન્નભિન્ન મતોને આ ગ્રંથમાં રજૂ કરી તે ઉપર નવીન દ્રષ્ટિનો વેધક પ્રકાશ પાથરીને ગ્રંથની મહત્તામાં ઓરજ વધારો કર્યાં છે.
પ્રસ્તુત ગ્રંથના એ વિભાગો છે. પૂર્વા આજથી લગભગ દશવર્ષે પહેલાં પ્રકાશિત થયો હતો. જેમાં તદ્ધિત સુધીનું નિરૂપણ થયું છે.
ત્યારબાદ આજે પ્રસ્તુત ‘હૈમપ્રકાશ'નો ઉત્તરારૢ પ્રસિદ્ધિને પામે છે.
ઉત્તરાર્ધના બે વિભાગો છે. એક આખ્યાત પ્રક્રિયા. અને ખીન્ને વિભાગકૃપ્રક્રિયાનો છે.
આખ્યાત પ્રક્રિયામાં પ્રથમ ધાતુનું સામાન્ય લક્ષણ દર્શાવવામાં આવ્યું છે. આ વિષયને વધુ સ્પષ્ટ. તાથી ચર્ચા તેઓશ્રીએ મહાભાષ્ય, વૈયાકરણભૂષણુસાર અને વાક્યપદીય આદિ ગ્રંથોના વિષયોને છણીને બૃહવૃત્તિના વિષયોને સુંદર શૈલીધે મૂક્યા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org