________________
૧૮
ત્યારબાદ સ્વાદિક્રમાનુસાર દશગણુના ધાતુઓનું સપ્રયોગ વર્ણન કરવામાં આવ્યું છે. જેમાં તે તે પ્રચલિત ધાતુઓના તે તે આવશ્યક પ્રયોગોને સૂત્રોથી સિધ્ધ કર્યા છે. તથા બીજા ધાતુઓના વિશિષ્ટ વિશિષ્ટ પ્રયોગોને પણ સિદ્ધ કરવામાં આવ્યા છે. આ બધા પ્રયોગોની સિદ્ધિમાં ધાતુપાઠ, ધાતુપારાયણુ, ક્રિયારન સમુચ્ચય અને કોઈક કોઈક સ્થળે અભિધાન ચિંતામણિની પણુ સહાય લેવાઈ છે.
તદુપરાંત ઉપાધ્યાય જ્યકુમાર આદિ વિદ્વાન વૈયાકરણોના મતને રજૂ કર્યા છે. અને અન્યાન્ય વૈયાકરણોની સંમતિ યા ભિન્નમતિ પણ પ્રસ્તુત ગ્રંથમાં દર્શાવવામાં આવી છે. વળી, તે તે સ્થળે, તે તે સાધિત પ્રયોગોના સ્થળપ્રદર્શનને માટે પ્રખ્યાત કવિઓનાં કાવ્યસ્થાનોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમજ તે તે સૂત્રોના ગૌણાર્થને સ્પષ્ટકરી, એ વિષયને સરળ કરવામાં આવ્યો છે. અને તે તે ધાતુઓનાં અપ્રસિદ્ધરૂપોને પણ આહું સિદ્ધ કરવામાં આવ્યા છે.
પ્રસ્તુત ગ્રંથમાં કોઈકોઈ સ્થળે સિદ્ધાંત કૌમુદીનો પણ સંવાદ યા વિસંવાદને અંગે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પ્રેરક, લિન્ત આદિ પ્રક્રિયાઓમાં વિશેષ સ્પષ્ટતા કરવામાં આવી છે. અને તે તે પ્રયોગોની સિદ્ધિના સાક્ષીરુપે અન્યાન્ય ઉલ્લેખો પણ હું સંગૃહીત કરવામાં આવ્યા છે.
વિશેષમાં એકસ્થળે શ્રીશત્રુંજય મહાતીર્થમાં વિદ્યમાન મોટીટૂંકનાં સહસ્રકૂટની પ્રશસ્તિમાં ઉલ્લેખાચેલ શ્લોકનો પણ સંગ્રહ કરવામાં આવ્યો છે. એરીતે સૂત્રોના પરસ્પર સમન્વય અને સંકલનને સારૂ વ્યાકરણની પરિભાષા તથા ન્યાયમંજૂષાના ન્યાયોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
નામધાતુપ્રક્રિયામાં તો સિંદૂરપ્રકર આદિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમજ કૌમુદીકાર અને ઉત્પલ વગેરેના ઇષ્ટમતનો વિશેષ નિર્દેશ કરવામાં આવ્યો છે.
આ રીતે બિગન્ત, સાન્ત, યજન્ત, યાન્ત, અને નામધાતુરૂપ પ્રક્રિયા પંચકના વિવરણુ ખાદસૂત્રજ–સૌત્ર ધાતુઓને અંગે વિશેષ સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. તેરીતે; લૌકિક અને વાકયકરણીય ધાતુઓને પણ દર્શાવવામાં આવ્યા છે. તથા અન્ય વૈયાકરણોને સમ્મત ધાતુઓનો આહુ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં કવિરહસ્ય અનેભટ્ટિકાવ્ય આદિનો ઉલ્લેખ થયો છે.
તદુપરાંત, આ પ્રકરણમાં શ્રી જૈનાગમોમાં પ્રસિદ્ધ ધાતુઓનો નિર્દેશ કરવામાં આવ્યો છે. અર્થાત્ આ રીતે, લૌકિક, વાકયકરણીય, પરપતિ, અને શ્રીજિનાગમ પ્રસિદ્ધ પ્રાસંગિક ધાતુઓના પ્રયોગને પ્રસ્તુતસ્થળે દર્શાવવામાં આવ્યા છે. તેમજ; ગણુજ, નામજ, તથા સૂત્રજ ધાતુઓના તે તે પ્રયોગો પણ અહિં જણાવ્યા છે.
ત્યાર બાદ કૃદન્ત પ્રક્રિયાનું નિરૂપણ કરવામાં આવ્યું છે. જેમાં ઉણાદિ પ્રકરણનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રકરણમાં તે તે વ્યુત્પત્તિ દર્શાવાવવા પૂર્વક તે તે નામોનીસિદ્ધિ કરવામાં આવી છે, તેમ જ શક્ય બન્યું તેરીતે તે તે નામોના અર્થ પણ દર્શાવ્યા છે.
તે તે સ્થળે તે ત સિદ્ધ-નામના લિંગને દર્શાવ્યા છે. અને તેને અંગે અન્યાન્ય નામમાલાદિ ગ્રંથકારોની સમ્મતિ અને ભિન્નમતિ દર્શાવી છે. આ સ્થાનોમાં અભિધાન નામમાલા, અને અનેકાર્થ સંગ્રહનો પણ સાક્ષીતરીકે વિશેષ નિર્દેશ કરવામાં આવ્યો છે. આ પ્રકરણમાં ન્યાય તથા પરિભાષાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
પ્રસંગે-પ્રસંગે સિદ્ધાંત કૌમુદી’ આદિ ગ્રન્થોની ભિન્નમતિ રજૂ થઈ છે. તેમ જ આહું તે તે સિદ્ધ પ્રયોગોના સાક્ષીરૂપે રઘુવંશ, શિશુપાલવધ, માઘ, કિરાત તથા નૈષધાદિ કાવ્યોના શ્લોકો દર્શાવવામાં આવ્યા છે. તથા કર્તા, કર્મ અને અન્ય શીલાદિ અર્થમાં, તે તે પ્રત્યયસિદ્ધ કૃદન્ત નામોનું સ્પષ્ટ વિવરણ કરવામાં આવ્યું છે.
આદ; સંજ્ઞાવાચી તથા અસંજ્ઞાવાચી નામોની બહુધા વર્તમાનકાલ અને કવચિત્ કદાચિત્ ભૂતકાલના અર્થમાં સિદ્ધિને માટે ઉણાદિ પ્રકરણનું વિવેચન કરવામાં આવ્યું છે. જે કર્તા, કર્મ આદિ કારકોમાંસિદ્ધ થાય છે. તેમાં પ્રથમ કેવલ મેં પ્રત્યય બાદ વ–ઈત્યાદિરુપે અને ત્યારબાદ મ, ભ, ફ, ત્યિાદિરૂપે યથાક્રમ પ્રત્યયોનું ગ્રહણ કરવામાં આવ્યું છે. અને તે પછી. –લ-૧, ઈત્યાદિક્રમે ક્ષ પર્યંત પ્રત્યયોનો ક્રમ જાળવવામાં આવ્યો છે. એજરીતે અનેકવી જાતુ વગેરે ક્રમ પૂર્વક પ્રત્યયોની યોજના કરવામાં
આવી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org